મુંબઈમાં વરસાદને કારણે ત્રણ માળનું મકાન ધરાશાયી, 6 લોકોના મોત
મુંબઈના માનખુર્દ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં ઓછામાં ઓછા છ લોકોનો મૃત્યું થયા હોવાનું સામે આવ્યું છે.

Published : July 6, 2026 at 8:46 AM IST
|Updated : July 6, 2026 at 8:54 AM IST
પુણે: મુંબઈ, પુણે અને આસપાસના વિસ્તારોમાં આજે સોમવારે ભારે વરસાદ વરસી રહ્યો છે. વસઈ વિરારમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ગઈકાલે રાત્રે ભારે વરસાદ વચ્ચે મુંબઈના માનખુર્દ વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં ઓછામાં ઓછા છ લોકોનાં મૃત્યું નીપજ્યાં જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
IMD દ્વારા ભારે વરસાદની રેડ એલર્ટ ચેતવણી બાદ, પુણે જિલ્લા વહીવટીતંત્રે વિદ્યાર્થીઓની સલામતી માટે સાવચેતીના પગલા તરીકે સોમવારે પુણે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે.
VIDEO | At least six persons were killed and one sustained injuries when a three-storey chawl (row tenement) collapsed in Mumbai’s Mankhurd area amid heavy rains on Sunday night, officials said. Rescue operation is going on. Visuals are from the spot.#Mumbai #Mankhurd pic.twitter.com/IHXyvlRdyP
— Press Trust of India (@PTI_News) July 5, 2026
છ લોકોના મોત
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે ભારે વરસાદ વચ્ચે માનખુર્દ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં છ લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. બીએમસી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચાર મહિલાઓ અને એક પુરુષને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. રાજાવાડી હોસ્પિટલમાં બીજા એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
Vasai-Virar, Maharashtra: Heavy rainfall accompanied by strong winds lashed Virar, causing waterlogging in several areas pic.twitter.com/38vY3goWVY
— IANS (@ians_india) July 6, 2026
તેમણે જણાવ્યું હતું કે એક ઘાયલ પુરુષને BMCની રાજાવાડી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે 8:30 વાગ્યાની આસપાસ જનતા નગરના ચાલ નંબર 5 માં, મંડલા વિસ્તારમાં હનુમાન મંદિર પાછળ બની હતી.
#WATCH पुणे(महाराष्ट्र): भारी बारिश के बाद लॉ कॉलेज रोड पर पेड़ गिरा। पुणे फायर डिपार्टमेंट ने पेड़ हटाकर रास्ता बहाल किया। pic.twitter.com/S9R5qX90FI
— ANI_HindiNews (@AHindinews) July 6, 2026
અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી અનુસાર, ત્રણ માળની ઇમારતનો ભાગ રહેલા બે થી ત્રણ ઘરો ધરાશાયી થયા હતા, જેના કારણે મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, બીએમસી વોર્ડ ઓફિસ અને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
🚨 महत्त्वाची सूचना | नागरिकांच्या माहितीसाठी
— PMC Care (@PMCPune) July 5, 2026
🌧️ पुणे जिल्ह्यासाठी उद्या (दि. ६ जुलै २०२६) 'रेड अलर्ट' जारी
हवामान विभागाने पुणे जिल्ह्यासाठी दि. ६ जुलै २०२६ रोजी 'रेड अलर्ट' जारी केला असून, संभाव्य अतिवृष्टीच्या पार्श्वभूमीवर मा. जिल्हाधिकारी श्री. जितेंद्र डुडी यांनी… pic.twitter.com/FOOYGgS3D7
પુણેમાં આજે શાળા-કોલેજો બંધ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ રવિવારે જાહેરાત કરી હતી કે મુંબઈની તમામ સરકારી, ખાનગી અને નાગરિક સંસ્થાઓની શાળાઓ અને કોલેજો સોમવાર, 6 જુલાઈના રોજ બંધ રહેશે. આ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ 'ઓરેન્જ એલર્ટ' જારી કર્યું છે, જેમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
#WATCH वसई-विरार (महाराष्ट्र): लिंक रोड और स्टेशन रोड पर भारी बारिश जारी है। pic.twitter.com/AN7gv1AhrS
— ANI_HindiNews (@AHindinews) July 6, 2026
BMC એ જણાવ્યું હતું કે હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક નિવેદનમાં, BMC એ જણાવ્યું હતું કે, "આ આગાહીને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને, 6 જુલાઈ, 2026, સોમવારના રોજ મુંબઈમાં તમામ સરકારી, ખાનગી અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે." જોકે, BMC એ સ્પષ્ટતા કરી હતી કે સરકારી અને ખાનગી કચેરીઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે.
#WATCH पुणे (महाराष्ट्र): भारी बारिश के बाद कैंप इलाके के ईस्ट रोड पर जलभराव देखने को मिल रहा है। pic.twitter.com/hvc4OsAcXg
— ANI_HindiNews (@AHindinews) July 6, 2026
થાણે જિલ્લા કલેક્ટર શ્રીકૃષ્ણનાથ પંચાલે પણ જાહેરાત કરી હતી કે, જિલ્લાની આંગણવાડીઓ, કિન્ડરગાર્ટન, પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ સોમવારે બંધ રહેશે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) એ પણ અવિરત વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓની સલામતી માટે સોમવારે તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. નવી મુંબઈના મેયર સુજાતા પાટિલ અને NMMC કમિશનર કૈલાશ શિંદેએ લોકોને અપીલ કરી હતી કે જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી તેઓ ઘરની બહાર ન નીકળે.

