ETV Bharat / bharat

અરૂણાચલમાં ચીની PLAના અતિક્રમણના આરોપ ખોટા અને પાયાવિહોણા: ભારતીય સેના

જનરલ દ્વિવેદીએ કહ્યું કે સમગ્ર પરિસ્થિતિને એક સુસ્થાપિત પ્રણાલી દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 30, 2026 at 2:16 PM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: ભારતીય સેનાએ મીડિયા અહેવાલોનું ખંડન કર્યું છે જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ અરૂણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરી છે અને કેમ્પ લગાવ્યા છે. સેનાએ આ અહેવાલોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.

ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, "અમે કેટલાક મીડિયા અહેવાલો જોયા છે જેમાં અરુણાચલ પ્રદેશમાં ચીની PLA દ્વારા ઘુસણખોરી અને કેમ્પ સ્થાપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ અહેવાલો ખોટા અને પાયાવિહોણા છે." ભારત અને ચીને ગયા મહિને બેઇજિંગમાં ભારત-ચીન બોર્ડર અફેર્સ (WMCC) પર કન્સલ્ટેશન અને કોઓર્ડિનેશનની 35મી બેઠક યોજી હતી. વિદેશ મંત્રાલયની એક રિલીઝમાં કહેવામાં આવ્યું કે ચર્ચા રચનાત્મક અને ભવિષ્યલક્ષી હતી.

બંને પક્ષોએ ભારત-ચીન સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી અને સરહદી વિસ્તારમાં શાંતિ જાળવવામાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેનાથી દ્વિપક્ષીય સંબંધો ધીમે ધીમે સામાન્ય થવામાં મદદ મળી છે. બન્ને પક્ષોએ સીમાંકન, સરહદ વ્યવસ્થાપન, મિકેનિઝમ અને સરહદ પાર સહયોગ સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આજે નિવૃત્ત થઈ રહેલા આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે ચીન સરહદ પર પરિસ્થિતિ સ્થિર છે. જોકે, તેમણે કહ્યું હતું કે તે હજુ પણ સંવેદનશીલ છે, જેના પર સતત નજર રાખવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, બંને સેનાઓ ગેરસમજ અટકાવવા અને નિયમિત સરહદ સંબંધિત બાબતોને ઉકેલવા માટે વાર્ષિક 1,100 થી વધુ ગ્રાઉન્ડ-લેવલ વાતચીત કરે છે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે, ડિસએન્ગેજમેન્ટ એગ્રીમેન્ટે જમીન પર સ્ટેબિલિટીને સારી કરવામાં ઘણી મદદ કરી છે અને બન્ને પક્ષ એક બીજાની ચિંતાઓ પ્રત્યે વધુ રિસ્પોન્સિવ દેખાય છે. તેમણે કહ્યું કે એકંદરે પરિસ્થિતિનું સંચાલન સારી રીતે બનેલી સિસ્ટમ દ્વારા મેનેજ કરવામાં આવી રહી છે. જ્યારે પણ LAC વિશે અલગ અલગ વિચારને કારણે લોકલ મુદ્દા ઉભા થાય છે તો મિલિટ્રી-ટૂ-મિલિટ્રી વાતચીત, હોટલાઇન, ફ્લેગ મીટિંગ અને કમાન્ડર લેવલની વાતચીત દ્વારા હલ કરવામાં આવે છે. આ સિસ્ટમે સ્ટેબિલિટી જાળવવા અને સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ અને બીજા લોકલ ઇન્ટરએક્શન સહિત રેગ્યુલર એક્ટિવિટીને આસાન બનાવવામાં મદદ કરી છે.

જનરલ દ્વિવેદીએ કહ્યું કે, ભારતીય સેનાની પ્રાથમિકતા સ્પષ્ટ છે. પ્રથમ આપણે LAC પર શાંતિ અને સુલેહ જાળવી રાખવી, બીજું, વાતચીત અને સ્થાપિત પદ્ધતિઓ દ્વારા સ્થાનિક મુદ્દાઓનું નિરાકણ; ત્રીજું, કોઇપણ સંભવિત ખતરાને રોકવા માટે મજબૂત અને વિશ્વસનીય તૈનાતીની સ્થિતિ જાળવવા પ્રતિબદ્ધ રહેવું.

સાથે જ, આપણે ઉત્તરીય સરહદો પર માળખાગત સુવિધાઓ, લોજિસ્ટિક્સ, દેખરેખ ક્ષમતાઓ અને એકંદરે ઓપરેશનલ તૈયારીઓને મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય સેના જ્યાં પણ જરૂરી હોય ત્યાં વાતચીત માટે પ્રતિબદ્ધ છે. જોકે, તેનો અભિગમ શક્તિ દ્વારા શાંતિ પર આધારિત છે. LAC પર ભારતીય સેનાની સ્થિતિ મજબૂત, વિશ્વસનીય અને સતર્ક રહેશે, જે ભારતની પ્રાદેશિક અખંડતા અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ રહેશે.

આ પણ વાંચો: