'રાષ્ટ્રપતિએ વોટ ચોરીનું ખંડન નથી કર્યું, અમારી પાસે પુરાવા માંગ્યા', CEC વિરૂદ્ધ આવેદનપત્ર સોપ્યા બાદ રાહુલ ગાંધી
ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી.

Published : October 9, 2026 at 10:45 PM IST
નવી દિલ્હી: ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને હટાવવા માટે રાષ્ટ્રપતિને હસ્તક્ષેપની માંગ કરી છે. સાથે જ વિપક્ષે આરોપ લગાવ્યો કે મતદાર યાદીમાં ગડબડ થઇ છે અને ચૂંટણીમાં વોટ ચોરી કરવામાં આવી રહી છે. નેતાઓના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર પણ સોપ્યું છે.
રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, " રાષ્ટ્રપતિએ અમારી વાતને નકારી નથી; તેમણે અમારા નિવેદનોનો સ્વીકાર કર્યો છે અને ચૂંટણીમાં ગડબડ થવાના પુરાવા માંગ્યા છે."
INDIA bloc leaders met President Droupadi Murmu at Rashtrapati Bhavan and submitted a memorandum to the President. (Source: AICC) https://t.co/VUQuBSjho0
— ANI (@ANI) October 9, 2026
તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિને સોપવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ભારતીય લોકશાહીને સમાપ્ત કરવાનું ષડયંત્ર રચ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું મેં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને કહ્યું કે ચૂંટણી ચોરીના પુરાવા દેશને ખબર છે, એક બાદ એક રાજ્ય ચોરી કરવામાં આવી છે.
બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "અમે ચૂંટણીમાં મતપત્રની વ્યવસ્થા ફરી લાગુ કરવાની માંગ કરી છે. રાષ્ટ્રપતિએ વોટ ચોરીના પુરાવા માંગ્યા હતા જે અમે તેમણે આપીશું."
#WATCH | Delhi: After meeting the President, Lok Sabha LoP Rahul Gandhi says, "The main thing is that I expected the President of India to deny that 'vote chori' was taking place. I expected her to say that India has a free and fair electoral system. I was shocked and stunned that the President of India accepted what we said..."
— ANI (@ANI) October 9, 2026
TMC નેતા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, અમે સાથે છીએ, અમે ઘણા મજબૂત છીએ અને અમે 60 ટકાથી વધુ લોકોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. CPI(M)ના નેતા એમ.એ.બેબીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ અમારી વાત ધીરજપૂર્વક સાંભળી અને અમારા આરોપો માટે પુરાવા માંગ્યા છે; અમે તેમણે વિશ્વાસ અપાવ્યો કે અમે ECની ગડબડના પુરાવા સોપીશું.
આ પહેલા વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદ અને નેતાઓએ વોટ ચોરી સાથે જોડાયેલા કેસ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઇને શુક્રવારે સંસદ પરિસરથી રાષ્ટ્રપતિ ભવન તરફ રેલી કાઢી હતી.
આ પણ વાંચો:

