કોર્બેટને અડીને આવેલા ફાટો ટુરિસ્ટ ઝોનમાં દેખાયો દુર્લભ અલ્બિનો કપિરાજ, વન્યપ્રેમીઓમાં ઉત્સુક્તા
કોર્બેટને અડીને આવેલા ફાટો ટુરિસ્ટ ઝોનમાં એક દુર્લભ અલ્બિનો કપિરાજ જોવા મળ્યો છે. નેચર ગાઇડ મોહિત શર્માએ તેને કેમેરામાં કેદ કર્યો છે.

Published : March 2, 2026 at 11:44 AM IST
|Updated : March 2, 2026 at 12:14 PM IST
નૈનીતાલ: વિશ્વ વિખ્યાત કોર્બેટ ટાઇગર રિઝર્વને અડીને આવેલા ફાટો ટુરિસ્ટ ઝોનમાં એક દુર્લભ અલ્બિનો કપિરાજ જોવા મળ્યો છે, જેનાથી આ વિસ્તારમાં ઉત્સુકતા ફેલાઈ ગઈ છે. નેચર ગાઇડ મોહિત શર્માએ આ અનોખા અને દુર્લભ કપિરાજને કેમેરામાં કેદ કર્યો છે.
સફેદ વાળ અને લાલ આંખોવાળા આ કપિરાજે પ્રવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓ બંનેને આશ્ચર્યચકિત કર્યાા છે. વિશ્વ વિખ્યાત કોર્બેટ પાર્કને અડીને આવેલા આ વિસ્તારમાં ઘણીવાર વિવિધ પ્રકારના વન્યજીવો જોવા મળી જતાં હોય છે, પરંતુ આ રીતે અલ્બિનો મંકીને જોવો એ અત્યંત દુર્લભ ઘટના માનવામાં આવી રહી છે.

કેમ થઈ જાય છે આ કપિરાજ લાલમાંથી સફેદ ? નિષ્ણાતો માને છે કે અલ્બિનિઝમ (Albinism) એક આનુવંશિક સ્થિતિ છે, જેમાં શરીરમાં મેલાનિન નામના રંગદ્રવ્યનો અભાવ હોય છે. મેલાનિનના આ અભાવને કારણે ત્વચા, વાળ અને આંખો સામાન્ય કરતાં ઘણી આછી અથવા સફેદ દેખાય છે. આ જ કારણ છે કે આ કપિરાજનું શરીર સંપૂર્ણપણે સફેદ દેખાય છે અને તેની આંખો લાલ દેખાય છે.

કોઈ પ્રજાતિ નથી, પરંતુ એક દુર્લભ જૈવિક સ્થિતિ: નિષ્ણાતો કહે છે કે આ કોઈ અલગ પ્રજાતિ નથી, પરંતુ સામાન્ય વાંદરાઓમાં જોવા મળતી એક દુર્લભ જૈવિક સ્થિતિ છે. આ સ્થિતિ હજારમાંથી એકમાં જોવા મળે છે.
અલ્બિનો પ્રાણીઓ ઘણા પડકારોનો સામનો કરે છે: અલ્બિનો જીવ ઘણીવાર કુદરતી વાતાવરણમાં પડકારોનો સામનો કરે છે, કારણ કે તેમનો અસામાન્ય રંગ તેમને એટલે કે, તેને શિકારીઓ માટે સરળતાથી દેખાઈ જાય તેવા બનાવે છે. આ ઉપરાંત શખત તાપ અને દ્રષ્ટિ સંબંધીત સમસ્યાઓ પણ તેના માટે મુશ્કેલીનું કારણ બને છે.
"ફાટો ઝોનમાં સફારી દરમિયાન, મેં આ મંકીને ઝાડ પર ફરતા જોયો. તેના અનોખા દેખાવને જોતા, મેં તરત જ તેને કેમેરામાં કેદ કર્યો." - મોહિત શર્મા, નેચર ગાઇડ
વન્યજીવન નિષ્ણાતો માને છે કે, આવા દુર્લભ દૃશ્યો પ્રદેશની જૈવવિવિધતાને પ્રતિબિંબિત કરે છે. જોકે, આવા જીવોનું રક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ તેમના કુદરતી વાતાવરણમાં ટકી શકે. આ દુર્લભ અલ્બિનો મંકી હાલમાં પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેના કારણે વ્યાપક ચર્ચા થઈ રહી છે.

