ETV Bharat / bharat

CCSએ પશ્ચિમ એશિયામાં ફસાયેલા ભારતીયોની મદદ માટે પગલાં ભરવાનો આપ્યો આદેશ

CCSએ પશ્ચિમ એશિયામાં પ્રવાસી ભારતીય સમુદાયની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા દુશ્મનાવટનો જલ્દી અંત લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 2, 2026 at 10:19 AM IST

1 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રવિવારે મોડી રાત્રે યોજાયેલી સુરક્ષા મામલાઓની કેન્દ્રીય કેબિનેટ સમિતિ (CCS)ની બેઠકમાં પશ્ચિમ એશિયાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી. સમિતિએ તમામ સંબંધિત વિભાગોને અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષથી પ્રભાવિત ભારતીય નાગરિકોની મદદ માટે જરૂરી પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. CCS એ દુશ્મનીનો ઝડપથી અંત લાવવા અને વાતચીત તથા કૂટનીતિ તરફ પરત ફરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

એક અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે CCSની બેઠક પશ્ચિમ એશિયામાં બની રહેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે યોજાઈ હતી અને તેમને 28 ફેબ્રુઆરીએ ઈરાનમાં હવાઈ હુમલા અને તે પછી અનેક ખાડી દેશોમાં ઈરાની હુમલા સહિત વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે CCS એ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીય સમુદાયની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. CCS એ આ વિસ્તારમાં આવન-જાવન કરતા ભારતીય પ્રવાસીઓ અને પૂર્વનિર્ધારિત પરીક્ષાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીઓ તેમજ વિસ્તારની સુરક્ષા અને આર્થિક તથા વાણિજ્યિક પ્રવૃત્તિઓ પર તેના મોટા પ્રભાવની પણ સમીક્ષા કરી હતી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "CCS એ તમામ સંબંધિત વિભાગોને આ ઘટનાઓથી પ્રભાવિત ભારતીય નાગરિકોની મદદ માટે જરૂરી અને શક્ય પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. આમાં દુશ્મનાવટનો ઝડપથી અંત લાવવા અને વાતચીત તથા કૂટનીતિ તરફ પરત ફરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો."

CCSની બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વડાપ્રધાનના મુખ્ય સચિવ P.K મિશ્રા અને શક્તિકાંત દાસ, CDS જનરલ અનિલ ચૌહાન, કેબિનેટ સચિવ T.V સોમનાથન અને વિદેશ સચિવ વિક્રમ મિસરી હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:

  1. PM મોદીએ બોલાવી CSSની ઈમરજન્સી બેઠક, ઈરાન સંકટ પર ભારત લઈ શકે મોટો નિર્ણય!
  2. 'અમે અસંખ્ય ઇઝરાયલી અને અમેરિકનોની હત્યા માટે જવાબદાર વ્યક્તિને ખતમ કરી દીધો': ઈઝરાયલના રાજદૂત
  3. લાઈવ US-Israel Iran War: ટ્રમ્પની જાહેરાત- ઇરાન પર હુમલા ચાલુ રહેશે, ઇઝરાયેલે લેબેનોનમાં મોટો હુમલો કર્યો
  4. આયતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ પર કાશ્મીરમાં ભારે વિરોધ પ્રદર્શન, આજે ઘાટીમાં બંધનું એલાન