TMCના બળવાખોર નેતાઓનો લેટર સામે આવ્યો, લોકસભા સ્પીકરને અલગ જૂથ બનાવવાની માંગ
યૂસુફ પઠાણ-સયાની ઘોષ સહિતના TMCના બળવાખોર નેતાઓનો સહી કરેલો પત્ર સામે આવ્યો છે.

Published : June 12, 2026 at 11:10 AM IST
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા 2026 બાદ તૃણમૂક કોંગ્રેસ (TMC) પાર્ટીમાં આંતરિક વિખવાદ વધી રહ્યો છે. દરરોજ સાંસદ અને ધારાસભ્ય પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે. મળતી માહિતી અનુસાર TMCમાં મોટી ઉથલ પાથલ જોવા મળી રહી છે. સીનિયર નેતા કાકોલી ઘોષ દસ્તીદાર અને શતાબ્દી રોય સહિત 19 અલગ થયેલા સાંસદોએ 18 મેએ લોકસભા સ્પીકરને ઓફિસમાં પોતાના નામ જમા કરાવ્યા છે.
TMCના બળવાખોર નેતાની યાદી
- કાકોલી ઘોષ
- શતાબ્દી રોય
- બાપી હલદર
- ડૉ.શર્મીલા સરકાર
- પ્રસૂન બંધોપાધ્યાય
- જગદીશ બર્મા બસુનિયા
- અસિત કુમાર મલ
- અરૂપ ચક્રવર્તી
- રચના બેનરજી
- સાયોની ઘોષ
- ખલીલુર્રહમાન
- અબુ તાહિર ખાન
- યૂસુફ પઠાણ
- મિતાલી બેગ
- માલા રોય
- કાલીપદ સોરેન
- દીપક અધિકારી
- જૂન માલિયા
- પાર્થ ભૌમિક
TMCના બળવાખોર સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે આ વાતની પૃષ્ટી કરી છે કે 20 સાંસદના એક ગ્રુપે લોકસભામાં અલગ બેસવાની જગ્યાની ઓફિશિયલ માંગ કરી છે જેમાં પાર્ટીના પાર્લિયામેન્ટરી રેન્કમાં ઓર્ગેનાઇઝેશનલ વહેંચણીના સંકેત મળે છે. આ પગલું તાજેતરમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ TMCની અંદર વધતા તણાવ વચ્ચે ઉઠાવવામાં આવ્યો છે જેનાથી કથિત રીતે પાર્ટીના જૂના નેતાઓ અને મમતા બેનરજીની સેન્ટ્રલ લીડરશિપ વચ્ચે ટકરાવ વધી ગયો છે.
According to Sources here is the list of 19 out of 20 TMC breakaway MPs that sent their names to the Lok Sabha Speaker’s Office on May 18th.
— ANI (@ANI) June 12, 2026
1. Kakoli Ghosh Dastidar
2. Satabdi Roy
3. Bapi Haldar
4. Dr. Sharmila Sarkar
5. Prasun Bandyopadhyay
6. Jagadish Barma Basunia
7. Asit… pic.twitter.com/MM2rPhYuaf
રાજ્યસભામાં પશ્ચિમ બંગાળનું પ્રતિનિધિત્વ કરનારા TMC સાંસદ પ્રકાશ ચિક બરાઇકે ઉચ્ચ સદનમાંથી રાજીનામું આપ્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે એક અઠવાડિયાની અંદર આ ત્રીજુ રાજીનામું છે. 10 જૂને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ સુષ્મિતા દેવે રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. 8 જૂને રાજ્યસભાના સભ્ય સુખેંદુ શેખર રેએ સંસદના અપર હાઉસના મેમ્બર અને TMCના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ TMCના પૂર્વ સાંસદ પ્રકાશ ચિક બરાઇકે કહ્યું કે તેમણે પશ્ચિમ બંગાળના લોકોનો વિચાર માની લીધો છે અને પછી રાજ્યસભામાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.
આ પહેલા બુધવારે, બળવાખોર TMCના નેતા ઋતબ્રત બેનરજીએ અસંતુષ્ટ જૂથ અને કોંગ્રેસ વચ્ચે કોઇ પણ મર્જરની અટકળોને ફગાવી દીધી હતી અને કહ્યું કે આ સંગઠનનો આંતરિક મામલો છે. ઋતબ્રત બેનરજી જેમણે તાજેતરમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા સ્પીકરે વિપક્ષના નેતા (LoP)એ માન્યતા આપી હતી.
આ વચ્ચે TMCના બળવાખોર સાંસદોના કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓને મળવાના સમાચારથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથે સંભવિત તાલમેલની અટકળો વધી છે. જોકે, કોઇ પણ ઓફિશિયલ મર્જરની પૃષ્ટી થઇ નથી.
આ પણ વાંચો:

