દિલ્હી: માલવીય નગરના રેસ્ટોરન્ટમાં ભીષણ આગમાં 21 લોકોના મોત, 40 લોકોને બચાવાયા
દિલ્હીમાં બુધવાર સવારે માલવીય નગર વિસ્તારમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટમાં અચાનક ભીષણ આગ લાગી હતી

Published : June 3, 2026 at 12:25 PM IST
|Updated : June 3, 2026 at 1:48 PM IST
નવી દિલ્હી: દેશના પાટનગર દિલ્હીમાં ફરી આગની ઘટના બની છે. બુધવાર સવારે માલવીય નગર વિસ્તારમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે સંપૂર્ણ બેઝમેન્ટ તેની ચપેટમાં આવી ગયું હતું. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, આ ઘટનામાં અત્યાર સુધી 21 લોકોના મોત થયા છે. મૃતકઆંક વધવાની શક્યતા છે.
દુર્ઘટનાના સમયે રેસ્ટોરન્ટના બેઝમેન્ટમાં કેટલાક લોકો હાજર હતા જે ધુમાડામાં ફસાઇ ગયા હતા. બનાવની જાણ થતા જ દિલ્હી ફાયર સર્વિસ (DFS)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લીધા હતા. આ ઘટનામાં ત્રણ લોકો બેભાન થઇ ગયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ લોકો આફ્રિકાના હોવાનું જાણવા મળે છે.
#UPDATE | दिल्ली पुलिस ने पुष्टि की है कि मालवीय नगर के एक रेस्टोरेंट में आग लगने की घटना में मरने वालों की संख्या बढ़कर 21 हो गई है।
— ANI_HindiNews (@AHindinews) June 3, 2026
સવારે સવારે લાગી આગ
દિલ્હી ફાયર સર્વિસના ચીફ ફાયર ઓફિસર એકે માલિક અનુસાર, આ દુર્ઘટના માલવીય નગર સ્થિત લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં બની હતી. સવારે આશરે 8:51 વાગ્યે ફાયર વિભાગને રેસ્ટોરન્ટમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. શરૂઆતમાં ઘટનાની ગંભીરતાને જોતા વિભાગ દ્વારા તરત જ 2 વોટર ટેન્ડર, 2 વોટર બ્રાઉઝર, 1 ક્લિક રિએક્શન વ્હિકલ, 1 મલ્ટીપર્પઝ અને 1 બ્રીધિંગ ઓપરેટ્સ સેટ ગાડીને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
#WATCH | दिल्ली | दिल्ली पुलिस के अनुसार, मालवीय नगर के एक रेस्टोरेंट में लगी आग की घटना में मृतकों की संख्या बढ़कर 10 हो गई है।
— ANI_HindiNews (@AHindinews) June 3, 2026
वीडियो घटनास्थल से हैं। https://t.co/qCltQYSbZN pic.twitter.com/EB15gBj8J2
શરૂઆતના ટર્નઆઉટમાં એડીઓ સંતોષ, એસટીઓ ફૂલ સિંહ,એસટીઓ નરેન્દ્ર અને એસઓ રાકેશ જેવા સીનિયર અધિકારીઓએ કમાન સંભાળી હતી પરંતુ ગણતરીની મિનિટોમાં જ વિભાગને એક બાદ એક કેટલાક કોલ્સ મળવા લાગ્યા હતા જે બાદ સ્પષ્ટ થયું કે આગે ઘણું વિકરાળ રૂપ ધારણ કર્યું છે. સવારે 8:55 વાગ્યે સફદરજંગના STO મનોજના નેતૃત્ત્વમાં વધારાની ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સ્થિતિ બગડતા જોઇ સવારે 9:16 વાગ્યે એસટીએ નરેન્દ્ર દ્વારા MAKE-4નો મેસેજ વાયરલેસ પર ફ્લેશ કરવામાં આવ્યો હતો.
10 ગાડીઓએ સંભાળી કમાન
આગનું વિકરાળ રૂપ જોતા ઘટનાસ્થળે 10 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી હતી. આ રેસક્યૂ ઓપરેશનને સફળ બનાવવા માટે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારી ADO સંતોષ, ADO સરબજીત, STO ફૂલ સિંહ, STO નરેન્દ્ર, STO મનોજ અને SO રાકેશ ખુદ મેદાનમાં ઉતર્યા હતા.
VIDEO | Delhi: At least 18 dead, several others injured in fire at a hotel in Malviya Nagar. Visuals of the hotel building.#DelhiNews #MalviyaNagarFire
— Press Trust of India (@PTI_News) June 3, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/azJzBbcfEP
ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, ફાયર વિભાગના કર્મચારીઓએ સૂઝબુઝથી રેસ્ટોરન્ટના બેઝમેન્ટમાં ફસાયેલા 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ધુમાડાને કારણે ત્રણ લોકોની સ્થિતિ બગડી હતી અને તેમણે એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
દિલ્હી રેસ્ટોરન્ટની ઘટના પર PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
દિલ્હીમાં રેસ્ટોરન્ટમાં ભીષણ આગની ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. PMOના X એકાઉન્ટ પર લખવામાં આવ્યું, દિલ્હીના માલવીય નગરમાં લાગેલી આગમાં જાનમાલની હાનિ દુ:ખદ છે. પોતાના પરિવારજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઘાયલોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂં છું. અધિકારી પ્રભાવિત લોકોને દરેક શક્ય મદદ કરી રહ્યા છે. PMNRFમાંથી દરેક મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
प्रधानमंत्री नरेंद्र मोदी ने मालवीय नगर आग की घटना में हुई जानमाल की हानि पर शोक व्यक्त किया; प्रत्येक मृतक के परिजनों को 2 लाख रुपये और घायलों को 50,000 रुपये की अनुग्रह राशि देने की घोषणा की। pic.twitter.com/B3xFOb2mUt
— ANI_HindiNews (@AHindinews) June 3, 2026
આ પણ વાંચો:

