IIT હૈદરાબાદના ફાઈનલ યરના વિદ્યાર્થીને મળ્યું વાર્ષિક 2.5 કરોડ રૂપિયાનું પેકેજ, નેધરલેન્ડની આ કંપનીમાં જોડાશે
એડવર્ડ નાથન વર્ગીસને નેધરલેન્ડની એક ગ્લોબલ ટ્રેડિંગ કંપની ઓપ્ટિવરે આ સેલેરી પેકેજ આપ્યું છે.

Published : January 2, 2026 at 4:27 PM IST
હૈદરાબાદ: દર વર્ષે, ભારતમાં ઘણા યુવાનોને ચોંકાવનારા પગાર પેકેજ ઓફર થાય છે. આ ઓફરોમાં સૌથી વધુ હિસ્સો IITનો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT), હૈદરાબાદના એક વિદ્યાર્થીને આવી જ એક ઓફર મળી છે. વિદ્યાર્થીને ₹2.5 કરોડના વાર્ષિક પગાર સાથે નોકરી મળી છે.
IITની સ્થાપના બાદ સૌથી મોટું પેકેજ
IIT હૈદરાબાદમાં બીટેક ફાઇનલ યરના વિદ્યાર્થી એડવર્ડ નાથન વર્ગીસને આ ઓફર ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા તાજેતરમાં આયોજિત કેમ્પસ પ્લેસમેન્ટ દરમિયાન મળી હતી. આનાથી તે IIT હૈદરાબાદ (2008) સ્થાપના બાદ સૌથી વધુ પેકેજ મેળવનાર વિદ્યાર્થી બન્યો છે.
સમર ઇન્ટર્નશિપ બાદ મળી ઓફર
મેનેજમેન્ટ અનુસાર, IIT હૈદરાબાદમાં તાજેતરના કેમ્પસ પ્લેસમેન્ટમાં, બી.ટેક કોમ્પ્યુટર સાયન્સના અંતિમ વર્ષના વિદ્યાર્થી એડવર્ડ નાથન વર્ગીસને ગ્લોબલ ટ્રેડિંગ ફર્મ ઓપ્ટીવર તરફથી ₹2.5 કરોડના વાર્ષિક પગાર સાથે ઓફર મળી હતી. તેમને સમર ઇન્ટર્નશિપ પછી પ્રી-પ્લેસમેન્ટ તરીકે આ નોકરીની ઓફર મળી હતી. તેઓ જુલાઈમાં નેધરલેન્ડ સ્થિત કંપનીમાં જોડાય તેવી અપેક્ષા છે.
મેનેજમેન્ટે જણાવ્યું હતું કે IIT હૈદરાબાદની સ્થાપના પછી આ પહેલી વાર છે જ્યારે કોઈ વિદ્યાર્થીને આટલું મોટું પેકેજ મળ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે 2017માં, એક વિદ્યાર્થીને ₹1 કરોડના પગાર સાથે નોકરીની ઓફર મળી હતી.
મેનેજમેન્ટે વધુમાં જણાવ્યું કે તાજેતરના કેમ્પસ પ્લેસમેન્ટમાં કમ્પ્યુટર સાયન્સના બીજા એક વિદ્યાર્થીને પણ ₹1.1 કરોડના પેકેજ સાથે નોકરીની ઓફર મળી હતી. મેનેજમેન્ટે જણાવ્યું હતું કે વર્ગીસને ગ્લોબલ ટ્રેડિંગ કંપની ઓપ્ટીવરમાં બે મહિનાની ઇન્ટર્નશિપ અને તાલીમ પછી આ તક મળી હતી.
મૂળ હૈદરાબાદનો રહેવાસી છે વર્ગીસ
₹2.5 કરોડનો પગાર પેકેજ મેળવનાર એડવર્ડ વર્ગીસ મૂળ હૈદરાબાદનો છે. 7મા ધોરણથી ઇન્ટરમીડિયેટ સુધી તેને બેંગલુરુમાં અભ્યાસ કર્યો છે. વર્ગીસ માત્ર 21 વર્ષનો છે. તેણે JEE મેઇનમાં 1100 અને JEE એડવાન્સમાં 558મો રેન્ક મેળવ્યો છે. એડવર્ડે CAT પરીક્ષામાં 99.96 પર્સન્ટાઇલ પણ મેળવ્યા છે. તે પોતાની સફળતાનો શ્રેય IIT અભ્યાસક્રમના જ્ઞાન અને કોડિંગ પ્રત્યેના તેના જુસ્સાને આપે છે. તેના માતાપિતા પણ એન્જિનિયર છે.
આ પણ વાંચો:

