ETV Bharat / bharat

બેંગલુરુમાં મોટી દુર્ઘટના: પથ્થરની ખાણમાં ખડક ધસી પડતાં 7 મજૂરોના મોત

બેંગલુરુમાં આજે સવારે સ્ટોન ક્રશર સાઈટ પર મોટી દુર્ઘટના બની. બિહાર અને આસામના 7 મજૂરોના મોત થઈ ગયા.

બેંગલુરુમાં મોટી દુર્ઘટના
બેંગલુરુમાં મોટી દુર્ઘટના (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 2, 2026 at 12:01 PM IST

1 Min Read
Choose ETV Bharat

બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ગુરુવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી. પથ્થરની ખાણમાં ખડક પડવાથી સાત મજૂરોના મોત થયા. આ ઘટના બેંગલુરુ દક્ષિણ જિલ્લાના મડાપટ્ટણા ખાતે વહેલી સવારે બની હતી.

તમામ મૃતકો સ્ટોન ક્રશર સાઇટ પર કામ કરનારા મજૂરો હતા અને પડેલા પથ્થરની નીચે ફસાઈ ગયા હતા અને તેમનું સ્થળ પર જ મોત થઈ ગયું. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે મજૂરો ખાણમાં કામ કરી રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે બધા મૃતકો બિહાર અને આસામના મજૂરો હતા. ખડક નીચે હજુ પણ વધુ મજૂરો ફસાયેલા હોવાની આશંકા હોવાથી બચાવ કામગીરી ચાલી રહી છે.

ઘાયલોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની ચોક્કસ સંખ્યાની ચકાસણી કરવામાં આવી રહી છે, પરંતુ પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે ઘણા મજૂરોને ઈજા થઈ છે. ખડક ધસી પડ્યા બાદ, બચાવ કર્મચારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી છે.

વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે, અને અધિકારીઓએ કાટમાળ હટાવવાનું અને અન્ય ફસાયેલા મજૂરોનું સર્ચ શરૂ કરી દીધું છે. અહેવાલ છે કે સ્થળ પર આશરે 18 મજૂરો કામ કરી રહ્યા હતા. લગભગ 40 ફૂટની ઊંચાઈથી એક મોટો પથ્થર મજૂરો પર પડ્યો. પોલીસે જણાવ્યું કે બધા મૃતકો બિહારના હતા અને તેમના પરિવારોને જાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે ઉમેર્યું કે ખડક પડવાનું કારણ નક્કી કરવા અને ખાણમાં કોઈ બેદરકારી કે સલામતીના ધોરણોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે ટક્કર બાદ બસમાં આગ લાગી, 8 લોકોના મોત; 29 ઘાયલ
  2. રામ મંદિરના દાન ચોરી કેસમાં મોટો ખુલાસો! આરોપી અવિનાશ શુક્લાના રૂમમાંથી "રામરાજ્ય કોષ" બોક્સ મળી આવ્યું