જમ્મુ કાશ્મીર: શોપિયામાં દારુલ ઉલૂમ જમાતના પૂર્વ વડાના ઘરે NIAના દરોડા, તપાસ અભિયાન શરૂ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સોમવારે દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.

Published : May 25, 2026 at 11:32 AM IST
શ્રીનગર: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સોમવારે દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડામાં ઝૈનાપોરા વિસ્તારના મુલુ ચિત્રગામના રહેવાસી શહજાદા ઔરંગઝેબના ઘરનો પણ સમાવેશ થાય છે.
NIAની ટીમ, જમ્મુ કાશ્મીર પોલીસ અને અર્ધસૈનિક દળોની મદદથી શ્રીનગરના લાલ બજાર વિસ્તાર અને દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં કેટલાક સ્થળો પર એક સાથે તપાસ અભિયાન ચલાવી રહી છે.
Srinagar, Jammu & Kashmir: NIA raids are underway in parts of Kashmir as part of an ongoing investigation. Searches are being conducted at multiple locations in Srinagar and Shopian
— IANS (@ians_india) May 25, 2026
(Source: Official Sources) pic.twitter.com/olw024fj6u
સૂત્રોના જણાવ્યા અનુસાર, શહજાદા ઔરંગઝેબ પહેલા શોપિયાંમા જમાત-એ-ઇસ્લામી (JeI)ના જિલ્લાના વડા રહી ચુક્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે NIAની ટીમ, પોલીસ અને CRPF જવાનો સાથે, સવારે સવારે ઘરે પહોંચી હતી અને કલાકો સુધી તપાસ હાથ ધરી હતી. તપાસ કેમ કરવામાં આવી અથવા તપાસ દરમિયાન કોઇ સામાન જપ્ત કરવામાં આવ્યું છે કે નથી તેના વિશે એજન્સી તરફથી કોઇ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી.
આ તપાસ જમાત-એ-ઇસ્લામી જમ્મુ અને કાશ્મીર પર ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે દરોડા પાડવામાં આવ્યા છે, જેના પર ભારત સરકારે 2019માં ગેરકાયદેસર પ્રવૃતિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ પ્રતિબંધ મૂક્યો હતો. અલગતાવાદી પ્રવૃતિઓ અને આતંકવાદી ભંડોળના આરોપોને કારણે બાદમાં પ્રતિબંધ 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો.
NIAએ શોપિયા જિલ્લાના ઇમામ સાહિબ વિસ્તારમાં જામિયા સિરાજ-ઉલ-ઉલૂમમાં પણ દરોડા પાડ્યા હતા. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા UAPS હેઠળ સંસ્થાને ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. ડિવીઝનલ કમિશનર કાશ્મીર અંશુલ ગર્ગ દ્વારા સેક્શન 8(1) હેઠળ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દરોડા જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદ અને ભારત વિરોધી પ્રચારને પ્રોત્સાહન આપવા માટે જમાત-એ-ઇસ્લામીની પ્રવૃતિઓને પુનર્જીવિત કરવાના કથિત પ્રયાસોની NIAની તપાસનો એક ભાગ છે.
આ પણ વાંચો:

