ETV Bharat / bharat

કર્ણાટકના મુખ્યપ્રધાન પદેથી સિદ્ધારમૈયાનું રાજીનામું, ડીકે શિવકુમાર બનશે નવા CM

કર્ણાટકમાં છેલ્લાં ઘણા દિવસોથી સત્તા પરિવર્તનની ચર્ચા સમયથી ચાલી રહી હતી, અને હવે આ ચર્ચાઓનો અંત આવી ગયો છે.

કર્ણાટકાના મુખ્યપ્રધાન પદેથી સિદ્ધારમૈયાનું રાજીનામું
કર્ણાટકાના મુખ્યપ્રધાન પદેથી સિદ્ધારમૈયાનું રાજીનામું (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 28, 2026 at 12:11 PM IST

|

Updated : May 28, 2026 at 12:18 PM IST

1 Min Read
Choose ETV Bharat

બેંગલુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે મંત્રી સ્તરની બ્રેકફાસ્ટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો. આ પહેલા મુખ્યમંત્રીએ તમામ કેબિનેટ મંત્રીઓને પોતાના નિવાસસ્થાને બેઠક માટે નાસ્તા માટે બોલાવ્યા હતા. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દિલ્હીમાં હાઇકમાન્ડ સાથેની તેમની મુલાકાત વિશે મંત્રીઓ સાથે કેટલીક માહિતી શેર કરી હતી.

નવીનતમ માહિતી અનુસાર, સિદ્ધારમૈયા આજે બપોરે લગભગ 3 વાગ્યે રાજભવન જશે અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. સિદ્ધારમૈયાએ મંત્રીઓ સાથે નાસ્તાની બેઠક દરમિયાન તેમને આ અંગે માહિતી આપી હતી.

અગાઉ, નાયબ મુખ્યમંત્રી અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC) ના પ્રમુખ ડીકે શિવકુમાર સિદ્ધારમૈયાના નિવાસસ્થાન 'કાવેરી' પહોંચ્યા હતા. બ્રેકફાસ્ટ બેઠક દરમિયાન સીએમ સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર એકબીજાને ભેટ્યા હતાં. ત્યારબાદ ડીકે શિવકુમારે સીએમ સિદ્ધારમૈયાના પગે લાગ્યા હતા. અગાઉ, શિવકુમારના સમર્થકો બેંગલુરુમાં તેમના ઘરે ગયા હતા અને મીઠાઈઓ વહેંચી હતી. આ દરમિયાન, મંત્રી એચકે પાટીલ પણ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં મુખ્યમંત્રીના રાજીનામા અંગેની સ્થિતિ વધુને વધુ સ્પષ્ટ થઈ રહી છે. મુખ્યમંત્રી કાર્યાલયે પણ ધીરેથી આ વાતની પુષ્ટિ કરી દીધી છે. દરમિયાન, એવું જાણવા મળ્યું છે કે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત આજે સવારે કોઈ કામ માટે મુંબઈ જવા રવાના થયા છે. બ્રેકફાસ્ટ બેઠક અંગે વાત કરીએ તો આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સહિત તમામ મંત્રીઓ હાજર હોવાની વાત જાણવા મળી હતી. સૂત્રો એ પણ સૂચવે છે કે નવી કર્ણાટક સરકારમાં ચાર જેટલા નાયબ મુખ્યમંત્રી હોઈ શકે છે. તેમના નામ પણ નક્કી કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં જ નિર્ણય લેવામાં આવ્યો હતો કે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી પદ છોડી દેશે. સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર કે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

Last Updated : May 28, 2026 at 12:18 PM IST