દેશભરમાં હોળી-ધૂળેટીના પર્વની ધૂમ, ઠેર ઠેર રંગોત્સવનો જામ્યો રંગ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિત PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
આજે ગુજરાત સહિત દેશભરમાં રંગોના પર્વ હોળી-ધૂળેટીના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે.રહ્યો છે ત્યારે PM મોદી સહિત અનેક મહાનુભાવોએ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.

Published : March 4, 2026 at 10:49 AM IST
|Updated : March 4, 2026 at 11:23 AM IST
હૈદરાબાદ: આજે ગુજરાત સહિત દેશભરમાં રંગોના પર્વ હોળી-ધૂળેટીના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે.રહ્યો છે ત્યારે PM મોદી સહિત અનેક મહાનુભાવોએ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.
રંગોનો ઉમંગ અને ખુશીઓનો આ પર્વ દેશભરમાં ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે,દેશના અન્ય ભાગોમાં પણ હોળી-ધૂળેટીની ઉજવણી અલગ-અલગ રીતે થઈ રહી છે.
વૃંદાવન, ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આજે લોકો ગુલાલ અને રંગોથી હોળી રમી રહ્યા છે. પ્રેમ મંદિરની બહારના વીડિયોમાં લોકોનો ઉત્સાહ અને રંગોની ધમાલ સ્પષ્ટ જોવા મળે છે. મથુરા અને વૃંદાવનમાં બ્રજ હોળી દેશની સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય પરંપરાઓમાંની એક છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા આ પવિત્ર વિસ્તારમાં હોળીનો તહેવાર 10 દિવસ સુધી ચાલે છે.
#WATCH | गोरखपुर, उत्तर प्रदेश: मुख्यमंत्री योगी आदित्यनाथ ने आज #Holi2026 के अवसर पर गोशाला में गायों और बछड़ों के साथ होली खेली।
— ANI_HindiNews (@AHindinews) March 4, 2026
(सोर्स: गोरखनाथ मंदिर) pic.twitter.com/b5Crv5Coiy
યુપીના CMએ ગૌશાળામાં ઉજવી હોળી
આજે ધૂળેટી-હોળીના દિવસે શ્રી બાંકે બિહારી મંદિરમાં ખાસ ઉજવણી થઈ રહી છે. અહીં હજારો ભક્તો રંગોમાં રંગાઈને ભગવાનના દર્શન કરે છે અને ખુશીના ગીતો ગાય છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ગૌશાળામાં ગાયો અને વાછરડાઓ સાથે હોળી રમી હતી. આ દૃશ્ય ખૂબ જ હૃદયસ્પર્શી રહ્યું. તેમણે ગૌમાતાને રંગ લગાવીને આ તહેવારને વધુ પવિત્ર બનાવ્યો. હોળી-ધૂળેટીની ઉજવણીનો યોગીજીનો આ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
#WATCH | मथुरा, उत्तर प्रदेश: वृंदावन के प्रेम मंदिर के बाहर #Holi2026 मनाने के लिए लोगों की भारी भीड़ एकत्रित हुई। pic.twitter.com/MXYGWaDLdo
— ANI_HindiNews (@AHindinews) March 4, 2026
પટના, બિહાર
બિહારના પટનામાં કૃષિ મંત્રી રામ કૃપાલ યાદવે ગાંધી મેદાનમાં સ્થાનિક લોકો સાથે હોળી રમી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા 40 વર્ષથી મોર્નિંગ વોકર્સ એસોસિએશન દ્વારા આ જ સ્થળે હોળીનું આયોજન થાય છે. આજે પણ આ પરંપરા જળવાઈ છે. તેમણે સમગ્ર બિહારના લોકોને તથા ખાસ કરીને ખેડૂતોને હોળીની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે ખેડૂતો ખુશ રહે, તેમના ખેતરમાં પુષ્કળ ઉત્પાદન થાય અને બધાના જીવનમાં ખુશીઓ આવે.
#WATCH | अमृतसर, पंजाब: अमृतसर में लोग रंग, गुलाल और संगीत के साथ होली मना रहे हैं।#Holi2026 pic.twitter.com/vxSZiNPt4p
— ANI_HindiNews (@AHindinews) March 4, 2026
પંજાબ
પંજાબના અમૃતસરમાં લોકો રંગો, ગુલાલ અને સંગીત સાથે હોળી રમી રહ્યા છે. અહીંની ઉજવણીમાં લોકગીતો અને નૃત્યનો ખાસ સમાવેશ થાય છે.
#WATCH | पैंगोंग झील (14,300 ft) की जमी हुई जगह के बीच, नॉर्थ वेस्ट फ्रंटियर के ITBP सैनिकों ने वाइब्रेंट गांवों के लोगों के साथ होली मनाई। स्थानीय बच्चों ने एक शानदार सांस्कृतिक प्रस्तुति पेश की, जिससे ऊंचाई पर हो रहे जश्न में रंग और जोश भर गया: ITBP
— ANI_HindiNews (@AHindinews) March 4, 2026
(सोर्स: ITBP) pic.twitter.com/WxmbKUv1dg
ITBPના જવાનોએ પેંગોંગ લેક પર ગામ લોકો સાથે કરી ઉજવણી
પેંગોંગ તળાવ (14,300 ફૂટ) ના થીજી ગયેલા ભૂપ્રદેશ વચ્ચે, ઉત્તર પશ્ચિમ સરહદના ITBP સૈનિકોએ ગામડાઓના લોકો સાથે હોળીની ઉજવણી કરી. સ્થાનિક બાળકોએ અદ્ભુત સાંસ્કૃતિક પ્રદર્શન રજૂ કર્યું, જેનાથી ઊંચાઈ પર ઉજવણીમાં રંગ અને ઉત્સાહ ઉમેરાયો:
सभी देशवासियों को मेरी ओर से होली की हार्दिक शुभकामनाएं।
— President of India (@rashtrapatibhvn) March 4, 2026
रंगो का यह त्योहार लोगों के जीवन में प्रेम और आशा का संचार करता है तथा आपसी एकता व भाईचारे को मजबूत करता है। मेरी कामना है कि यह पर्व सबके जीवन में खुशियां लेकर आए और हम सब मिलकर एक विकसित राष्ट्र के निर्माण में योगदान…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પાઠવી શુભેચ્છા
મારા બધા દેશવાસીઓને હોળીની હાર્દિક શુભેચ્છાઓ. રંગોનો આ તહેવાર લોકોના જીવનમાં પ્રેમ અને આશા લાવે છે અને એકતા અને ભાઈચારાને મજબૂત બનાવે છે. હું ઈચ્છું છું કે આ તહેવાર દરેકના જીવનમાં ખુશીઓ લાવે અને સાથે મળીને આપણે એક વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપીએ.
Happy Holi!
— Vice-President of India (@VPIndia) March 4, 2026
This beautiful festival celebrates the triumph of good over evil and the arrival of spring, symbolising renewal, hope, and the vibrant spirit of our civilization.
Deeply rooted in our rich traditions, Holi reflects brotherhood, mutual respect, and shared joy that… pic.twitter.com/ymbShnJUwa
ઉપરાષ્ટ્રપતિએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
આ સુંદર તહેવાર અનિષ્ટ પર સારાના વિજય અને વસંતના આગમનની ઉજવણી કરે છે, જે આપણી સભ્યતા માટે એક નવી શરૂઆત, આશા અને ઉત્સાહનું પ્રતીક છે. આપણી સમૃદ્ધ પરંપરાઓમાં ઊંડે સુધી મૂળ ધરાવતી, હોળી ભાઈચારો, પરસ્પર આદર અને સહિયારા આનંદનું પ્રતિનિધિત્વ કરે છે જે આપણા સમાજના તાણાવાણાને મજબૂત બનાવે છે. હોળીના રંગો દરેક હૃદયને આનંદ અને નવી ઉર્જાથી ભરી દે. આ તહેવાર આપણને સારાપણું ફેલાવવા અને વધુ સમાવિષ્ટ, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ભારત માટે સાથે મળીને કામ કરવા પ્રેરણા આપે.
होली का त्योहार पूरे माहौल में नई ऊर्जा भर देता है। यही इस उत्सव की बड़ी विशेषता है। हर तरफ जिस प्रकार खुशियों के रंग बिखरे नजर आते हैं, वो हर किसी को उल्लास और आनंद से सराबोर कर जाता है।
— Narendra Modi (@narendramodi) March 4, 2026
उद्भिन्नस्तबकावतंससुभगाः प्रे खन्मरुन्नर्तिताः
पुष्पोद्गीर्णपरागपांशुललसत्पत्रप्रकाण्ड… pic.twitter.com/5EmaAH5mNV
PM મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા
ત્યારે પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા x (ટ્વીટર) પર સંસ્કૃતમાં શ્લોક લખીને દેશવાસીઓને હોળી-ધૂળેટીની શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર દેશવાસીઓને હોળી-ધૂળેટીના તહેવારની શુભકામના પાઠવતા લખ્યું કે હોળીનો તહેવાર સમગ્ર વાતાવરણમાં નવી ઊર્જા અને ઉત્સાહ ભરી દે છે. ખુશીઓના રંગો ચારે બાજુ બિખરાઈને દરેકને આનંદથી ભીંજવી દે છે. એક સુંદર સંસ્કૃત શ્લોક ઉદ્ધૃત કરીને તેમણે તહેવારની વિશેષતા વર્ણવી. તેમણે કામના વ્યક્ત કરી કે આ તહેવાર રંગ-ઉમંગથી ભરપૂર રહે, દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા સફળતાના રંગોની વર્ષા થાય.
પ્રધાનમંત્રી મોદીએ સંસ્કૃત શ્લોક લખી હોળી-ધૂળેટીની શુભકામના પાઠવી
उद्भिन्नस्तबकावतंससुभगाः प्रे खन्मरुन्नर्तिताः
पुष्पोद्गीर्णपरागपांशुललसत्पत्रप्रकाण्ड त्विषः।
गम्भीरक्रमपञ्चमोन्मदपिकध्वानोच्छलद्गीतयः
प्रत्युज्जीवितमन्मथोत्सव इव क्रीडन्त्यमू भूरुहः॥
હોળીનો આ તહેવાર દરેક વર્ષે લોકોને એકબીજા સાથે જોડે છે, દ્વેષ ભૂલાવે છે અને પ્રેમ-સ્નેહ વધારે છે. ગુજરાતમાં રંગોત્સવ ખૂબ ઉત્સાહથી મનાવાય છે. લોકો પરિવાર-મિત્રો સાથે રંગ રમે છે, ગીતો ગાય છે અને મીઠાઈઓ ખાય છે. મુખ્યમંત્રીની પર્યાવરણ જતનની અપીલથી આ વખતે ઘણા લોકો હર્બલ અને ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરી રહ્યા છે. આનાથી પર્યાવરણને નુકસાન ઓછું થાય છે અને તહેવાર વધુ સુંદર બને છે. આ તહેવાર બધા માટે ખુશીઓ લાવે અને જીવનમાં નવી ઉર્જા ભરે તેવી શુભેચ્છા. હોળીના આ રંગો બધાના જીવનને રંગીન બનાવે અને સમાજમાં એકતા વધારે. દેશભરમાં આજે રંગોની આ ધમાલ ચાલુ છે અને લોકો ખુશીથી તહેવાર મનાવી રહ્યા છે. હોળીની આ ખુશી બધાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.
होली के पावन पर्व पर आप सभी को हार्दिक शुभकामनाएँ। यह पर्व आप सभी के जीवन में सुख, उत्तम स्वास्थ्य, समृद्धि और नई उमंग के सुंदर रंग भर दे, यही ईश्वर से कामना है।
— Rajnath Singh (@rajnathsingh) March 4, 2026
रंगों का यह उत्सव हमारे देश और समाज में एकता, सद्भाव और भाईचारे के सूत्र को और अधिक मज़बूत करे। आप सभी को सुरक्षित…
રક્ષામંત્રીએ હોળી પર્વની આપી શુભકામના
હોળીના શુભ અવસર પર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આ તહેવાર આપના જીવનમાં ખુશી, સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને નવા ઉત્સાહના સુંદર રંગો ભરી દે, એ જ મારી ભગવાનને પ્રાર્થના છે.રંગોનો આ તહેવાર આપણા દેશ અને સમાજમાં એકતા, સંવાદિતા અને ભાઈચારાના બંધનને વધુ મજબૂત બનાવે. આપ સૌને સલામત અને શુભ હોળીની શુભેચ્છા.
આનંદ, ઉલ્લાસ અને સૌહાર્દના પર્વ ધુળેટી નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 4, 2026
સૌ સાથે મળીને આ રંગોત્સવને એવી રીતે ઉજવીએ કે પર્યાવરણનું પણ જતન થાય.
રંગોનો આ તહેવાર સૌના જીવનમાં નવી આશા અને ઉત્સાહના રંગો પૂરે તથા આપણું સામાજિક જીવન પરસ્પર સ્નેહ અને મીઠાશથી મહેકતું રહે તેવી… pic.twitter.com/HciOwSK3E7
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી ધૂળેટીની શુભેચ્છા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે આ તહેવાર જન-જનના જીવનને ખુશી, સમૃદ્ધિ અને ઉલ્લાસના રંગોથી ભરી દે. હોળી અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. આ પર્વ રાગ-દ્વેષ ભૂલીને એકબીજાને સ્નેહથી મળવાનો અને સામાજિક સમરસતાનો સુંદર સંદેશ આપે છે.
મુખ્યમંત્રીએ પોતાના શુભેચ્છા સંદેશમાં કહ્યું કે, સૌએ મળીને આ રંગોત્સવ એવી રીતે ઉજવવો જોઈએ કે પર્યાવરણનું જતન થાય. રંગોનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો, પાણીનો બગાડ ન કરવો, પ્લાસ્ટિક અને કેમિકલયુક્ત રંગોથી દૂર રહેવું અને પર્યાવરણને અનુકૂળ હોળી રમવી જોઈએ.
#WATCH | दिल्ली: कांग्रेस नेत्री सुप्रिया श्रीनेत ने कहा, " होली हर्ष का, उल्लास का, सौहार्द का त्यौहार है। हमारी यही आशा और आकांक्षा है कि पूरे देश में पूरे विश्व में अमन-चैन हो, भाईचारा हो, हर्ष फैले। मेरा मानना है कि जिस तरह से युवा कांग्रेस ने सरकार को बेनकाब किया, उसकी सजा… pic.twitter.com/xNXiBqOj2d
— ANI_HindiNews (@AHindinews) March 4, 2026
કોંગ્રેસ નેતાએ આપી શુભેચ્છા
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, "હોળી એ આનંદ, ખુશી અને સંવાદિતાનો તહેવાર છે. અમારી આશા અને આકાંક્ષા એ છે કે દેશ અને દુનિયાભરમાં શાંતિ, ભાઈચારો અને ખુશી રહે. મારું માનવું છે કે યુથ કોંગ્રેસે જે રીતે સરકારનો પર્દાફાશ કર્યો તેનું પરિણામ ભોગવવું પડ્યું, પરંતુ મારું માનવું છે કે તેમણે યોગ્ય કાર્ય કર્યું અને હવે પછી પણ જો સરકાર કંઈ રાષ્ટ્રવિરોધી કરશે, તો અમે તે જ રીતે વિરોધ કરીશું."
આ પણ વાંચો:
- હોળી પછીના બીજા દિવસે રા' બનવાની વિશેષ પરંપરા, ધંધુસરમાં મહેર સમાજની અનોખી આસ્થા
- બનાસકાંઠાનું એક ગામ જ્યાં 300 વર્ષથી હોળી પ્રગટાવાતી નથી, જાણો આ ગામની રોચક કહાની
- અમદાવાદના જગન્નાથ મંદિરમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી, ઉડી અબીલ-ગુલાલની છોડો
- વલસાડ: આદિવાસી વિસ્તારમાં હોળી પર્વનો અનોખો 'ભુરકુંડે' હાટ બજાર, પરંપરા અને આસ્થાનો મહામેળો

