ETV Bharat / bharat

હજારો માઈલ દૂરથી ભારત આવ્યા 9 ચિત્તા, આવતાં જ કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરંટાઈન

આફ્રિકન દેશ બોત્સવાનાથી ભારત લાવવામાં આવ્યા 9 ચિત્તા. બોત્સવાનાથી આવેલા બેચમાં છ માદા અને 3 નર ચિત્તાનો સમાવેશ, કુનોમાં છોડાયા.

Etv Bharat
બોત્સવાના 9 ચિત્તા ભારત પહોંચ્યા (KUNO NATIONAL PARK MP)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 28, 2026 at 1:04 PM IST

2 Min Read
Choose ETV Bharat

શ્યોપુર: ભારતના ચિત્તા પ્રોજેક્ટમાં એક મોટી સફળતા ફરી ઉમેરાઈ ગઈ છે. એક અઠવાડિયા પછી ફરી દેશમાં ચિત્તાઓની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે ચિત્તા પ્રોજેક્ટ હેઠળ આફ્રિકાના બોત્સવાનાથી 9 ચિત્તાઓની ખેપ ચિત્તાઓના પ્રથમ ઘર મધ્ય પ્રદેશના શ્યોપુર સ્થિત કુનો નેશનલ પાર્ક પહોંચી ચૂકી છે. બોત્સ્વાનાથી આવેલા આ ચિત્તાના સમૂહમાં 6 માદા અને 3 નર છે, જેમને ભારતીય વાયુસેનાના હવાઈ જહાજથી ગ્વાલિયર લાવવામાં આવ્યા. ત્યાંથી તેમને કુનો નેશનલ પાર્કમાં છૂટા રાખવામાં આવ્યા છે. આ ચિત્તાઓને બોત્સ્વાનાથી ખાસ પાંજરામાં સુરક્ષિત રીતે લાવવામાં આવ્યા હતા.

હેલિકોપ્ટરથી પહોંચ્યા 9 ચિત્તા

કુનો નેશનલ પાર્કમાં બોત્સ્વાનાથી આવેલા 9 ચિત્તાનું ઝૂંડ પહોંચ્યા બાદ ભારતમાં ચિત્તા પ્રોજેક્ટના ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાઈ ગયો છે. 2022માં પ્રથમ વખત ભારતની ધરતી પર ચિત્તાઓની વાપસી થઈ હતી. આ પછીથી સતત ચિત્તાઓના વધવાનો સફર ચાલુ છે. શનિવારે સવારે લગભગ 9.30 વાગ્યે હેલિકોપ્ટરથી ચિત્તાઓની ખેપ બોત્સ્વાનાથી ગ્વાલિયર એરબેઝ પર પહોંચી હતી.

કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કર્યું ચિત્તાઓનું સ્વાગત

બોત્સવાનાથી આવેલા ચિત્તાઓમાં 6 માદા અને 3 નર ચિત્તા છે. જેમને ભારતની આબોહવા અને વાતાવરણમાં ઢળવા માટે પાર્કમાં ક્વોરંટાઈન કરવામાં આવ્યા છે. આ ચિત્તાઓનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. ભારતમાં આવેલ આ ચિત્તાઓનું સ્વાગત કરવા પોતે કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ કુનો નેશનલ પાર્ક પહોંચ્યા હતા જ્યાં તેમણે ક્વોરંટાઈન માટે બનાવેલા ખુલ્લી જગ્યામાં 2 ચિત્તાઓને છોડ્યા હતા.

કુનોમાં ચિત્તાની સંખ્યામાં થયો વધારો

નવા ચિત્તાના આવવાથી હવે ભારતમાં ચિત્તાઓની સંખ્યા વધીને 48 થઈ ગઈ છે. અત્યાર સુધી કુનો નેશનલ પાર્કમાં 36 ચિત્તા હતા, જેમાં 26 પુખ્ત અને 10 શાવક હતા. પુખ્તોમાં 14 નર ચિત્તા અને 12 માદા ચિત્તા રહે છે. ત્યારે હવે 9 નવા પુખ્ત ચિત્તાઓના આવવાથી કુનોમાં કુલ 45 પુખ્ત ચિત્તા થઈ ગયા છે, ત્યારે નર ચિત્તાઓની સંખ્યા 17 અને માદા ચિત્તાઓની સંખ્યા 18 થઈ ગઈ છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના ગાંધી સાગર અભયારણ્યમાં પણ 3 ચિત્તા શિફ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

ફેબ્રુઆરી મહિનામાં જ ચિત્તા પ્રોજેક્ટ માટે આ બીજા ખુશીના સમાચાર છે. આ પહેલાં તાજેતરમાં જ કુનોમાં રહેતી માદા ચિત્તા ગામિનીએ શાવકોને જન્મ આપ્યો હતો. પહેલાં 3 શાવક જન્મ્યાની જાણકારી સામે આવી હતી. પરંતુ શુક્રવારે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ચોથા ચિત્તા શાવકની અધિકારિક જાણકારી સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી.

આ પણ વાંચો:

કુનો નેશનલ પાર્કમાંથી માદા ચિતા વીરા ભાગીને પહોંચી ગ્વાલિયર, વન વિભાગ લાગ્યું ધંધે - GWALIOR FEMALE CHEETAH VEERA

Kuno National Park: સાત ચિત્તા છોડવામાં આવશે, ઉચ્ચ સ્તરીય સમિતિનો મોટો નિર્ણય