દિલ્હીમાં ISI સમર્થિત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, પાકિસ્તાની હેન્ડલરોના સંપર્કમાં હતું દંપત્તિ; બે લોકોની ધરપકડ
દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની નોર્ધન રેન્જે પાકિસ્તાન સંચાલિત કથિત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે.

Published : August 28, 2026 at 10:57 AM IST
નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની નોર્ધન રેન્જે પાકિસ્તાન સંચાલિત કથિત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. પોલીસે આ ઘટનામાં દિલ્હીના દંપત્તિ મોહમ્મદ સાહિલ અને તેની પત્ની સમીરાની ધરપકડ કરી છે. બન્ને પર વર્ષ 2024થી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની જાસુસી એજન્ટ (PIO)ના સંપર્કમાં રહેવા અને તેમણે મદદ પહોંચાડવાનો આરોપ છે.
પોલીસ અનુસાર, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દંપત્તિ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરો માટે લોજિસ્ટિક સપોર્ટ ઉપલબ્ધ કરાવતું હતું. આરોપ છે કે નેટવર્ક સાથે જોડાયેલા લોકો ભારતમાં સક્રિય સ્થાનિક લોકોની મદદથી ભારતીય મોબાઇલ સિમ કાર્ડ મેળવતા હતા. આ સિમ કાર્ડને કથિત રીતે દુબઇના રસ્તે પાકિસ્તાન મોકલવામાં આવતા હતા.
તપાસ એજન્સીઓ અનુસાર, પાકિસ્તાન પહોંચ્યા બાદ આ ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ વોટ્સએપ એકાઉન્ટ સક્રિય કરવા માટે કરવામાં આવતો હતો. આ એકાઉન્ટ દ્વારા પાકિસ્તાન જાસુસી ઓપરેટિવ ભારતીય નાગરિકો અને વિવિધ વોટ્સએપ ગ્રુપોમાં પ્રવેશીને મહત્ત્વની માહિતી મેળવવાનો પ્રયાસ કરતા હતા.
ઇંસ્ટાગ્રામ દ્વારા થયો હતો સંપર્ક
પોલીસનું કહેવું છે કે સાહિલ વર્ષ 2024માં ઇંસ્ટાગ્રામ દ્વારા એક પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. કહેવામાં આવે છે કે તેની ઓળખ સમીરાના માધ્યમથી થઇ હતી, તે બાદ બન્નેએ લગ્ન કરી લીધા હતા. પોલીસ અનુસાર, આ દરમિયાન પાકિસ્તાની એજન્ટે દંપત્તિની એક અન્ય પાકિસ્તાની જાસુસી ઓપરેટિવ સાથે મુલાકાત કરાવી હતી.
આરોપ છે કે પાકિસ્તાની હેન્ડલરે દંપત્તિને નેટવર્ક માટે કામ કરવના બદલામાં આર્થિક લાભ આપવાનો વિશ્વાસ આપ્યો હતો. તે બાદ બન્ને કથિત રીતે સિમ કાર્ડ ઉપલબ્ધ કરાવવા અને તેમણે પાકિસ્તાન મોકલવાની ગતિવિધિમાં સામેલ થઇ ગયા હતા.
સ્પેશ્યલ સેલ હવે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની ઓળખ કરી રહ્યું છે. એવી પણ તપાસ કરવામાં આવી રહી છે કે ભારતમાંથી પાકિસ્તાન મોકલવામાં આવેલા સિમ કાર્ડનો ઉપયોગ ક્યા લોકોના સંપર્ક કરવા અને કઇ રીતની જાણકારી મેળવવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસ નેટવર્કના સમગ્ર સંચાલન અને વિદેશમાં બેઠેલા હેન્ડલરોની ભૂમિકાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:

