ETV Bharat / bharat

ભાજપ છોડવાના સમાચાર વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ, જાણો શું ચર્ચા થઇ

તમિલનાડુ ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ અધ્યક્ષ કે અન્નામલાઇએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત કરી હતી.

ભાજપ છોડવાના સમાચાર વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ
ભાજપ છોડવાના સમાચાર વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 2, 2026 at 1:25 PM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: તમિલનાડુ ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ અધ્યક્ષ કે અન્નામલાઇએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત કરી હતી, તેમણે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ સાથે પણ મુલાકાત કરી હતી. મહત્ત્વપૂર્ણ છે કે અન્નામલાઇના ભારતીય જનતા પાર્ટી છોડવાની ચર્ચાઓ ચાલી રહી હતી, તેની સાથે સાથે સોશિયલ મીડિયા પર એવી પણ અફવાઓ ઉડી હતી કે તે નવી રાજકીય પાર્ટી બનાવી શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાર્ટી નેતૃત્ત્વએ તેમને કહ્યું કે ભાજપે તેમની યોગ્યતા અનુસાર તેમને જવાબદારી સોપી છે અને આગળ પણ આવી જવાબદારી સોપવામાં આવશે. આ પહેલા સોમવારે જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ વિશે પૂછવામાં આવ્યું જેમાં દાવો કરવામાં આવતો હતો કે તે પાર્ટી છોડીને નવી પોલિટિકલ પાર્ટી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે તો તેમણે કહ્યું પ્લીઝ થોડી રાહ જુઓ. અમે બે દિવસમાં બેસીને વાત કરીશું અને જે થશે તે જણાવીશું.

મળતી માહિતી અનુસાર, ગુરૂવારે 4 જૂને અન્નામલાઇના જન્મદિવસ પહેલા શહેરમાં 'અમારા નેતા, આવો અને અમારૂ નેતૃત્ત્વ કરો' જેવા નારા લગાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યમાં મોટો રાજકીય બદલાવ 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી બાદ આવ્યો છે જેને રાજ્યની રાજનીતિમાં એક ઐતિહાસિક બદલાવ કર્યો કારણ કે TVKએ પોતાની પ્રથમ ચૂંટણીમાં 108 બેઠક જીતી હતી જેને કારણે DMK અને AIADMKના દાયકા જૂના દબદબાનો અંત આવ્યો છે. જીત બાદ વિજયે રાજ્યના 13માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

મહત્ત્વપૂર્ણ છે કે અન્નામલાઇ મંગળવારે જે વાહનમાં ચેન્નાઇ એરપોર્ટ પર પહોંચ્યા તેના પર ભાજપનો ઝંડો નહતો. પૂર્વ IPS અધિકારી અન્નામલાઇ વર્ષ 2020માં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા અને તેમની લોકપ્રિયતા પણ ઘણી વધતી ગઇ હતી. તે બાદ વર્ષ 2021માં તેમણે તમિલનાડુ ભાજપના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. આ વર્ષે વિધાનસભા ચૂંટણી 2026 પહેલા પાર્ટીએ તેમણે અધ્યક્ષ પદેથી હટાવી દીધા હતા અને ચૂંટણી પ્રચારમાં પણ સીમિત કરી દીધા હતા. પાર્ટીએ તેને ચૂંટણીની ટિકિટ પણ આપી નહતી. આ કારણે આ તમામ અટકળો લગાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: