65 વર્ષના નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા, કોર્ટે કહ્યુ 'આ સજા પણ નાની છે, પરંતુ કોર્ટ પાસે આનાથી વધુ મોટી સજા નથી'
પુણેની એક કોર્ટે બાળકી પર બળાત્કાર અને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે.

Published : June 29, 2026 at 2:30 PM IST
|Updated : June 29, 2026 at 2:36 PM IST
પુણે: મહારાષ્ટ્રના પુણે જિલ્લાના નસરપુરમાં ત્રણ વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના ગુનામાં દોષિત ભીમરાવ પ્રભાકર કાંબલે (65) ને કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી છે. કોર્ટે જણાવ્યું હતું કે આ જઘન્ય અને ઘૃણાસ્પદ ગુના માટે આજીવન કેદ અપૂરતી છે. ફાંસી સજા પણ નાની છે, પરંતુ કોર્ટ પાસે આનાથી વધુ મોટી સજા આપવા માટે નથી.
મહારાષ્ટ્ર દિવસ પર ભોર તાલુકાના નસરપુરમાં એક ચોંકાવનારી વારદાત બની હતી, જ્યાં સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કાર કરીને તેની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી હતી.
પોલીસે 14 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી
પુણે ગ્રામીણ પોલીસે આ કેસમાં ઝડપી તપાસ હાથ ધરી અને માત્ર 14 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી. સોમવારે, કોર્ટે ગુનાના બે મહિનાથી પણ ઓછા સમયમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો અને ભીમરાવ પ્રભાકર કાંબલે (65) ને મૃત્યુદંડની સજા ફટકારી. પુણે જિલ્લા અને સત્ર અદાલતના વિશેષ ન્યાયાધીશ એસ.આર. સાલુંખેએ કાંબલેને મૃત્યુદંડની સજા સંભળાવી.
Nasrapur Minor Girl Rape and Murder Case | A special court in Pune awarded death penalty to a 65 year old man, Bhimrao Kambale for raping and murdering a Pune based 3-year-old girl in Nasrapur village of Pune district. The incident took place on May 1, 2026 and the whole case was… pic.twitter.com/m1EejlhDqG
— ANI (@ANI) June 29, 2026
રાજ્યમાં આટલી ફાસ્ટ-ટ્રેક ટ્રાયલ ધરાવતો આ પહેલો કેસ
નસરપુર બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો આ કેસ રાજ્યના ન્યાયિક ઇતિહાસમાં આટલી ફાસ્ટ-ટ્રેક ટ્રાયલ ધરાવતો આ પહેલો કેસ બન્યો. આ ઘટનાએ રાજ્યભરમાં આક્રોશ ફેલાવ્યો, વિવિધ સંગઠનોએ વિરોધ પ્રદર્શનો અને કેન્ડલ માર્ચ યોજીની આરોપીઓને તાત્કાલિક મૃત્યુદંડની સજાની માંગણી કરી.
આ ગુના બાદ, પોલીસે તાત્કાલિક ઝડપી તપાસ શરૂ કરી, આરોપી ભીમરાવ પ્રભાકર કાંબલે (65) ની ધરપકડ કરી. તપાસ 14 દિવસમાં પૂર્ણ થઈ, અને 1,100 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી, જેમાં તમામ પુરાવા, DNA રિપોર્ટ અને મેડિકલ રિપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો.
125 સાક્ષીઓમાંથી 55 સાક્ષીઓની ઉલટતપાસ કરાઈ
આ પછી, કોર્ટે દૈનિક અને કેમેરામાં સુનાવણી હાથ ધરી. આ સમયગાળા દરમિયાન, 125 સાક્ષીઓમાંથી 55 સાક્ષીઓની ઉલટતપાસ કરવામાં આવી. ગુનાના માત્ર દોઢ મહિનામાં જ સજા સંભળાવવામાં આવી. આમ, નસરપુર દુષ્કર્મ અને હત્યા કેસ રાજ્યના ન્યાયિક ઇતિહાસમાં ફાસ્ટ-ટ્રેક ટ્રાયલ દ્વારા પૂર્ણ થયેલો પ્રથમ કેસ બન્યો.
ચુકાદો જાહેર થતાં પીડિત પરિવાર થયો ભાવુક
કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે આ કેસમાં ચુકાદો આવે તે પહેલાં પુણે જિલ્લા અને સત્ર અદાલત પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સજા સંભળાવવામાં આવી ત્યારે પીડિતાનો પરિવાર કોર્ટરૂમમાં હાજર હતો. ચુકાદો જાહેર થયો ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા અને આંસુ રોકી શક્યા ન હતા.

