ETV Bharat / bharat

દેશભરમાં બકરી ઈદની ઉંમગભેર ઉજવણી, પીએમ મોદીએ દેશવાસીઓને આપી ઈદની શુભેચ્છા

દેશભરમાં બકરી ઈદની ઉંમગભેર ઉજવણી
દેશભરમાં બકરી ઈદની ઉંમગભેર ઉજવણી (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 28, 2026 at 10:41 AM IST

|

Updated : May 28, 2026 at 1:49 PM IST

Choose ETV Bharat

હૈદરાબાદ: આજે ગુરુવારે દેશભરમાં ઈદ-ઉલ-અધાના તહેવારની ઉજવણ થઈ રહી છે, દેશભરના મુસ્લિમ બિરાદરો આજે દિવસની શરૂઆતની વિશેષ નમાઝ સાથે કરી અને એક બીજાને ભેટીને ઈદના પર્વની શુભકામનાઓ આપી. ગુજરાત સહિત દિલ્હી,ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં ઈદના પર્વની રોનક જોવા મળી રહી છે. જૂની દિલ્હીની જામા મસ્જિદમાં સવારની નમાઝ અદા કરવા આવેલા એક વ્યક્તિએ કહ્યું, "અમે ભાઈચારોનો સંદેશ આપીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ તહેવાર ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે. અમે દેશની પ્રગતિ, શાંતિ અને ભાઈચારો માટે અલ્લાહને પ્રાર્થના કરીએ છીએ." આ પ્રસંગે નિયમિત સુરક્ષા પેટ્રોલિંગ દરમિયાન, સંયુક્ત પોલીસ કમિશનર મધુર વર્માએ જણાવ્યું હતું કે ઉજવણી અત્યાર સુધી સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહી છે અને આશા વ્યક્ત કરી હતી કે આ શાંતિપૂર્ણ માહોલ યથાવત રહેશે.

LIVE FEED

12:18 PM, 28 May 2026 (IST)

ઈદ પર્વને લઈને દિલ્હી પોલીસની ડ્રોન દ્રારા સુરક્ષા વ્યવસ્થા પર નજર

ઈદ અલ-અધાના અવસરે દિલ્હી પોલીસ રાષ્ટ્રીય રાજધાની પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. સુરક્ષા જાળવવા માટે પોલીસ દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે, ત્યારે જામા મસ્જિદ વિસ્તારમાં ડ્રોનની પોલીસ નજર રાખી હોવાનો એક વીડિયો શેર કર્યો હતો.

10:46 AM, 28 May 2026 (IST)

પીએમ મોદીએ દેશવાસીઓને આપી ઈદની શુભેચ્છા, દેશમાં સુખ સમૃદ્ધી અને એકતાની કરી પ્રાર્થના

પીએમ મોદીએ ઈદની ઉજવણી પર દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ આપી હતી. પીએમ મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર શુભેચ્છા આપતી પોસ્ટ શેર કરી જેમાં તેમણે કહ્યું હતું કે, 'ઈદ ઉલ-અધાની શુભેચ્છાઓ! આ અવસર આપણા સમાજમાં ભાઈચારો અને ખુશીની ભાવનાને વધુ મજબૂત બનાવે. સૌની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના'.

10:43 AM, 28 May 2026 (IST)

કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદારઓ ઈદની વિશેષ નમાઝ અદા કરી

કોલકાતા (પશ્ચિમ બંગાળ): ઈદ અલ-અધા 2026ની ઉજવણી માટે મુસ્લિમ બિરાદરોએ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી.

  • \

10:41 AM, 28 May 2026 (IST)

આસામના સિજુબારી દરગાહમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી

ગુવાહાટી, આસામ: ઈદ-ઉલ-અઝહા 2026ના પ્રસંગે સિજુબારી દરગાહમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી

10:39 AM, 28 May 2026 (IST)

મુસ્લિમ બિરાદરોએ તાજમહેલના પરિસરમાં ઈદ-ઉલ-અઝહાની ખાસ નમાઝ અદા કરી

આગ્રા (યુપી): ઈદ-ઉલ-અઝહા 2026ના અવસરે મુસ્લિમ બિરાદરોએ તાજમહેલના પરિસરમાં ઈદ-ઉલ-અઝહાની ખાસ નમાઝ અદા કરી.

Last Updated : May 28, 2026 at 1:49 PM IST