નાગપુરની SBL એનર્જી ફેક્ટરીમાં પ્રચંડ ધડાકો, મૃત્યુઆંક 17 થયો, ફડણવીસ સરકારે 5-5 લાખની સહાયની કરી જાહેરાત
મહારાષ્ટ્રના નાગપુરમાં SBL એનર્જી લિમિટેડમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે, અને 18 લોકોને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા છે.

Published : March 1, 2026 at 11:33 AM IST
|Updated : March 1, 2026 at 1:06 PM IST
નાગપુર (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં રવિવારે એક ભયાનક વિસ્ફોટની ઘટના સામે આવી. કટોલ તાલુકાના રાઉળગાંવ ખાતે આવેલી SBL એનર્જી લિમિટેડ નામની કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 17 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 18 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ એટલો ભીષણ હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો . ધડાકાની તીવ્રતા એટલી હતી કે ફેક્ટરીનું માળખું ધરાશાયી થઈ ગયું હતું અને એક કિલોમીટર સુધી કાટમાળના ટુકડાઓ વિખરાયેલા પડ્યા હતા. વિસ્ફોટ બાદ તુરંત આગ પણ લાગી હતી
#WATCH महाराष्ट्र | नागपुर में SBL एनर्जी लिमिटेड में हुए धमाके में 17 लोगों की मौत हो गई और 18 गंभीर रूप से घायल हो गए।
— ANI_HindiNews (@AHindinews) March 1, 2026
NDRF और SDRF की टीमें मौके पर मौजूद हैं। pic.twitter.com/4k5WxfN1x3
રાહત અને બચાવ કામગીરી
ઘટનાની જાણ થતાં જ પોલીસ, દમકલ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બચાવ કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે અને કાટમાળ નીચે વધુ લોકોના દબાઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેથી મૃત્યાંક વધવાની સંભાવના છે.
#WATCH महाराष्ट्र | एक चश्मदीद ने कहा, " मैंने जितने लोगों को निकाल सका, निकालने की कोशिश की... हमने उन्हें बचाने के लिए अपनी कारों में बिठाया..." https://t.co/wh2NiQAKqf pic.twitter.com/LTSMc03wAA
— ANI_HindiNews (@AHindinews) March 1, 2026
શક્ય તેટલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો
એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, "મેં શક્ય તેટલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો... અમે તેમને બચાવવા માટે અમારી ગાડીઓમાં બેસાડ્યા..."
मुख्यमंत्री देवेंद्र फडणवीस ने घोषणा की है कि राज्य सरकार नागपुर जिले के राउलगांव में एक विस्फोटक फैक्ट्री में हुए धमाके में मारे गए लोगों के परिजनों को 5 लाख रुपये की आर्थिक मदद देगी। इसके अलावा, संबंधित कंपनी भी उनके परिवारों को आर्थिक मदद देगी: महाराष्ट्र CMO
— ANI_HindiNews (@AHindinews) March 1, 2026
રાજ્ય સરકારે પીડિતોના પરિવારજનો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મહારાષ્ટ્ર મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવાયું છે કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર નાગપુર જિલ્લાના રાઉલગાંવમાં વિસ્ફોટકોની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં જીવ ગુમાવેલાા લોકોના પરિવારોને ₹5 લાખની નાણાકીય સહાય આપશે. વધુમાં, કંપની તેમના પરિવારોને પણ નાણાકીય સહાય પૂરી પાડશે.
Nagpur, Maharashtra: An explosion occurred at the SBL company, which manufactures gunpowder, detonators, and other explosives, near Raulgaon in Katol Taluka, about 40 km from Nagpur. The blast triggered a fire at the site. Rescue operations are currently underway, and around 15… pic.twitter.com/CT4syadTDs
— IANS (@ians_india) March 1, 2026
વિસ્ફોટનું કારણ અને તપાસ
હજુ સુધી વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. નાગપુર ગ્રામીણ પોલીસ અધિકારક્ષેત્ર હેઠળ આવતા આ પરિસરમાં થયેલા વિસ્ફોટના કારણો અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે . સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
આ પણ વાંચો:

