ETV Bharat / bharat

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી, શું તકલીફ થઇ હતી?

સોનિયા ગાંધીને હાલમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ વધુ સારવાર ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી,
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી, (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 11, 2026 at 8:41 PM IST

1 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીને રવિવાર સાંજે સ્વાસ્થ્યમાં સુધારો થતા હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડૉ. અજય સ્વરૂપ દ્વારા જાહેર હેલ્થ બુલેટિનમાં જણાવાયું છે કે તેઓ સારવારને સારો રિસ્પોન્ડ કરતા તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે. છાતીમાં ઇન્ફેક્શનને કારણે શ્વાસનળીના અસ્થમામાં વધારો થયો હોવાથી સિનિયર કન્સલ્ટન્ટ ચેસ્ટ મેડિસિન ડૉ. અરૂપ બાસુની દેખરેખ હેઠળ સર ગંગા રામ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. હોસ્પિટલામાંથી રજા આપ્યા બાદ તેમને ઘરે જ સારવાર ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ પહેલા સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને 5 જાન્યુઆરીના રોજ રાત્રે 10 વાગ્યે સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને મેડિકલ તપાસમાં જાણવા મળ્યું કે ઠંડા હવામાન અને પ્રદૂષણની સંયુક્ત અસરોને કારણે તેમનો શ્વાસનળી અસ્થમા થોડો વધુ ખરાબ થયો હતો. સાવચેતીના ભાગરૂપે, તેમને વધુ દેખરેખ અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને એન્ટિબાયોટિક્સ અને અન્ય સહાયક દવાઓ આપવામાં આવી રહી છે, અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

મહત્ત્વપૂર્ણ છે કે, 79 વર્ષીય સોનિયા ગાંધી આ પહેલા 7 જૂન, 2025ના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાત દરમિયાન બીમાર થયા હતા, તે સમયે તેઓ શિમલામાં હતા અને તેમને શિમલાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને દિલ્હી લઇ જવામાં આવ્યા હતા અને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીને ભૂતકાળમાં પણ રૂટિ ચેકઅપ માટે સર ગંગા રામ હોસ્પિટલમાં લાવવામાં આવતા રહ્યાં છે.

આ પણ વાંચો: