PM મોદી અને વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામની દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મુલાકાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે કર્યું સ્વાગત, સાંસ્કૃતિક પ્રસ્તુતિએ જીત્યું મન.

Published : May 6, 2026 at 3:21 PM IST
|Updated : May 6, 2026 at 4:35 PM IST
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઐતિહાસિક હૈદરાબાદ હાઉસ ખાતે વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ સાથે મુલાકાત કરી. આ મુલાકાત રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં વિયેતનામી નેતાના ઔપચારિક સ્વાગત સમારોહ બાદ યોજાઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીએ તો લામનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું, જે બંને દેશો વચ્ચેની “વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારી”નું પ્રતીક છે. સ્વાગત સમારંભમાં પરંપરાગત પોશાકમાં સજ્જ બાળકોએ ભારતીય ત્રિરંગા અને વિયેતનામી ધ્વજ લહેરાવી સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરી.
રાષ્ટ્રપતિ તો લામ મંગળવારે ભારત પહોંચ્યા હતા અને તેમણે પોતાની યાત્રાની શરૂઆત બોધગયાથી કરી, જ્યાં તેમણે મહાબોધિ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ તેમનું સ્વાગત કર્યું, ત્યારબાદ તેઓ દિલ્હી રવાના થયા. દિલ્હી હવાઈ અડ્ડા પર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયએ વિયેતનામી નેતાનું સ્વાગત કર્યું હતું.
Prime Minister @narendramodi holds bilateral talks with the President of Vietnam, To Lam, at Hyderabad House in Delhi.#India #Vietnam @MEAIndia pic.twitter.com/Mw3wnd7GWb
— All India Radio News (@airnewsalerts) May 6, 2026
વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ તો લામ સાથે દ્વિપક્ષીય સહકાર ઉપરાંત ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ તેમની સાથે અલગથી વાતચીત કરશે, જ્યારે અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ તેમને મળશે. મુખ્ય બેઠકો પહેલા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી “વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી”ને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે તો લામે પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત અને આગામી કાર્યક્રમો માટે સકારાત્મક વલણ વ્યક્ત કર્યું.
આ યાત્રા એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે કારણ કે ભારત અને વિયેતનામ તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો એક દાયકો પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યા છે. વિયેતનામની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ તરીકે પણ સેવારત તો લામ 7 મે સુધી ભારતમાં રોકાશે. તેમના કાર્યક્રમમાં મુંબઈ ખાતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં એક વેપાર મંચમાં ભાગ લેવાનો અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા રાજ્ય નેતૃત્વ સાથે ચર્ચા કરવાનો સમાવેશ થાય છે. ભારત અને વિયેતનામ વચ્ચે દીર્ધકાલીન ઐતિહાસિક અને સભ્યતાકીય સંબંધો છે, જે આજે એક મજબૂત વ્યૂહાત્મક જોડાણમાં પરિવર્તિત થયા છે.
આ પણ વાંચો...

