ETV Bharat / bharat

તમિલનાડુ: શિવગંગામાં મંજુવિરટ્ટુ સ્પર્ધામાં 3 લોકોના મોત, 75 ઘાયલ

તમિલનાડુના શિવગંગા જિલ્લામાં મંજુવિરટ્ટુ સ્પર્ધા દરમિયાન 3 લોકોનો મૃત્યું નીપજ્યા, અને 75 ઈજાગ્રસ્ત થયા.

શિવગંગામાં મંજુવિરટ્ટુ સ્પર્ધામાં 3 લોકોના મોત
શિવગંગામાં મંજુવિરટ્ટુ સ્પર્ધામાં 3 લોકોના મોત (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 3, 2026 at 3:00 PM IST

1 Min Read
Choose ETV Bharat

શિવગંગા (તમિલનાડુ): માસી મગમ ઉત્સવ નિમિત્તે તમિલનાડુના શિવગંગા જિલ્લાના સિંઘમપુનારીમાં યોજાયેલી મંજુવિરટ્ટુ સ્પર્ધા (આખલા સાથે રમત) દરમિયાન ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે,જ્યારે 75 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મંજુવિરટ્ટુ સ્પર્ધા સોમવારે (2 માર્ચ) શિવગંગા જિલ્લાની નજીકના સિંઘમપુનારીમાં માસી માગમ ઉત્સવ નિમિત્તે યોજાઈ હતી. આ માટે તબેલામાંથી 100 આખલા અને 500થી વધુ બળદોને પશુ તરીકે છોડવામાં આવ્યા હતા. સ્પર્ધામાં 112 બુલફાઇટરોએ ભાગ લીધો હતો.

હજારો લોકો, ધોમ ધખતા તાપ હોવા છતાં, ટેકરીઓ પર બેસીને, મંજુવિરટ્ટુને ઉત્સુક ધ્યાનથી નિહાળી રહ્યા હતા. સ્પર્ધા પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે ઘણા દર્શકો અને રમતવીરો બળદના હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમની ઓળખ જામુલાલ લાલજી, રામનાથન અને રાજેન્દ્રન તરીકે થઈ હતી.

વધુમાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે મંજુવીરટ્ટુ સ્પર્ધામાં કુલ 75 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 8 લોકોને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, મંજુવીરટ્ટુ સ્પર્ધા દરમિયાન ત્રણ લોકોના મોત અને ઘણા અન્ય લોકોને ઇજા પહોંચવી ખૂબ જ દુઃખદ છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં તે નક્કી કરવા માટે અધિકારીઓ પણ સ્થળ પર છે.

  1. તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ભક્તોની ભીડમાં કાર ઘૂસી ગઈ, ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત
  2. તમિલનાડુમાં એક જ તબક્કામાં ચૂંટણી કરાવવાની માંગ: નેતાઓ સાથે CECએ યોજી બેઠક