સલમાન ખાનના ફાર્મ હાઉસના પાડોશીને કોર્ટની ફટકાર, સોશિયલ મીડિયા પોસ્ટ હટાવવાનો નિર્દેશ
સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મ હાઉસના પાડોશી કેતન કક્કરને બોમ્બે હાઇકોર્ટે ફટકાર લગાવી હતી.

Published : June 12, 2026 at 12:45 PM IST
મુંબઇ: બોમ્બે હાઇકોર્ટે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મ હાઉસના પાડોશી કેતન કક્કરને અભિનેતા વિરૂદ્ધ પોસ્ટ કરેલા ટ્વીટ્સ અને વીડિયો હટાવવા અંગે વિચાર કરે. જસ્ટિસ શર્મિલા દેશમુખે કહ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી કોઇને પણ, પછી ભલે તે સામાન્ય નાગરિક હોય કે સેલિબ્રિટી કોઇ વ્યક્તિને બદનામ કરવા માટે વીડિયો અપલોડ કરવાનો અધિકાર મળતો નથી.
PTI અનુસાર, જસ્ટિસ શર્મિલા દેશમુખની સિંગલ બેંચે સવાલ કર્યો કે કોઇ પણ વ્યક્તિ સંબંધિત અધિકારીઓ સામે પોતાની ફરિયાદની જગ્યાએ સોશિયલ મીડિયા પર એવો કન્ટેન્ટ કેમ અપલોડ કરશે. કેતન કક્કરની પ્રોપર્ટી મહારાષ્ટ્રના નવી મુંબઇ વિસ્તારમાં પનવેલમાં સલમાન ખાનના ફાર્મ હાઉસ સાથે જોડાયેલી છે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે એક્ટરે પોતાનો ફાર્મ હાઉસ બનાવતા સમયે પર્યાવરણ સાથે જોડાયેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને પાડોશીની પ્રોપર્ટી સુધી જવાનો રસ્તો પણ રોકી દીધો હતો. કક્કરે એવો પણ દાવો કર્યો કે તેમણે આ ઘટનાને લઇને અધિકારીઓનો સંપર્ક કર્યો હતો પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહતી.
સલમાન ખાને કેતન કક્કર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે કેતન કક્કરે સોશિયલ મીડિયા પર તેના ફાર્મ હાઉસ પર એક્ટરની ગતિવિધિ સાથે જોડાયેલા વીડિયો અને અન્ય કન્ટેન્ટ અપલોડ કર્યા હતા, તેમણે દાવો કર્યો કે આ પોસ્ટ માનહાનિ કરનારી છે.
એક્ટરે કોર્ટ પાસે માંગ કરી હતી કે તે કેતન કક્કરને તેના અપલોડ કરેલા માનહાનિના વીડિયો હટાવવા અને આગળ આી ટિપ્પણી રોકવાનો આદેશ આપે. જ્યારે સિવિલ કોર્ટે એવો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો તો તે હાઇકોર્ટમાં ગયા હતા. સલમાન ખાને હાઇકોર્ટમાં પોતાની અરજીમાં કહ્યું કે કેતન કક્કર દ્વારા અપલોડ કરવામાં આવેલી પોસ્ટ પ્રકૃતિમાં અપમાનજનક હતી અને તેના વિરૂદ્ધ સાંપ્રદાયિક રીતે ઉત્તેજક હતી.
જસ્ટિસ દેશમુખે કહ્યું, 'માત્ર એટલા માટે કોઇની પાસે સોશિયલ મીડિયા એક્સેસ છે, તેનો અર્થ એવો નથી કે તે કોઇ સામાન્ય નાગરિક અથવા સેલિબ્રિટીને બદનામ કરવા માટે તેમના વિશે વીડિયો અપલોડ કરી શકે છે. સોશિયલ મીડિયા પર આવા વીડિયો કેમ અપલોડ કરવામાં આવે?
કોર્ટે એ પણ વિચાર્યું કે શું કોઈ ચોક્કસ સોશિયલ મીડિયા પોસ્ટ બદનક્ષીકારક છે કે નહીં તે નક્કી કરવામાં જ ન્યાયિક સમય બગાડવો જોઈએ અને તેથી તેને દૂર કરવી જોઈએ. બેન્ચે કેતન કક્કરને પોસ્ટ હટાવવાની સલાહ આપી અને આ મામલાની વધુ સુનાવણી 6 જુલાઈના રોજ નક્કી કરી છે.
આ પણ વાંચો:

