ETV Bharat / bharat

CEC વિરુદ્ઘ દિલ્હીમાં INDIA ગઠબંધનનું સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ રાજઘાટ પહોંચી બાપુની સમાધીને નમન કર્યા

કોંગ્રેસ તેમજ તેના સહયોગી પક્ષો ત્રણ દિવસથી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે રાજઘાટ માટે રવાના થયા
રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે રાજઘાટ માટે રવાના થયા (PTI)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 8, 2026 at 6:22 PM IST

|

Updated : October 8, 2026 at 6:32 PM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: ચીફ ઇલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, તેમજ INDIA ગંઠબંધનના નેતાઓ વિરોધ પ્રદર્શન કરવા માટે રાજઘાટ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે શાંતિપૂર્વક મહાત્મા ગાંધીની સમાધીને નમન કર્યા હતા અને ત્યાર બાદ પરત ફર્યા હતા. જેના કારણે રાજઘાટ પર કોંગ્રેસ કાર્યકરો પણ મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. ઉલ્લેખનીય છે કે ભારતીય ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શનનો આજે ત્રીજો દિવસ છે અને કોંગ્રેસ તેમજ તેના સહયોગી પક્ષો ત્રણ દિવસથી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આજે સવારે INDIA ગંઠબંધનના સાંસદો કનોટ પ્લેસ ખાતે લંચ માટે એકત્ર થયા હતા અને ત્યાર બાદ રાજઘાટ ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે રવાના થયા હતા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુગોપાલ, જયરામ રમેશ, વિવેક તનખા, મુનિકમ ટાગોર, જોથીમણી, રાજીવ શુક્લા અને દિપેન્દર હુડ્ડા સાથે આ બીજી વખત લંચ આયોજીત કર્યું હતું.

આ બેઠકમાં એવા સહયોગી પક્ષોએ પણ ભાગ લીધો હતો જેઓ બુધવારની બેઠકમાં ગેરહાજર હતા; તેમાં સમાજવાદી પાર્ટી, શિવસેના-UBT અને NCP-SCPનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, TMCના અભિષેક બેનર્જી, RJDના મનોજ ઝા અને સુધાકર સિંહ, CPI(M)ના જ્હોન બ્રિટાસ તથા CPIના પી. સંતોષ પણ ઉપસ્થિત રહ્યા હતા. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંગ સુખુ અને તેલંગાણાના મુખ્યમંત્રી એ.રેવન્થ રેડ્ડી પણ વિરોધ પક્ષોની બેઠકમાં સામેલ હતા.

'ઇન્ડિયા' (INDIA) ગઠબંધન મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો જ્ઞાનેશ કુમાર સામે મતદાર યાદીઓની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયામાં અનિયમિતતાઓના આક્ષેપો કરી રહ્યા છે.

ખડગેએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષ મહાત્મા ગાંધી મેમોરિયલ ખાતે શાંતિપૂર્ણ રીતે દેખાવો કરશે અને ત્યાં બેસીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે. તેમણે આક્ષેપ કર્યો કે 'મતની ચોરી', મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ જનતાને અસર કરી રહ્યા છે અને સરકાર સ્વતંત્રતા તથા મતદાનના અધિકારોને નબળા પાડી રહી છે.

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

લોકસભમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રાજ્યસભા અને લોકસભાના લગભગ 300 સાંસદ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવા ઇચ્છે છે. 2 દિવસથી અમને વિરોધ પ્રદર્શન કરવામાં દેવામાં નથી આવી રહ્યું. ગઇકાલે અમને જંતર-મંતર પર રોકવામાં આવ્યા, અમારા કાર્યકરોને માર મારવામાં આવ્યો. સત્ય એ છે કે વડાપ્રધાન મોદી, અમિત શાહ, જ્ઞાનેશ કુમાર, મોહન ભાગવતે કાવતરુ ઘડીને હિન્દુસ્તાનને હાઇજેક કર્યું છે. સંવિધાનને નષ્ટ કર્યું છે, વોટ ચોરી કરી છે. આ લોકો સામે કાર્યવાહી થશે અને તેમને સજા આપવામાં આવશે એ અમારી ગેરન્ટી છે.

આ પણ વાંચો:

જંતર-મંતર પ્રદર્શન સ્થળે જઈ રહેલા રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદોની પોલીસે અટકાયત કરી

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે FIR નોંધાઈ, દિલ્હી પોલીસે આ મામલે કરી કાર્યવાહી

Last Updated : October 8, 2026 at 6:32 PM IST