ગુજરાત સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી છ દિવસ દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Published : July 7, 2026 at 12:39 PM IST
|Updated : July 7, 2026 at 1:24 PM IST
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી છ દિવસ દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં આગળ વધવાની સંભાવના છે.
ચોમાસુ આગળ વધવાની સંભાવના
IMDએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબ સાગર, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના વધારાના ભાગોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે.
ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના
7 જુલાઈથી 12 જુલાઈ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારમાં વીજળી પડવા અને 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે.
દિલ્હીમાં વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ રહેવાની અપેક્ષા છે, જેમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના વધુ છે. દિવસનું તાપમાન ૩૬°Cની આસપાસ રહેવાની સંભાવના છે. IMDએ થોડા સમય માટે વરસાદની આગાહી કરી છે.
મધ્ય ભારતમાં ચોમાસુ એક્ટિવ
મધ્ય ભારતમાં ચોમાસુ એક્ટિવ રહેશે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં ભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આશા છે.
પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના
પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય અને બીજા પૂર્વોત્તર રાજ્યમાં બુધવારે ભારે વરસાદ પડવાની આશા છે. 8 જુલાઇએ બંગાળના હિમાલયી વિસ્તાર, સિક્કિમમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
ગુજરાત સહિતના રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ
કોંકણ અને ગોવા, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. 7 જુલાઇએ કોંકણ અને ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદનું અનુમાન છે.
દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન
કેરળ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તાર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદ પડવાની આશા છે.
બંગાળની ખાડી ઉપર ભારે હવા
ઉત્તર પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી ઉપર 35-55 કિમી પ્રતિ કલાકથી હવા ચાલવાની સંભાવના છે જેનાથી માછીમારો માટે દરિયામાં માછલી પકડવી મુશ્કેલ છે.
કેટલાક રાજ્યમાં ભારે વરસાદનું રેકોર્ડ
છેલ્લા 24 કલાકમાં પૂર્વ મધ્ય પ્રદેશ, કોંકણ અને ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે. આસામ, મેઘાલય અને છત્તીસગઢમાં ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે કહ્યું કે, ઉત્તરી છત્તીસગઢ અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશના ભાગ પર બનેલું ડિપ્રેશન નબળુ થઇને પૂર્વ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં ઓછા દબાણ ધરાવતા એરિયામાં બદલાઇ ગયું છે. જેસલમેર સૌથી ગરમ છે. રાજસ્થાનના જેસલમેરમાં દેશનું સૌથી વધુ તાપમાન 44.5°C રેકોર્ડ કરવામાં આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રના જેઉરમાં મેદાની વિસ્તારમાં સૌથી ઓછું 18°C તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:

