ETV Bharat / bharat

ઓપરેશન સિંદૂર દરમિયાન સરકારી વેબસાઈટ પર સાયબર એટેક મામલે NIAના નડિયાદ સહિત 5 રાજ્યોમાં દરોડા

NIAના જણાવ્યા અનુસાર, આ હુમલાઓનો હેતુ રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, સુરક્ષા અને એકતા સાથે સમાધાન કરવાનો અને જાહેરમાં ભય ફેલાવવાનો હતો.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 24, 2026 at 11:00 PM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ સોમવારે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત સરકારની વેબસાઇટ્સ પર સાયબર એટેકની તપાસના ભાગ રૂપે 5 રાજ્યોમાં દરોડા પાડ્યા.

NIA દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, પાંચ સ્થળો મહારાષ્ટ્રમાં પુણેના જુન્નારમાં, ગુજરાતમાં ખેડાના નડિયાદમાં, તેલંગાણામાં કરીમનગરના રામાગુંડમમાં, બિહારમાં ગોપાલગંજમાં અને દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

ગયા વર્ષે 25 જૂને નોંધાયેલો આ કેસ, ઓપરેશન સિંદૂર દરમિયાન મહત્વપૂર્ણ કમ્પ્યુટર સંસાધનો અને ક્રિટિકલ ઇન્ફર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર (CII) ને લક્ષ્ય બનાવતા સરકારી સંસ્થાઓની 54 વેબસાઇટ્સ પર અત્યાધુનિક ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ (DDoS) એટેકના પ્રયાસ સાથે સંબંધિત છે, એમ તેમાં જણાવાયું છે.

એજન્સીના જણાવ્યા અનુસાર, આ હુમલાઓનો હેતુ રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, સુરક્ષા અને એકતા સાથે સમાધાન કરવાનો અને જાહેર ભય ફેલાવવાનો હતો.

પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સશસ્ત્ર દળોએ ગયા વર્ષે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતા.

22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ખીણમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદી સંગઠનના ત્રણ આતંકવાદીઓ દ્વારા 25 જેટલા પ્રવાસીઓ અને એક સ્થાનિકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

ગુજરાત પોલીસે સાબયર એટેક મામલે નોંધેલા આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

એન્ટી-ટેરર એજન્સીએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન, DDoS હુમલાઓની તૈયારી અને કૌશલ્ય વિકસાવવામાં આરોપીઓને કથિત રીતે ટેકો અને સહાય પૂરી પાડનારા શંકાસ્પદોની ઓળખ સંપૂર્ણ ટેકનિકલ વિશ્લેષણ દ્વારા કરવામાં આવી હતી.

સક્ષમ અદાલત દ્વારા સર્ચ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ સોમવારે સવારે તેમના પરિસરમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી, એમ તેમાં જણાવાયું છે.

NIA એ જણાવ્યું હતું કે, સર્ચ દરમિયાન હેકિંગ પ્રવૃત્તિઓ સંબંધિત ગુનાહિત સામગ્રી ધરાવતા વિવિધ ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ સાથેના તેમના જોડાણ વિશે પણ શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી હતી.

NIA એ જણાવ્યું હતું કે યોગ્ય પ્રક્રિયા પછી ત્રણ લેપટોપ, પાંચ મોબાઇલ ફોન અને પેન ડ્રાઇવ સહિત અન્ય ડિજિટલ ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:

  1. મહેસાણા: અગોલ ગામે LCBનો મોટો સપાટો, જુગાર રમતા ડેલિગેટના પતિ અને પૂર્વ સરપંચ સહિત 21 જુગારીઓ ઝડપાયા
  2. રાજકીય 'સંન્યાસ' નહીં લઉં; ભાજપને હાંસિયામાં નહીં ધકેલું ત્યાં સુધી રોકાઇશ નહીં: મમતા બેનરજી