ETV Bharat / bharat

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સુરેશ કલમાડીનું 81 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી બીમાર હતા

પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીએ લાંબી બીમારી બાદ 3:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

કોંંગ્રેસના નેતા સુરેશ કલમાડીનું નિધન
કોંંગ્રેસના નેતા સુરેશ કલમાડીનું નિધન (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 6, 2026 at 10:24 AM IST

1 Min Read
Choose ETV Bharat

પુણે: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા સુરેશ કલમાડીનું મંગળવારે સવારે 81 વર્ષની વયે નિધન થયું છે. કલમાડીની ઓફિસ તરફથી જાહેર નિવેદનમાં આ જાણકારી આપવાાં આવી છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પૂર્વ ચેરમેનની પુણેના દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. લાંબી બીમારી બાદ 3:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પુણેના પૂર્વ સાંસદ અને પૂર્વ રેલ્વે રાજ્યમંત્રી કલમાડીના પરિવારમાં તેમની પત્ની, એક પરિણીત પુત્ર, પુત્રવધૂ, બે પરિણીત પુત્રીઓ, એક જમાઈ અને પૌત્ર-પૌત્રીઓ છે. તેમનો પાર્થિવ દેહ બપોરે 2 વાગ્યા સુધી પુણેના એરંડવાને સ્થિત તેમના ઘર કલમાડી હાઉસમાં રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર પુણેના નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મારક ખાતે બપોરે 3:30 વાગ્યે કરવામાં આવશે.

કોણ છે સુરેશ કલમાડી?

સુરેશ કલમાડીએ કોંગ્રેસના શાસનકાળ દરમિયાન કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે. તેઓ રમતગમતમાં પણ સંકળાયેલા હતા. મળતી માહિતી અનુસાર,પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવની સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી. કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી તરીકે, તેમણે રેલ બજેટ પણ રજૂ કર્યું હતું. પુણેના રહેવાસી સુરેશ કલમાડી, 1960ના દાયકામાં રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (NDA)માં પ્રવેશ કર્યો અને તે બાદ ભારતીય વાયુસેનામાં પાયલોટ તરીકે જોડાયા હતા. સુરેશ કલમાડીએ લગભગ છ વર્ષ ત્યાં સેવા આપી હતી અને પછી 1974 સુધી NDAમાં ટ્રેનર પણ રહ્યા. પાકિસ્તાન સાથે બે યુદ્ધ 1965 અને 1971માં પણ તેમણે ભાગ લીધો હતો.

સંજય ગાંધી દ્વારા રાજકારણમાં પ્રવેશ્યા

સંજય ગાંધી પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીને રાજકારણમાં લાવ્યા હતા. કલમાડીએ થોડા સમય માટે મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસનું નેતૃત્વ કર્યું અને પછી 1982માં રાજ્યસભાના સભ્ય બન્યા. 1996માં તેઓ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ બન્યા હતા.

કલમાડી પર કોમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો પછી ક્લિનચીટ મળી

મહત્ત્વપૂર્ણ છે કે 2010માં દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ભ્રષ્ટાચારની ફરિયાદ મળી હતી. સુરેશ કલમાડી કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિના વડા હતા, જેને કારણે રાજકારણ ગરમાયું હતું.CBIએ 2014માં કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરી આ ઘટનામાં કોઇ ભ્રષ્ટાચાર ના થયો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: