ETV Bharat / bharat

અભિષેક બેનરજીની ફરિયાદ બાદ ઓમ બિરલાએ TMCના 20 બળવાખોર સાંસદોને નોટિસ ફટકારી

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને વી.મોહનાની બેન્ચે અભિષેક બેનરજીની અરજી પર 20 સાંસદોને નોટિસ ફટકારી હતી.

ઓમ બિરલાએ TMCના 20 બળવાખોર સાંસદોને નોટિસ ફટકારી
ઓમ બિરલાએ TMCના 20 બળવાખોર સાંસદોને નોટિસ ફટકારી (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 26, 2026 at 1:04 PM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તૃણમૂલ કોંગ્રેસના 20 બળવાખોર સાંસદોને નોટિસ ફટકારી છે. નોટિસમાં, ઓમ બિરલાએ આ તમામ સાંસદોને સાત દિવસની અંદર તેમના જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે, આ નોટિસ તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનરજીની તે અરજી બાદ જાહેર કરવામાં આવી છે જેમાં દલ-બદલ વિરોધી કાયદા હેઠળ તેમનું સભ્યપદ રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

અગાઉ મંગળવારે, સુપ્રીમ કોર્ટે પણ અભિષેક બેનરજીની અરજીઓ પર સુનાવણી કરવા સંમતિ આપી હતી. કોર્ટે મૌખિક રીતે અવલોકન કર્યું હતું કે મુદ્દો ફક્ત નોટિસ જારી કરવાનો નથી, પરંતુ કાર્યવાહી ચોક્કસ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો છે. TMCના 20 બળવાખોર સાંસદોએ નેશનલિસ્ટ સિટિજન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI) જોઇન કરી હતી. અભિષેક બેનરજીએ પાર્ટી તરફથી તેમણે અયોગ્ય ઠેરવવાની માંગ કરતી અરજીઓ પર નિર્ણય લેવામાં થઇ રહેલા વિલંબને પડકાર્યો હતો.

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને વી.મોહનાની બેન્ચે અભિષેક બેનરજીની અરજી પર 20 સાંસદોને નોટિસ ફટકારી હતી. અભિષેક બેનરજીએ પોતાની અરજીમાં કોર્ટને આગ્રહ કર્યો હતો કે તે લોકસભા સ્પીકરને કહે છે કે તેમની પાસે લંબિત અયોગ્યતાની અરજીઓ પર જલદી નિર્ણય લે. લોકસભા સ્પીકર અને સદનના સેક્રેટરી જનરલ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું હતું કે સ્પીકરે બંધારણની 10મી અનુસૂચી હેઠળ TMC તરફથી દાખલ અયોગ્યતા અરજીઓ પર 20 સાંસદોને પહેલા જ નોટિસ ફટકારી છે.

TMCએ 20 સાંસદો પર પાર્ટી છોડવા અને તે બાદ 'નેશનલ સિટિજન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI)માં સામેલ થવાનો આરોપ લગાવ્યો છે. અભિષેક બેનરજીનો દાવો છે કે આ વર્તન તેમને બંધારણની પક્ષપલટા વિરોધી જોગવાઇઓ હેઠળ ગેરલાયક ઠેરવે છે. અરજીમાં લોકસભા સ્પીકર અને ગૃહ સચિવને પ્રાથમિક પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યા છે, જ્યારે 20 સાંસદોને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને પણ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

TMCના 20 બળવાખોર સાંસદોમાં કાકોલી ઘોષ દસ્તીદાર, સુદીપ બંદોપાધ્યાય, સતાબ્દી રોય, પ્રસૂન બેનરજી, રચના બેનરજી, જગદીશ ચંદ્ર બર્મા બસુનિયા, પાર્થ ભૌમિક, અરૂપ ચક્રવર્તી, અધિકારી દીપક દેવ, સયોની ઘોષ, બાપી હલદર, એમડી અબુ તાહેર ખાન, કાલીપદ સારેન ખેરવાલ, અસિત કુમાર મલ, જૂન મલિયા, મિતાલી બાગ, ખલીલુર રહમાન, માલા રોય, શર્મિલા સરકાર અને યૂસુફ પઠાણ સામેલ છે.

આ પણ વાંચો: