કાનપુરમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, ગુજરાતના ઇંસ્ટ્રક્ટર સહિત બે પાયલોટના મોત
કાનપુરમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું જેમાં ગુજરાતના પાયલોટ સહિત બે લોકોના મોત થયા છે.

Published : August 27, 2026 at 2:28 PM IST
|Updated : August 27, 2026 at 2:36 PM IST
કાનપુર: કાનપુરમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટના ગંગા બેરાજ પર ટ્રેનિંગ દરમિયાન બની હતી. દુર્ઘટનામાં ગુજરાતના ઇંસ્ટ્રક્ટર સહિત બે પાયલોટના મોત થયા છે. કાનપુર પોલીસ કમિશનર રઘુવીર લાલે બન્નેના મોતની પૃષ્ટી કરી છે. જોકે, આ દુર્ઘટના ક્યા કારણોસર સર્જાઇ તેની તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાતના ઇંસ્ટ્રક્ટરનું મોત
કાનપુરના ગંગા બેરાજ નજીક નત્થા પુરવા ગામમાં સવારે અચાનક એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર વિસ્ફોટના અવાજ સાથે એક એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાતના ઇંસ્ટ્રક્ટર સચિન ભાટિયા અને ટ્રેઇની કર્ણાટકના રહેવાસી અભિષેક પુજારીનું મોત થયું છે. બનાવની જાણ થતા જ પોલીસ કમિશનર, JCP, DCP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.
VIDEO | Kanpur, Uttar Pradesh: Trainer aircraft crashes near Ganga banks. Rescue teams at the crash site. More details are awaited.#KanpurNews #KanpurAirplaneCrash
— Press Trust of India (@PTI_News) August 27, 2026
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/eEbjXkZrsh
આ દુર્ઘટનાને લઇને પોલીસ કમિશનર રઘુવીરલાલે જણાવ્યું હતું કે દુર્ઘટના સવારે 11:30 વાગ્યે બની છે. દુર્ઘટનાની જાણ થતા જ DGCA ઓફિસને આપવામાં આવી છે. એક ચાર સીટર એરક્રાફ્ટ હતું જેમાં ઇંસ્ટ્રક્ટર અને ટ્રેઇની બેઠા હતા. તેમણે કૂલ 3 હજાર કલાક વિમાન ચલાવવાનો અનુભવ હતો. બન્ને મૃતકોના પરિવારજનોને પણ બનાવની જાણ કરવામાં આવી છે. બન્ને ગર્ગ એવિએશન ટ્રેનિંગ સેન્ટરમાંથી એરક્રાફ્ટ લઇને નીકળ્યા હતા ત્યારબાદ આ દુર્ઘટના બની હતી.
વિમાન દુર્ઘટના થઇ ત્યા કાટમાળ વિખેરાયો
કાનપુરમાં ગંગા બેરાજ પાસે જ્યાં એરક્રાફ્ટ ક્રેશ થયું હતું ત્યાં કાટમાળ વિખરાયેલો પડ્યો હતો. પોલીસ કર્મી અંદાજો લગાવી રહ્યા છે કે કઇ વસ્તુ સાથે ટકરાયા બાદ આ દુર્ઘટના સર્જાઇ હતી.
આ પણ વાંચો:

