NCERT પુસ્તક કેસમાં શિક્ષણ મંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું, કહ્યું- ન્યાયપાલિકાનું સમ્માન સર્વોપરી
NCERT પુસ્તક વિવાદ કેસમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું છે.

Published : February 26, 2026 at 5:42 PM IST
|Updated : February 26, 2026 at 6:08 PM IST
જમશેદપુર: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NCERTના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રના કથિત વાંધાજનક ઉલ્લેખોને લઇને ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે અને અત્યાર સુધી છપાયેલી બધી નકલો તાત્કાલિક પાછી ખેંચવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
ન્યાયતંત્રનું સમ્માન સર્વોપરી- શિક્ષણ મંત્રી
જમશેદપુરના પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય શિક્ષણ મત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં સ્પષ્ટતા કરી કે, ન્યાયતંત્ર દેશના લોકશાહી માળખાનો એક મહત્ત્વપૂર્ણ સ્તંભ છે અને સરકાર હંમેશા તેનું સંપૂર્ણ સન્માન કરે છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું કે, NCERTના પુસ્તકમાં ન્યાયપાલિકાના ભ્રષ્ટાચાર સંબંધિત પ્રકાશિત સામગ્રી પર સરાકેર ગંભીરતાથી ધ્યાન આપ્યું છે. આ રીતની સામગ્રી પર અમને દુ:ખ છે. સરકાર ન્યાયતંત્ર પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે અને તમામ બંધારણીય સંસ્થાઓની ગરીમા જાળવવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
VIDEO | Jamshedpur: After the Supreme Court banned an NCERT textbook chapter on judicial corruption and issued contempt notices to the NCERT Director and a ministry official, Union Education Minister Dharmendra Pradhan (@dpradhanbjp) says, “We respect the judiciary, and whatever… pic.twitter.com/L97u7gK2Gp
— Press Trust of India (@PTI_News) February 26, 2026
પુસ્તકો પરત મંગાવવામાં આવી, ઘટનાની તપાસ શરૂ
કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જાણકારી આપી હતી કે સંબંધિત પાઠ્યપુસ્તકની અત્યાર સુધી છપાયેલી તમામ કોપીઓને પરત મંગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ આ ઘટનાની વિસ્તૃત તપાસ કરાવવામાં આવી રહી છે અને તેમાં સામેલ જવાબદાર લોકો વિરૂદ્ધ નિયમ અનુસાર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
ભવિષ્યમાં સમીક્ષા પ્રક્રિયાને મજબૂત કરવામાં આવશે
ધર્મેન્દ્ર પ્રધાને આશ્વાસન આપ્યું હતું કે ભવિષ્યમાં શૈક્ષણિક સામગ્રીના પ્રકાશન પહેલા સમીક્ષા પ્રક્રિયાને વધુ સુદ્રઢ કરવામાં આવશે જેથી આ પ્રકારની કોઇ ભૂલ ફરી ના થાય.
શું છે ઘટના?
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ પહેલીવાર તેના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન નવા પાઠ્યપુસ્તકમાં "ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર" વિષય પર એક વિભાગ રજૂ કર્યો હતો.
"આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા" શીર્ષક હેઠળ સુધારેલા પ્રકરણમાં અદાલતોના પદાનુક્રમ અને ન્યાયની પહોંચ સમજાવવામાં આવી છે, અને ન્યાય પ્રણાલી સામેના પડકારોને પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં ભ્રષ્ટાચાર અને કેસ બેકલૉગનો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટ (81,000), હાઇકોર્ટ (62,40,000), અને જિલ્લા અને ગૌણ અદાલતો (4,70,00,000) માં પેન્ડિંગ કેસોની અંદાજિત સંખ્યા પણ જણાવવામાં આવી હતી. આ ઘટનાને લઇને સુપ્રીમ કોર્ટના CJI નારાજ થયા હતા અને સંજ્ઞાન લીધુ હતું. સુપ્રીમ કોર્ટના સંજ્ઞાન બાદ NCERT દ્વારા આ પુસ્તકમાંથી આ પ્રકરણને હટાવવામાં આવ્યું હતું અને તમામ પુસ્તકોને પરત મંગાવવામાં આવી હતી.
આ પણ વાંચો:

