દિલ્હીમાં CJPનું ફરી વિરોધનું એલાન, સરકારે વચન પૂર્ણ ના કરતા 5 સપ્ટેમ્બરે રેલી કાઢશે
સરકાર તરફથી 25 જુલાઇએ યુવાનોને કરવામાં આવેલા વચન પૂરા ના કરવાના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)એ 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં શાંતિપૂર્ણ રેલી કાઢવાની જાહેરાત કરી છે.

Published : August 24, 2026 at 7:15 PM IST
નવી દિલ્હી: સરકાર તરફથી 25 જુલાઇએ યુવાનોને કરવામાં આવેલા વચન પૂરા ના કરવાના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)એ 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં શાંતિપૂર્ણ રેલી કાઢવાની જાહેરાત કરી છે. આ નિર્ણય કાર્યસમિતિની બેઠકમાં લેવામાં આવ્યો છે.
સંગઠન અનુસાર, માર્ચ ઇન્ડિયા ગેટથી શરૂ થઇને નવી દિલ્હી પોલીસ મુખ્યાલય તરફ આગળ વધશે. CJPએ દેશભરમાં યુવાનો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી સંગઠન અને યુવા સંગઠનોએ 5 સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટ પહોંચવા અને માર્ચમાં સામેલ થવાની અપીલ કરી છે જેમાં NEET સાથે જોડાયેલા કેસમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારો સાથે પોલીસ કાર્યવાહીથી પ્રભાવિત લોકો, વિદ્યાર્થી, યુવા સંગઠન અને દેશભરમાંથી યુવા સામેલ થશે.
બેઠકમાં કેન્દ્ર સરકાર અને ભાજપ-NDA શાસિત રાજ્યો તરફથી 25 જુલાઇના રોજ યુવાનો સાથે કરવામાં આવેલા આશ્વાસનોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. CJPએ સરકાર પાસે માંગ કરી છે કે 25 જુલાઇએ યુવાનો સાથે કરવામાં આવેલા વચન માત્ર જાહેરાત સુધી સીમિત રાખવામાં ન આવે, પણ તેણે સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવે. સંગઠને જણાવ્યું કે સરકારે યુવાનોના વિશ્વાસ અને તેમની સાથે કરવામાં આવેલા વચનની જવાબદારી નીભાવવી જોઇએ.
PRESS STATEMENT (Aug 24, 2026)
— Cockroach Janta Party - CJP (@Cockroachisback) August 24, 2026
The Cockroach Janta Party strongly condemns the Union Government’s failure to honour the commitments made to India’s youth on July 25, particularly those concerning the withdrawal of FIRs against students and protesters.
With the Government… pic.twitter.com/YlmJJiYlqc
સુપ્રીમ કોર્ટમાં FIRને લઇને પણ સવાલ
સંગઠને 18 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીનો હવાલો પણ આપ્યો હતો. CJP અનુસાર, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દેશભરમાં દાખલ FIRની યાદી આપવા કહ્યું હતું જેથી કોર્ટ તે કેસમાં ફરી એક સાથે વિચાર કરી શકે. CJPનો આરોપ છે કે તેમ છતા કેન્દ્ર સરકારે આ મુદ્દા પર સ્પષ્ટતા કરી નથી.
સરકારી સ્કૂલોની સ્થિતિ પર શિક્ષણ મંત્રીઓ પાસે જવાબ માંગ્યો
સરકારી સ્કૂલોમાં પાયાની સુવિધાઓની કમીને લઇને CJPના સંસ્થાપક અને સંયોજક અભિજીત દિપકેએ તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓને પત્ર લખીને સ્કૂલોની સ્થિતિ પર સાર્વજનિક જાણકારી આપવાની માંગ કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું કે આઝાદીના 80 વર્ષ બાદ પણ દેશની કેટલીક સરકારી સ્કૂલોમાં બાળકોને પીવાનું સાફ પાણી, શૌચાલય, યોગ્ય બેઠક રૂમ અને બેસવા માટે બેન્ચ જેવી પાયાની સુવિધાઓ પણ મળી શકી નથી.
પ્રાથમિક સુવિધાઓની કમી પર ચિંતા વ્યક્ત કરી
પત્રમાં કહેવામાં આવ્યું કે સરકારી સ્કૂલોની ખરાબ સ્થિતિ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આવી સ્થિતિમાં બાળકોને શિક્ષણ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. CJPએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે બાળકોને શિક્ષણ માટે જરૂરી પાયાની સુવિધાઓ જ ઉપલબ્ધ નથી તો દેશના વિકાસની આશા કેવી રીતે કરી શકાય. અભિજીત દિપકેએ શિક્ષણ મંત્રીઓને પૂછ્યુ કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની કેટલીક સરકારી સ્કૂલોનું નવીનીકરણ કરવામાં આવ્યું અને વર્તમાનમાં કેટલી સ્કૂલોનું સમારકામ અથવા સંપૂર્ણ નિર્માણકામની જરૂર છે. તેમણે સ્કૂલોની પ્રાથમિક સુવિધાઓની વર્તમાન સ્થિતિને સાર્વજનિક કરવાની માંગ કરી છે.
Letter to the Education Ministers of all states.
— Abhijeet Dipke (@abhijeet_dipke) August 24, 2026
The country needs to know what steps are being taken to improve govt schools. pic.twitter.com/2xZges1lCj
શિક્ષકોના કેટલા પદ ખાલી, આંકડો માંગ્યો
પત્રમાં સરકારી સ્કૂલોમાં શિક્ષકોની સ્થિતિ પર પણ જાણકારી માંગી છે. CJPએ પૂછ્યુ કે વર્તમાનમાં કેટલા શિક્ષકોના પદની જરૂર છે જેમાંથી કેટલા પદો પર ભરતી કરવામાં આવી અને કેટલા પદ ખાલી પડ્યા છે. સંગઠનનું કહેવું છે કે શિક્ષકોની જરૂર સીધી રીતે બાળકોના શિક્ષણની ગુણવત્તા સાથે જોડાયેલી છે.
સ્કૂલોના બજેટ અને ખર્ચનો હિસાબ પણ માંગ્યો
CJPએ છેલ્લા પાંચ વર્ષમાં સરકારી સ્કૂલ માટે ફાળવવામાં આવેલા બજેટ અને તેમાં ખર્ચ કરવામાં આવેલી રકમની જાણકારી પણ સાર્વજનિક કરવાની માંગ કરી છે. આ સાથે જ એમ પણ પૂછ્યુ કે દરેક બાળકને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવા માટે રાજ્યમાં અને કેટલી સરકારી સ્કૂલોની જરૂરિયાત છે.
કોમ્પ્યુટર, શૌચાલય અને રમતની સુવિધાઓની માંગી જાણકારી
CJPએ રાજ્યોને એમ જણાવવા કહ્યું છે કે કેટલી સરકારી સ્કૂલમાં પુરતા કોમ્પ્યુટર અને ડિજિટલ લર્નિંગ સુવિધાઓ છે. આ સિવાય સાફ અને કાર્યશીલ શૌચાલયો તથા બાળકો માટે યોગ્ય રમતની સુવિધાઓ અને રમત ઉપકરણનો આંકડો પણ માંગવામાં આવ્યો છે. પત્રમાં અભિજીત દિપકેએ જણાવ્યું કે આ મુદ્દો કોઇ એક રાજકીય દળ અથવા સરકાર સાથે જોડાયેલો નથી પણ બાળકોના ભવિષ્ય સાથે સંબંધિત છે. તેમનું કહેવું છે કે દરેક બાળકોને સલામત વર્ગખંડ, સ્વચ્છ પીવાનું પાણી, કાર્યાત્મક શૌચાલય, બેસવા માટે બેન્ચ અને શિક્ષણ માટે શિક્ષકોની સુવિધા હોવી જોઇએ. CJPએ શિક્ષણ મંત્રીઓને આ માહિતી જાહેર કરવા અને સરકારી શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.
આ પણ વાંચો:

