તિહાર જેલથી છૂટ્યા JNU વિદ્યાર્થી સંગઠનના કુલ 14 પદાધિકારી અને વિદ્યાર્થીઓ, રેલી કાઢવા બદલ થઈ હતી ધરપકડ
તિહાર જેલમાંથી છૂટી રહેલા JNU વિદ્યાર્થી સંઘના 14 પદાધિકારીઓ, વિદ્યાર્થી સંઘે આને લોકતાંત્રિક અધિકારોની જીત ગણાવી છે.

Published : March 2, 2026 at 9:53 AM IST
|Updated : March 2, 2026 at 12:14 PM IST
નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય (JNU)માં 26 ફેબ્રુઆરીએ કાઢવામાં આવેલા રેલી બાદ ધરપકડ કરાયેલા JNU વિદ્યાર્થી સંઘના 3 પદાધિકારીઓ સહિત કુલ 14 વ્યક્તિઓને મોટી રાહત મળી છે. અદાલતના આદેશ પછી તમામ વિદ્યાર્થીઓને તિહાર જેલમાંથી રવિવારે મોડી રાત્રે મૂક્ત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી સંગઠનોએ આને આંદોલનની મહત્વની જીત ગણાવી છે. જેલમાંથી બહાર આવેલા વિદ્યાર્થીઓમાં JNUSUના અધ્યક્ષ અદિતિ, ઉપાધ્યક્ષ ગોપિકા, સંયુક્ત સચિવ દાનિશ, પૂર્વ અધ્યક્ષ નીતીશ કુમાર અને AISAના અખિલ ભારતીય અધ્યક્ષ નેહા સહિત અન્ય વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
26 ફેબ્રુઆરીએ JNU કેમ્પસમાં વિદ્યાર્થી સંઘના નેતૃત્વમાં રેલી કાઢવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. વિદ્યાર્થીઓનો આરોપ છે કે વિશ્વવિદ્યાલય પ્રશાસનની નીતિઓ, જાતિસૂચક ટિપ્પણીઓ, વિદ્યાર્થી સંઘ પદાધિકારીઓના રસ્ટિકેશન અને સમાનતા સાથે જોડાયેલા નિયમો અંગેની માંગોની અવગણના કરવામાં આવી રહી છે. રેલી દરમિયાન દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સની હાજરીમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. વિદ્યાર્થી સંગઠનોનો દાવો છે કે, રેલી કાઢતા કડક કાર્યવાહી કરીને 14 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પટિયાલા હાઉસ કોર્ટનો આદેશ:
કેસની સુનાવણી પછી પટિયાલા હાઉસ કોર્ટે વિદ્યાર્થીઓને જામીન મંજૂર કરી આપ્યા હતા. જોકે, શરૂઆતમાં “પરમન્ટ એડ્રેસ ચકાસણી”ની પ્રક્રિયાને કારણે તેમને મુક્ત કરવામાં વિલંબ થયો હતો, જેના કારણે તેઓને થોડાક સમય માટે ન્યાયિક કસ્ટડીમાં રાખ્યા હતા અને બાદમાં તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા હતા.
વિદ્યાર્થી સંઘે લોકતાંત્રિક અધિકારોની જીત ગણાવી:
જામીન પર છૂટ્યા બાદ વિદ્યાર્થી સંઘના નેતાઓ અને સમર્થકોએ આને વિદ્યાર્થી આંદોલનની જીત ગણાવી છે. તેમનું કહેવું છે કે રેલી સામાજિક ન્યાય, સમાનતા અને વિદ્યાર્થી અધિકારો સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને કાઢવામાં આવી હતી અને તેમની માંગો હજુ પણ ચાલુ રહેશે.
વિદ્યાર્થી સંઘની માંગો:
- યુજીસી ઇક્વિટી રેગ્યુલેશન્સનો અમલ
- ‘રોહિત એક્ટ’નો અમલ
- નવી શિક્ષણ નીતિ હેઠળ તૈયાર કરાયેલા કમજોર કરાયેલા અભ્યાસક્રમો પરત ખેંચવા
- વિદ્યાર્થી સંઘ પદાધિકારીઓનું રસ્ટિકેશન રદ્દ કરવું
- કુલપતિનું રાજીનામું
કેમ્પસમાં હાલ શાંતિ, આંદોલન ચાલુ રાખવાના સંકેત:
તિહાર જેલમાંથી પદાધીકારીઓ અને વિદ્યાર્થીઓ બહાર આવ્યા બાદ JNU કેમ્પસમાં વાતાવરણ સામાન્ય છે, જોકે વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે માંગોને લઈને તેઓ હજુ પણ આંદોલન ચાલુ રાખશે.
આ પણ વાંચો:
- JNUમાં હિંસક વિરોધ: વિદ્યાર્થીઓ પર પોલીસનો લાઠીચાર્જ, પ્રમુખ સહિત 14ની ધરપકડ
- JNU સ્ટુડન્ટ્સ યુનિયનના નવા પ્રમુખે કહ્યું- અમે ભાજપને સત્તા પરથી હટાવવા આવ્યા છીએ - JNU STUDENT PRESIDENT DHANANJAY
- JNU Students Fight: JNUમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી, લાકડીઓ ચલાવાઈ, સાઈકલ ફેંકાઈ
- JNU Delhi: JNUમાં યુનિ. તંત્ર વિરૂધ્ધ વિદ્યાર્થીઓએ યોજી મશાલ રેલી, કહ્યું હજી મોટા પ્રદર્શન માટે તૈયાર રહેજો...

