ETV Bharat / bharat

ઈન્ટાગ્રામ પર PM મોદીનો જલવો, 10 કરોડ ફોલોઅર્સ ધરાવતા વિશ્વના પ્રથમ નેતા બન્યા

PM મોદીએ 2014માં ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતુ, અને ત્યારથી તેમના ફોલોઅર્સ રોકેટ ગતીએ વધી રહ્યા છે.

ઈન્ટાગ્રામ પર PM મોદીનો જલવો
ઈન્ટાગ્રામ પર PM મોદીનો જલવો (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 26, 2026 at 11:06 AM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરીને તેઓએ એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેઓ સોશિયલ મીડિયા ઈન્ટાગ્રામ પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ ફોલોઅર્સ હાંસલ કરનારા વિશ્વના પ્રથમ રાજકીય નેતા બની ગયા છે.

અહેવાલો અનુસાર, પીએમ મોદી 2014માં ઇન્સ્ટાગ્રામમાં જોડાયા હતા. તેમના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણાથી વધુ છે. દુનિયાના 5 નેતાઓના ફોલોઅર્સની સંયુક્ત સંખ્યા PM મોદીના એકલા ફોલોઅર્સ કરતા ઓછી છે. આ સિદ્ધિ સોશિયલ મીડિયા પર તેમની પ્રભાવશાળી હાજરી દર્શાવે છે.

ઇન્સ્ટાગ્રામ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા ક્રમે છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 15 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા ક્રમે, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા લુલા 14.4 મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા ક્રમે, તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગન 11.6 મિલિયન ફોલોઅર્સ સાથે પાંચમા ક્રમે અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મેઇલી 6.4 મિલિયન ફોલોઅર્સ સાથે છઠ્ઠા ક્રમે છે.

ઈન્ટાગ્રામ પર PM મોદીનો જલવો
ઈન્ટાગ્રામ પર PM મોદીનો જલવો (A screengrab from PM Narendra Modi's Instagram handle)

તે જ સમયે, વડા પ્રધાન આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અન્ય ભારતીય નેતાઓ કરતા ઘણા આગળ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આશરે 16.1 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા ક્રમે છે, અને કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આશરે 12.6 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા ક્રમે છે. હાલમાં, પીએમ મોદી 2 દિવસની સત્તાવાર મુલાકાતે ઇઝરાયલમાં છે.

જ્યારથી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોતાની સફર શરૂ કરી છે, ત્યારથી તેમની પ્રવૃત્તિમાં સતત વધારો થયો છે. સત્તા સંભાળ્યા પછી, તેઓ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર 1,200થી વધુ પોસ્ટ્સ પોસ્ટ કરી છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર કોઈને ફોલો કરતા નથી છતા તેમના ફોલોઅર્સ 100 મિલિયનને પર થઈ ગયા છે.

ઇઝરાયલી સંસદે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નેસેટના સર્વોચ્ચ સન્માન, સ્પીકર ઓફ ધ નેસેટ મેડલથી સન્માનિત કર્યા. આ એવોર્ડ ભારત અને ઇઝરાયલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા માટે પીએમ મોદીના "વ્યક્તિગત નેતૃત્વ દ્વારા અસાધારણ યોગદાન" ને માન્યતા આપે છે. ઇઝરાયલી સંસદમાં પીએમ મોદીના ભાષણ બાદ આ મેડલ અર્પણ કરવામાં આવ્યો.

આ પણ વાંચો...

  1. પ્રધાનમંત્રી મોદી 25-26 ફેબ્રુઆરી દરમિયાન ઇઝરાયલની મુલાકાત લેશે, બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું
  2. ભારતનું UPI જલ્દી જ મલેશિયામાં આવશે, PM મોદીનું કુઆલાલંપુરમાં ભારતીય સમુદાયને સંબોધન