ETV Bharat / bharat

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટથી બહાર થયા ચંપત રાય, સદસ્ય અનિલ મિશ્રાનું રાજીનામું પણ સ્વીકારાયું

બેઠકમાં ખચાનચી ગોવિંદ ગિરીએ મંદિર ટ્રસ્ટની વ્યવસ્થામાં ખામીઓની વાતને સ્વીકારી. કૃષ્ણ મોહમ વચગાળાના મહામંત્રી.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટથી બહાર થયા ચંપત રાય, સદસ્ય અનિલ મિશ્રાનું રાજીનામું પણ સ્વીકારાયું
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટથી બહાર થયા ચંપત રાય, સદસ્ય અનિલ મિશ્રાનું રાજીનામું પણ સ્વીકારાયું (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 6, 2026 at 9:03 PM IST

1 Min Read
Choose ETV Bharat

અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોમવારે દાનમાં ગેરરીતિના આરોપોને પગલે ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારી લીધા.

કૃષ્ણ મોહનને મંદિર ટ્રસ્ટના વચગાળાના મહામંત્રી તરીકે વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ટ્રસ્ટની ત્રણ કલાકની બેઠક બાદ ખજાનચી ગોવિંદ ગિરીએ પત્રકારોને આ માહિતી આપી હતી.

મંદિરના દાનમાં ગેરરીતિના પરિણામોની ચર્ચા કરવા માટે બેઠક બપોરે 3.15 વાગ્યે રામ જન્મભૂમિ સંકુલની અંદરના ગેસ્ટ હાઉસમાં શરૂ થઈ હતી, જેમાં ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ સહિત નવ કાયમી સભ્યોમાંથી સાત સભ્યો હાજર હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, રાય અને મિશ્રા બેઠકમાં હાજર રહ્યા ન હતા.

બેઠક સાંજે લગભગ 6.30 વાગ્યે પૂર્ણ થઈ

ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ મંદિર ટ્રસ્ટની વ્યવસ્થામાં ખામીઓ સ્વીકારી અને કહ્યું કે રામ મંદિરમાં દાનની કથિત ચોરીથી લાખો ભક્તોને ભારે દુઃખ થયું છે.

દાનની કથિત ચોરીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, "લાખો રામ ભક્તોને દુઃખ થયું છે," અને ટ્રસ્ટના સંચાલનમાં ખામીઓનો સ્વીકાર કર્યો.

બેઠકની અધ્યક્ષતા મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે ગોવિંદે કાર્યસૂચિ રજૂ કરી હતી. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સભ્ય ડૉ. અનિલ મિશ્રા બેઠકમાંથી ગેરહાજર હતા.

હાજર રહેલાઓમાં ટ્રસ્ટના સભ્યો વિશ્વ તીર્થ પ્રસનાચાર્ય, સ્વામી પરમાનંદ ગિરી, જગદગુરુ બાસુદેવાનંદ સરસ્વતી, કૃષ્ણ મોહન, મહંત દિનેન્દ્ર દાસ, જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક ત્રિપાઠી (પદાધિકાર સભ્ય), વિશ્વ હિન્દુ પરિષદના નેતા દિનેશ ચંદ્ર અને મહંત કમલ નયન દાસ ખાસ આમંત્રિત તરીકે હાજર રહ્યા હતા.

ટ્રસ્ટના સંયોજક કે. પરસન, મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદ, કેન્દ્રીય સચિવ પ્રશાંત લોખંડે અને મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો:

  1. રામ મંદિર દાન વિવાદથી સબક લઈ તિરુપતિ બાલાજીએ બદલ્યો નિયમ, હવે ICAI સંભાળશે કરોડોના ખજાનાનો હિસાબ
  2. અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડ કેસમાં FIR દાખલ, SITની તપાસ બાદ એક્શન