દારૂ કૌભાંડ કેસમાં કોર્ટની CBI પર કડક ટિપ્પણી, તપાસ અધિકારી સામે જ તપાસના આદેશ આપ્યા
દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં રાઉઝ કોર્ટે કેજરીવાલ-મનીષ સિસોદિયા સહિતના 23 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

Published : February 27, 2026 at 5:25 PM IST
નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં ચુકાદો આપનાર રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના દીકરી કે.કવિતા સહિત તમામ 23 આરોપીઓને નિર્દોષ જાહેર કરતા CBIના તપાસ અધિકારી વિરૂદ્ધ જ વિભાગીય તપાસનો આદેશ આપ્યો છે. રાઉઝ એવન્યૂ કોર્ટના સ્પેશ્યલ જજ જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ચાર્જખશીટમાં ઘણો વિરોધાબાસ છે. હજારો પાનાના ચાર્જશીટમાં જે તથ્યો રજૂ કરવામાં આવ્યા છે તે સાક્ષીઓના નિવેદનથી મેળ ખાતા નથી. ફરિયાદ પક્ષ આરોપો સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો અને ગુનાહિત ષડયંત્રના કોઇ પુરાવા મળ્યા નથી.
કોર્ટે નોંધ્યું હતું કે મનીષ સિસોદિયાએ આ કેસમાં આશરે 530 દિવસ જેલમાં વિતાવ્યા છે જ્યારે અરવિંદ કેજરીવાલ સતત બે વખત 156 દિવસ જેલમાં રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 13 સપ્ટેમ્બર 2024ના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા.
જજે સુનાવણી દરમિયાન જજે CBI પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને CBIની ચાર્જશીટ પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે CBI દ્વારા જે દસ્તાવેજ આપવામાં આવ્યા છે તે ચાર્જશીટ સાથે મેળ ખાતા નથી. મહત્ત્વપૂર્ણ છે કે કોર્ટે આરોપીઓ વિરૂદ્ધ આરોપ નક્કી કરવા અને 12 ફેબ્રુઆરીના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો.
સુનાવણી દરમિયાન, કેજરીવાલે જણાવ્યું હતું કે તેમની સામે કોઈ નોંધપાત્ર પુરાવા નથી. કેજરીવાલ તરફથી હાજર રહેલા સીનિયર વકીલ એન.હરિહરને જણાવ્યું હતું કે કેજરીવાલ સરકારી કામ કરી રહ્યા હતા. આ વાતનો કોઇ પુરાવો નથી કે કેજરીવાલે કોઇને કહ્યું હોય કે સાઉથ લૉબી પાસે પૈસા માંગો. હરિહરને કહ્યુ કે કેજરીવાલનું નામ પહેલા ત્રણ ચાર્જશીટમાં નહતું, તેમનું નામ ચોથી પૂરક ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યું હતું.
સાઉથ ગ્રુપ જેવા શબ્દોનો ઉપયોગ કરવા પર નારાજગી વ્યક્ત કરી
જજે CBI દ્વારા સાઉથ ગ્રુપ જેવા શબ્દોનો ઉપયોગ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી, તેમણે કહ્યું, મારા મનમાં એવી પણ ચિંતા હતી કે સાઉથ ગ્રુપ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાચુ નથી. જો CBI આ ચાર્જશીટ ચેન્નાઇમાં ફાઇલ કરતું તો શું સાઉથ ગ્રુપનો ઉપયોગ કર્યો હોત? આ શબ્દ કોણે બનાવ્યો?"
CBIએ કહ્યું કે, આ કેટલાક આરોપીઓ માટે સામાન્ય શબ્દ હતો તેના પર જજે કહ્યું કે અમેરિકામાં એક કેસ એટલા માટે ફગાવી દેવામાં આવ્યો કારણ કે ડોમિનિક ગ્રુપ માટે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મારૂં માનવું છે કે સાઉથ ગ્રુપ જેવા શબ્દનો ઉપયોગ ના કરવો જોઇએ.
સુનાવણી દરમિયાન કેજરીવાલ તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમના વિરૂદ્ધ કોઇ પુરતા પુરાવા નથી. કેજરીવાલ તરફથી સીનિયર વકીલ એન.હરિહરને કહ્યું હતું કે કેજરીવાલ સરકારી કામ કરી રહ્યા હતા. આ વાતના કોઇ પુરાવા નથી કે કેજરીવાલે કોઇને કહ્યું હોય કે સાઉથ લોબી પાસે પૈસા માંગો. હરિહરને કહ્યું કે કેજરીવાલનું નામ પહેલા ત્રણ ચાર્જશીટમાં નહતું, તેમનું નામ ચોથી પુરક ચાર્જશીટમાં લાવવામાં આવ્યું.
ફાઇલો તમારી સાથે વાત કરવા લાગે છે: જજની ટિપ્પણી
સુનાવણી દરમિયાન કોર્ટરૂમનો માહોલ ત્યારે ચર્ચાનો વિષય બની ગયો જ્યારે ન્યાયાધીશ જીતેન્દ્ર સિંહે કેસની ઊંડાઇ પર વાત કરી હતી. વકીલો અને ASG (એડિશનલ સોલિસિટર જનરલ)નો આભાર વ્યક્ત કરતા જજે ટિપ્પણી કરી હતી, તેમણે કહ્યું, "જ્યારે તમે કોઇ ફાઇલને આટલી ઊંડાણપૂર્વક અને વારંવાર વાંચો છો ત્યારે એક સમય આવે છે જ્યારે ફાઇલો તમારી સાથે વાત કરવાનું શરૂ કરે છે." જજનો ઇશારો કેસમાં અસંગતતાઓ અને પુરાવાના અભાવનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
CBIની કામગીરી પર સવાલ ઉઠાવ્યા
કાર્યવાહી દરમિયાન, કોર્ટે CBIના વકીલોની ઇમાનદારી પર પણ સવાલ ઉઠાવ્યો હતો. મુખ્ય વિવાદ 'કન્ફેશનલ સ્ટેટમેન્ટ' (ઇકબાલિયા નિવેદન)ને લઇને ઉભો થયો હતો. જ્યારે જજને પૂછ્યું કે આ નિવેદન અત્યાર સુધી રજૂ કેમ કરવામાં ના આવ્યું, તો CBIએ તેને 'સીલ કવર'માં હોવાની વાત કરી હતી, જેના પર જજ જીતેન્દ્રસિંહ ગુસ્સે થયા હતા અને કહ્યું, "મને હજુ સુધી આ નિવેદનની કોપી કેમ આપવામાં આવી નથી. હું તપાસ એજન્સીના વકીલો પાસેથી સંપૂર્ણ ઇમાનદારીની અપેક્ષા રાખું છું." કોર્ટે તેને પ્રક્રિયાગત ખામી અને પારદર્શિતાનો અભાવ માન્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
મહત્ત્વપૂર્ણ છે કે EDએ 21 માર્ચ 2024ના રોજ અરવિંદ કેજરીવાલની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. 10 મેએ સુપ્રીમ કોર્ટના કેજરીવાલને 1 જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા હતા જે બાદ કેજરીવાલે 2 જૂન 2024એ સરેન્ડર કર્યું હતું. કેજરીવાલની 26 જૂન 2024એ CBIએ ધરપકડ કરી હતી. EDએ 10મે 2024એ પુરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં BRS નેતા કે.કવિતા, ચનપ્રીત સિંહ, દામોદર શર્મા, પ્રિન્સ કુમાર, અરવિંદ સિંહને આરોપી બનાવવામાં આવ્યા હતા.
13 સપ્ટેમ્બર, 2024ના રોજ સુપ્રી કોર્ટે CBI કેસમાં કેજરીવાલને નિયમિત જામીન આપ્યા હતા. તે પહેલાં, 12 જુલાઇ, 2024ના રોજ, સુપ્રીમ કોર્ટે ED કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા.
આ પણ વાંચો:

