ETV Bharat / bharat

પંજાબમાં સરપંચની હત્યાના આરોપીનું એન્કાઉન્ટર, અમૃતસર નજીક પોલીસ સાથે અથડામણ

પંજાબના અમૃતસરના એક ગામમાં સરપંચની હત્યાની ઘટનામાં આરોપી કથિત ગેન્ગસ્ટરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું

પંજાબમાં સરપંચની હત્યાના આરોપીનું એન્કાઉન્ટર
પંજાબમાં સરપંચની હત્યાના આરોપીનું એન્કાઉન્ટર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 7, 2026 at 8:37 AM IST

1 Min Read
Choose ETV Bharat

અમૃતસર: પંજાબના અમૃતસરના એક ગામમાં સરપંચની હત્યાની ઘટનામાં આરોપી કથિત ગેન્ગસ્ટરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. તરનતારન નજીક પોલીસ સાથે અથડામણ થઇ હતી તે બાદ ગેન્ગસ્ટરને ઠાર મરાયો હતો. આ કાર્યવાહી AGTF અને CIA તરનતારન જોઇન્ટ ઓપરેશનમાં થઇ હતી. પોલીસે સુરસિંહથી પૂરલા તરફ આવતા એક શંકાસ્પદ વ્યક્તિને રોકાવાનો ઇશારો કરતા જ તેને ફાયરિંગ શરૂ કર્યું હતું.

પોલીસે શખ્સને ઉભા રહેવા કહેતા જ ફાયરિંગ કર્યું

ગેન્ગસ્ટરે ચલાવેલી ગોળી પોલીસ જવાનને લાગી હતી પરંતુ બુલેટ પ્રૂફ જેકેટ પહેરેલું હોવાને કારણે તે બચી ગયો હતો. તે બાદ પોલીસે જવાબી ફાયરિંગ કરતા તે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યા ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ગેન્ગસ્ટરની ઓળખ કથુનાંગલના હરનૂર સિંહ ઉર્ફ નૂરના રૂપમાં થઇ છે. તે આફ્રિદી અને પ્રભ દાસૂવાલનો નજીકનો હતો. ઘટનાસ્થળે પહોંચેલા DIG સ્નેહદીપ શર્માએ જણાવ્યુ કે બલ્ટોહાના સરપંચ ઝરમલ સિંહને મારનારો ગેન્ગસ્ટર આફ્રિદી અને પ્રભ દાસૂવાલનો સાથી જ હતો, જેને AGTF અને CIA સ્ટાફ તરનતારને જોઇન્ટ સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.

લગ્ન સમારંભમાં સરપંચની કરવામાં આવી હતી હત્યા

આમ આદમી પાર્ટીના નેતા અને ગામના સરપંચ ઝરમલ સિંહની 4 જાન્યુઆરીએ એક લગ્ન સમારંભમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી હતી. પોલીસ અનુસાર, તરનતારન જિલ્લાના વલટોહા ગામના રહેવાસી ઝરમલ સિંહ અમૃતસરમાં એક લગ્ન સમારંભમાં સામેલ થવા પહોંચ્યા હતા ત્યારે કેટલા અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: