દિલ્હીમાં ડિમોલિશન દરમિયાન MCDની ટીમ પર પથ્થરમારો, પોલીસે કહ્યું પરિસ્થિતિ કાબુમાં
આજે મંગળવારે વહેલી સવારથી MCDની ટીમ દ્વારા ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ નજીક ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી, તે દરમિયાન કેટલાંક બદમાશોએ MCDની ટીમ પર પથ્થરમારો કર્યો હતો.

By ANI
Published : January 7, 2026 at 7:48 AM IST
દિલ્હી: દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ પર આજે સવારે તુર્કમાન ગેટ સ્થિત ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ નજીક MCDએ અતિક્રમણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. તે દરમિયાન કેટલાંક દંબગોએ MCDના કર્મચારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અંગે
સેન્ટ્રલ રેન્જના સંયુક્ત પોલીસ કમિશનર મધુર વર્માએ જણાવ્યું હતું કે, "ડિમોલિશન દરમિયાન, કેટલાક બદમાશોએ પથ્થરમારો કરીને કામમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિને તાત્કાલિક કાબૂમાં લેવા માટે મર્યાદિત અને ન્યૂનતમ બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની વણસ્યા વગર સામાન્ય થઈ જાય."
#WATCH दिल्ली: फ़ैज़-ए-इलाही मस्जिद, तुर्कमान गेट के पास के इलाके की वीडियो, जहां MCD ने दिल्ली हाई कोर्ट के निर्देशों पर आज सुबह अतिक्रमण हटाने का अभियान चलाया।
— ANI_HindiNews (@AHindinews) January 7, 2026
ज्वाइंट कमिश्नर ऑफ़ पुलिस, सेंट्रल रेंज, मधुर वर्मा ने कहा, " तोड़फोड़ के दौरान, कुछ बदमाशों ने पत्थरबाज़ी करके… pic.twitter.com/Q32fgIegD8
દિલ્હી પોલીસના એક સત્તાવાર નિવેદન અનુસાર, દિલ્હી હાઈકોર્ટના નિર્દેશોને અનુસરીને, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ 7 જાન્યુઆરી, 2025ના રોજ વહેલી સવારે દિલ્હીના રામલીલા મેદાન નજીક તુર્કમાન ગેટ ખાતે ફૈઝ-એ-ઈલાહી મસ્જિદની આસપાસના કબજાવાળા વિસ્તારમાં અતિક્રમણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી.
#WATCH दिल्ली | फ़ैज़-ए-इलाही मस्जिद, तुर्कमान गेट के पास के इलाके की वीडियो, जहां MCD ने दिल्ली हाई कोर्ट के निर्देशों पर आज सुबह अतिक्रमण हटाने का अभियान चलाया।
— ANI_HindiNews (@AHindinews) January 7, 2026
ज्वाइंट कमिश्नर ऑफ़ पुलिस, सेंट्रल रेंज, मधुर वर्मा ने कहा, " तोड़फोड़ के दौरान, कुछ बदमाशों ने पत्थरबाज़ी करके… pic.twitter.com/RhFPf3AWoI
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ડિમોલિશન કામગીરીનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે, દિલ્હી પોલીસે વ્યાપક કાયદો અને વ્યવસ્થાની વ્યવસ્થા કરી હતી. સમગ્ર વિસ્તારને કાળજીપૂર્વક નવ ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો, દરેક ઝોનની દેખરેખ એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી હતી. તમામ સંવેદનશીલ સ્થળોએ પૂરતો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો હતો."
#WATCH दिल्ली: DCP निधिन वलसन ने कहा, " कार्रवाई अभी भी जारी है... mcd तोड़फोड़ कर रही है। हमने सुरक्षा के लिए अपने स्टाफ को तैनात किया है। कार्रवाई रात करीब 1 बजे शुरू हुई। mcd ने हाई कोर्ट के आदेशों के अनुसार कब्ज़े वाली ज़मीन पर तोड़फोड़ की। रात में पुलिस पर पत्थर फेंके गए।… https://t.co/eHAXmc7wkl pic.twitter.com/gcCPqFtkiA
— ANI_HindiNews (@AHindinews) January 7, 2026
ડિમોલિશન ઝુંબેશ પહેલા, શાંતિ સમિતિના સભ્યો અને અન્ય સ્થાનિક હિસ્સેદારો સાથે શાંતિ જાળવવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ઘણી સંકલન બેઠકો યોજાઈ હતી. સેન્ટ્રલ રેન્જના સંયુક્ત પોલીસ કમિશનર મધુર વર્માના જણાવ્યા અનુસાર, શક્ય તમામ નિવારકના પગલાં લેવામાં આવ્યા હતા. જોકે, અધિકારીઓના જણાવ્યા મુજબ, "કેટલાક બદમાશો" એ પથ્થરમારો કરીને અશાંતિ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ "પુરતા અને ઓછામાં ઓછા બળના ઉપયોગ" દ્વારા પરિસ્થિતિને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી.
વર્માએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "ડિમોલિશન દરમિયાન, કેટલાક બદમાશોએ પથ્થરમારો કરીને અશાંતિ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. પુરતા પ્રમાણમાં પોલીસની ટીમ અને ઓછામાં ઓછા બળપ્રયોગ દ્વારા પરિસ્થિતિને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી, જેથી કોઈપણ તણાવ વગર પરિસ્થિતિ પુનઃસ્થાપિત કરી શકાય." પોલીસના નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે દિલ્હી પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે, તેમજ તમામ ન્યાયિક નિર્દેશોનો કાનૂની, વ્યાવસાયિક અને સંવેદનશીલ રીતે અમલ થાય તેની ખાતરી કરે છે. દરમિયાન, અધિકારીઓએ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે લગભગ 17 બુલડોઝર બોલાવ્યા હતા.
#WATCH दिल्ली: तुर्कमान गेट स्थित फैज-ए-इलाही मस्जिद के पास अतिक्रमण पर MCD की बुलडोजर कार्रवाई जारी है। https://t.co/eHAXmc7wkl pic.twitter.com/gRH9WejsBu
— ANI_HindiNews (@AHindinews) January 7, 2026
દિલ્હીના ડીસીપી નિધિન વાલ્સને કહ્યું, "ઓપરેશન હજુ પણ ચાલુ છે...એમસીડી ડિમોલિશન કરી રહ્યું છે. અમે સુરક્ષા માટે અમારા સ્ટાફને તૈનાત કર્યા છે. આ ઓપરેશન રાત્રે 1 વાગ્યાની આસપાસ શરૂ થયું. હાઈકોર્ટના આદેશ મુજબ એમસીડીએ કબજે કરેલી જમીન તોડી પાડી. રાત્રે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. અમે તેમને ખદેડવા માટે ઓછામાં ઓછા બળનો ઉપયોગ કર્યો. આ ઉપરાંત, સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળતાથી ચાલી. 4 થી 5 અધિકારીઓને નાની ઈજાઓ થઈ... સીસીટીવી કેમેરા ફૂટેજ, ગ્રાઉન્ડ ફૂટેજ અને બોડી કેમેરા ફૂટેજ મળતાં જ અમે ગુનેગારોની ઓળખ કરીશું અને કાયદેસરની કાર્યવાહી કરીશું."
સરદારનગરમાં ડિમોલિશન ડ્રાઈવ, કમળ તળાવ પરના 150 જેટલા મકાન પર બુલડોઝર ફરી વળ્યું

