ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD)એ દેશના અનેક ભાગમાં 3 જૂન સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે.

Published : May 29, 2026 at 10:28 AM IST
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD)એ દેશના અનેક ભાગમાં 3 જૂન સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. દક્ષિણ, પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ ભારતના મોટાભાગમાં તીવ્ર હવામાન ગતિવિધિની ચેતવણી આપી છે.
IMD અનુસાર, બિહાર, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને કર્ણાટકમાં પણ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે વધુમાં આગાહી કરી છે કે આંદામાન અને નિકોબાર ટાપુ, કેરળ, ઓડિશા, બિહાર, પંજાબ, તમિલનાડુ, પુડુચેરી, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના પશ્ચિમી ભાગોમાં વરસાદની સંભાવના છે.
બીજી તરફ આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ રાજસ્થાન અને વિદર્ભના કેટલાક ભાગમાં ગરમીનું મોજું રહેશે. સાથે જ રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઇકલમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ જોવા મળશે.
🌧️ IMD will announce The Second Stage Long Range Forecast of Southwest Monsoon 2026 tomorrow at 9:30 AM IST from New Delhi. Stay tuned for the official monsoon outlook and live updates. #Monsoon2026 #IMD #WeatherForecast
— India Meteorological Department (@Indiametdept) May 28, 2026
Youtube Live Link: https://t.co/CSp1pA3CVI pic.twitter.com/6Ez0uq71Yh
વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, IMDએ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને વાવાઝોડા દરમિયાન સતર્ક રહેવા, વીજળી પડવા દરમિયાન ખુલ્લી જગ્યાઓ ટાળવા અને સ્થાનિક હવામાન સંબંધી માહિતીનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
IMDએ જણાવ્યું હતું કે દક્ષિણ અરબ સાગરના બાકીના ભાગો, આત્યંતિક દક્ષિણ દ્વીપકલ્પ ભારતના કેટલાક ભાગ, ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગ અને ઉત્તરપૂર્વ ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનવાની સંભાવના છે.
ચક્રવાતી પ્રણાલીના પ્રભાવમાં 1-3 જૂન દરમિયાન અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે; 31 મેથી 3 જૂન દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડશે.
દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં, 30 મે સુધી કર્ણાટકના આંતરિક ભાગોમાં, 1 જૂન સુધી તેલંગાણા, 30-31 મે દરમિયાન રાયલસીમામાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે.
તમિલનાડુ, પુડુચેરી અને કરાઇકલ, કેરળ અને લક્ષદ્વીપમાં આ દરમિયાન ભારે વરસાદ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે 29 મેના રોજ ઉત્તર કર્ણાટકમાં અને 30 મે સુધી રાયલસીમા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યાનમાં 50-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની ચેતવણી આપી છે.
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં આવતા અઠવાડિયે એક જ સમયે બેવડી ઋતુ જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આગામી અઠવાડિયામાં એક દિવસ ઓરેન્જ એલર્ટ અને છ દિવસ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાક બાદ તાપમાનનો પારો 3થી 5 ડિગ્રી ગગડી શકે છે. બીજી તરફ 31 મેથી 2 જૂન સુધી અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, તાપી તેમજ નર્મદા જિલ્લામાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:

