બંગાળમાં ચૂંટણી પછી હિંસા સામે ચૂંટણી પંચની કડક કાર્યવાહી, કાર્યવાહી કરવાનો આપ્યો આદેશ
સંવાદદાતા સંતુ દાસના અહેવાલ મુજબ, ચૂંટણી પંચે રાજ્યમાં થતી કોઈપણ પ્રકારની હિંસા સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

Published : May 6, 2026 at 9:15 AM IST
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ રાજ્યના વિવિધ ભાગોમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના અનેક કાર્યાલયોમાં તોડફોડ અને આગચંપીના અહેવાલો બાદ, ચૂંટણી પંચ (ECI) એ સંબંધિત કાયદા અમલીકરણ એજન્સીઓને આવી કોઈપણ તોડફોડ અટકાવવા નિર્દેશ આપ્યો છે.
ચૂંટણી પંચે રાજ્યના વિવિધ ભાગોમાં આવી કોઈપણ ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવા પણ કહ્યું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કેસરિયો લહેરાયા બાદ TMCએ મોટો આરોપ લગાવ્યો છે. TMCએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપે તેના કાર્યકરોને પાર્ટી ઓફિસમાં તોડફોડ કરવા મોકલ્યા છે.
પશ્ચિમ બંગાળના અલગ અલગ ભાગમાં TMC પાર્ટી કાર્યકરો પર કથિત હુમલા અને તોડફોડના સમાચારનો ઉલ્લેખ કરતા ચૂંટણી પંચના સૂત્રોએ ETV ભારતને જણાવ્યું હતું કે ચૂંટણી પંચે આ સંદર્ભમાં કડક સૂચનાઓ જાહેર કરી છે. સૂત્રોએ કહ્યું, 'તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઇ પણ સંજોગોમાં આ પરિસ્થિતિની મંજૂરી આપવી ના જોઇએ.'
The BJP has exposed its true face the moment it came to power. In Jalpaiguri Ward 14, BJP-backed miscreants have unleashed vandalism at our Trinamool Congress party office.
— All India Trinamool Congress (@AITCofficial) May 5, 2026
This destruction and deliberate attempt to create unrest is the real face of the BJP. pic.twitter.com/2xrIPsoZjZ
તેઓએ ઉમેર્યું હતું કે ચૂંટણી પંચે કોઈપણ પ્રકારની તોડફોડ અટકાવવા પર ભાર મૂક્યો છે. એવું માનવામાં આવે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચૂંટણી પંચના આદેશો અનુસાર સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની 500 કંપનીઓ બંગાળમાં તૈનાત કરવામાં આવી છે. નોંધપાત્ર રીતે, ચૂંટણી પંચે અગાઉ કહ્યું હતું કે તે ચૂંટણી પછીની કોઈપણ હિંસાને રોકવા માટે રાજ્યની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખશે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, "કોઈપણ હિંસાના કૃત્યમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે." ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું હતું કે હિંસાના પ્રયાસ અથવા કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગેની કોઈપણ માહિતી તાત્કાલિક હેલ્પલાઈન નંબર 1800-345-0008 પર આપી શકાય છે. જોકે, ચૂંટણી પરિણામો પછી TMCના કાર્યાલયમાં તોડફોડ બાદ, મમતા બેનરજીની પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે.
X પર એક પોસ્ટમાં TMCએ કહ્યું હતું કે ભાજપની હરમદ બહિનીએ બીરભૂમના નાનુરમાં ધોળા દિવસે રસ્તા પર તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યકરની હત્યા કરી હતી. તેઓ આ રીતે ઉજવણી કરે છે. તેમની જીત આ રીતે દેખાય છે અને બંગાળમાં શાંતિ અને સુરક્ષાના નામ પર ભારે ખર્ચે તૈનાત હજારો કેન્દ્રીય દળો ક્યાં છે? ઉભા છે, જોઇ રહ્યા છે. હાથ બાંધેલા છે જ્યારે અમારા લોકોને રસ્તા પર કાપવામાં આવી રહ્યા છે. પાર્ટીએ પોતાના ઓફિશિયલ X હેન્ડલ પર કથિત વીડિયો શેર કરતા લખ્યુ, "આ લોહીના તરસ્યા જંગલી લોકો છે જે વગર કોઇ સજાના નશામાં મારી રહ્યા છે, ખરાબ રીતે મારી રહ્યા છે અને ડરાવી રહ્યા છે કારણ કે તેમને પાક્કી ખબર છે કે સત્તામાં કોઇ પણ તેમને નહીં રોકે. આ મોત અને વિનાશનું કલ્ચર જેને ભાજપના ગિદ્ધ આ જમીન પર નોર્મલ બનાવવા માંગે છે.'
બીજી પોસ્ટમાં,TMCએ લખ્યું, "ભાજપે સત્તામાં આવતાની સાથે જ તેનો અસલી ચહેરો બતાવી દીધો છે. જલપાઈગુડી વોર્ડ 14માં, ભાજપ સમર્થિત બદમાશોએ અમારા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી કાર્યાલયમાં તોડફોડ કરી." બીજી પોસ્ટમાં લખ્યું, "અલીપુરદ્વારના વોર્ડ નંબર 1માં, ભાજપની હરમદ વાહિનીએ એક વૃદ્ધ મહિલા પર ક્રૂરતાથી હુમલો કર્યો અને રસ્તા પર લોહીથી લથપથ છોડી દીધી. શું નરેન્દ્ર મોદી અને અમિત શાહે પોતાના કાર્યકર્તાઓને રમખાણ કરવા અને ધોળે દહાડે નિર્દોષ લોકોની હત્યા કરવાનું ફ્રી લાઇસન્સ આપી દીધુ છે?
અમિત શાહના કેન્દ્રીય દળો ક્યાં છે? એ જ ફોર્સ જે ચૂંટણી પછી "શાંતિપૂર્ણ અને હિંસામુક્ત" ચૂંટણી પછીનો સમયગાળો સુનિશ્ચિત કરવા માટે તૈનાત કરવામાં આવ્યો હતો? શું તે માત્ર આ ભગવા ગુંડાગર્દીને આસાન બનાવવ માટે છે? ભાજપનો હિંસક ચહેરો સામે આવી ગયો છે. બંગાળ આ બર્બરતાને સહન નહીં કરે. લોહીના દરેક ટીપાનો બદલો લેવામાં આવશે.'
TMCએ કહ્યું કે ભાજપની હરમદ વાહિનીને "હંગામો કરવા, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની ઓફિસમાં તોડફોડ અને આગ લગાવવા, બાઇક રેલી દરમિયાન ગાળો બોલી નારા લગાવવા અને અમારી પાર્ટીના કાર્યકર્તાઓઓ પર હુમલા કરવા માટે છોડી દેવામાં આવી છે."
આ પણ વાંચો:

