ETV Bharat / bharat

કાનપુરમાં સગીરાનું અપહરણ કર્યા બાદ સામૂહિક બળાત્કાર, બે શખ્સો સામે કેસ દાખલ

આ ઘટના સચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. કાળા રંગની સ્કોર્પિયોમાં આવેલા બે યુવાનોએ આ શરમજનક કૃત્ય કર્યું હતું.

બે નરાધમોએ સગીરાને પીંખી નાખી
બે નરાધમોએ સગીરાને પીંખી નાખી (સાંકેતિક તસ્વીર)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 7, 2026 at 9:44 AM IST

1 Min Read
Choose ETV Bharat

કાનપુર: ઉત્તરપ્રદેશના કાનપુરના સચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 14 વર્ષની એક સગીરાનું બે યુવાનો દ્વારા અપહરણ કરીને તેના પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. સગીરાના ભાઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે બે પુરુષો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે તેઓ છોકરીની તબીબી તપાસ અને નિવેદનોના આધારે આગળની કાર્યવાહી કરશે. આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

પશ્ચિમ કાનપુર ડીસીપી દિનેશ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, સચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારના એક યુવકનો આરોપ છે કે, જ્યારે તે સોમવારે રાત્રે ઘરે પાછો ફર્યો ત્યારે તેના પરિવારે તેને કહ્યું કે તેની 14 વર્ષની બહેન ગુમ થઈ ગઈ છે. શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે ક્યાંય મળી ન હતી.

દિનેશ ત્રિપાઠી, ડીસીપી, પશ્ચિમ કાનપુર
દિનેશ ત્રિપાઠી, ડીસીપી, પશ્ચિમ કાનપુર (Etv Bharat)

લગભગ એક કલાક પછી, તે રડતી, બેભાન અવસ્થામાં ઘરે પરત આવી અને પોતાની સાથે થયેલી ઘટના વર્ણવી. સગીરાએ કહ્યું કે તે શૌચક્રિયા કરવા માટે ઘરની બહાર નીકળી હતી. રસ્તામાં, કાળા સ્કોર્પિયોમાં આવેલા બે યુવાનો તેને મળ્યા, તેનું અપહરણ કર્યું, તેને રેલ્વે લાઇન પર લઈ ગયા અને તેના પર સામૂહિક બળાત્કાર કર્યો.

ડીસીપી દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સગીરાના પરિવાર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે બંને ઈસમો સામે કેસ નોંધવામાં આવ્યો છે. સગીરાનું તબીબી પરીક્ષણ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. કલમ 164 હેઠળ સગીરાનું નિવેદન નોંધાયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીની ઓળખ કરવા અને ધરપકડ કરવા માટે પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે.

  1. રાજ્યના પાટનગરમાં નાની બાળકી પર દુષ્કર્મ કેસમાં પોલીસની તપાસ તેજ, માત્ર 17 દિવસમાં ચાર્જશીટ ફાઇલ
  2. 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ પર પોલીસનું ફાયરીંગ, બંને પગમાં વાગી ગોળી