PM મોદીને વ્હાઇટ હાઉસનું આમંત્રણ, ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે મોટો વેપાર કરાર
'PM મોદીનું ફરી સ્વાગત કરવા અમે ઉત્સુક', અમેરિકી રાજદૂત સર્જિયો ગોરનું નિવેદન.

By ANI
Published : June 30, 2026 at 7:17 AM IST
|Updated : June 30, 2026 at 7:51 AM IST
વોશિંગ્ટન ડીસી: ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે અમેરિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફરી સ્વાગત કરવા ઇચ્છશે. તેમણે જણાવ્યું કે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ વડાપ્રધાનને આમંત્રણ આપ્યું હતું. IX USISPF લીડરશીપ સમિટ 2026 દરમિયાન ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા સર્જિયો ગોરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત-અમેરિકા વેપાર કરાર જલદી પૂર્ણ થઇ જશે. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વિપક્ષીય સંબંધો પર નજીકથી નજર રાખી રહ્યા છે અને નિયમિત ક્વાડ મંત્રીસ્તરીય બેઠકોને સંસ્થાકીય બનાવવાના મહત્ત્વ પર ભાર મુક્યો હતો.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તેમની તાજેતરની વાતચીત વિશે જણાવતા સર્જિયો ગોરે કહ્યું, "હું રાષ્ટ્રપતિ સાથે 10 વર્ષથી છું, તેથી વાતચીતનો મોટો ભાગ બે મિત્રોની મુલાકાત જેવો હતો...પરંતુ મેં તેમને ભારતના મારા પ્રવાસ વિશે જણાવ્યું હતું...મેં તેમની સાથે વધતા વેપાર સંબંધો વિશે પણ વાત કરી..બન્ને બાજુ આપણે દર અઠવાડિયે વેપાર અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં આવતા જોઇએ છીએ અને તે બન્ને માટે ફાયદાકારક સ્થિતિમાં છે."
#WATCH वॉशिंगटन डी.सी.| राष्ट्रपति ट्रंप के भारत दौरे को लेकर भारत में अमेरिकी राजदूत सर्जियो गोर ने कहा, "यह मिड-टर्म चुनाव के समय नहीं होगा। यह अगले साल किसी समय होगा... हम चाहेंगे कि यह जल्द से जल्द हो।"
— ANI_HindiNews (@AHindinews) June 29, 2026
उन्होंने आगे कहा, "सेक्रेटरी मार्को रुबियो ने PM मोदी से मुलाकात के… pic.twitter.com/YyF2XdkNaT
યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR), જેમીસન ગ્રીરના ઉલ્લેખ સાથે વચગાળાના ભારત-અમેરિકા વેપાર સોદા અંગેની વાતચીત અંગે ગોરે કહ્યું, "રાજદૂત ગ્રીરને રાષ્ટ્રપતિનો સંપૂર્ણ વિશ્વાસ છે, અને તેથી અમે તેને અંતિમ સ્વરૂપ આપવાની નજીક પહોંચી રહ્યા છીએ. પરંતુ આ બાબતો જટિલ કાનૂની બાબતો છે, અને આ એક પાનું નથી. અમારા બંને રાષ્ટ્રો વચ્ચે હજારો મુદ્દાઓ છે જેના પર અમે કામ કરી રહ્યા છીએ. અને તેથી અમે આટલા આગળ વધી ગયા છીએ તે હકીકત એ છે કે, તે સંબંધો માટે એક મહાન સંકેત છે, અને મને આશા છે કે અમે આને વહેલામાં વહેલા પૂર્ણ કરી શકીશું."
શું રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત આવશે?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત મુલાકાતની શક્યતા વિશે પૂછવામાં આવતા, સર્જિયો ગોરે કહ્યું, "આ મધ્યસત્ર ચૂંટણી (midterms) દરમિયાન કોઈ સમય નથી. તે આવતા વર્ષે થઇ શકે છે...અમે ઇચ્છીએ છીએ કે આ મુલાકાત જલદી થાય."
વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ વિશે જણાવતા સર્જિયો ગોરે કહ્યું, "સેક્રેટરી માર્કો રૂબિયોએ PM મોદીને તેમની મુલાકાત દરમિયાન આમંત્રણ આપ્યું હતું...અમે તેમણે ફરી બોલાવવા માંગીશું અને મને ખબર છે કે તે ડિસેમ્બરમાં G20 માટે આવી રહ્યા છે."
ફિલિપાઇન્સમાં આગામી ક્વાડ મીટિંગ અંગે ટિપ્પણી કરતા ગોરે કહ્યું, "અમે નવી દિલ્હીમાં થયેલી વાતચીતને આગળ વધારવા માંગીએ છીએ જેમાં ફિજી અને અન્ય સ્થળોએ દરિયાઇ વિકલ્પોનો સમાવેશ થાય છે. પેસિફિક સુરક્ષા એ એવી વસ્તુ છે જે ચારેય રાષ્ટ્રો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે...અમે તેને નિયમિત બનાવવા માંગીએ છીએ."
23 મેના રોજ, ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કહ્યું હતું કે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ અણેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્હાઇટ હાઉસની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.
અમેરિકાના રાજદૂતે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, "સમાચાર! સેક્રેટરી માર્કો રૂબિયોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વતી વડાપ્રધાન મોદીને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું છે!"
આ આમંત્રણ રૂબિયોના 23-26 મેના રોજ ભારતના રાજકીય પ્રવાસ દરમિયાન આપવામાં આવ્યું હતું. 2026 G20 મિયામી સમિટ 14-15 ડિસેમ્બર દરમિયાન ફ્લોરિડાના ડોરલમાં ટ્રમ્પ નેશનલ ડોરલ મિયામી રિસોર્ટ ખાતે યોજાવાની છે. G20ની આ 21મી બેઠક 2009 પછી પ્રથમ વખત યોજાશે જ્યારે અમેરિકા નેતાઓની સમિટનું આયોજન કરી રહ્યું છે.
આ પણ વાંચો:

