ETV Bharat / bharat

મલ્લિકાર્જુન ખડગે, ગુજરાતના બે સાંસદો સહિત નવા ચૂંટાયેલા 8 સાંસદોએ રાજ્યસભાના સભ્ય પદના શપથ લીધા

ગુજરાતમાંથી જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝરિયા અને માનસિંહ મેરામણ પરમારે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા.

રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેતા મલ્લિકાર્જુન ખડગે
રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેતા મલ્લિકાર્જુન ખડગે (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 29, 2026 at 3:14 PM IST

1 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે અને ભાજપના નેતા તરુણ ચુઘ સહિત રાજ્યસભાના આઠ નવા ચૂંટાયેલા સાંસદોએ સોમવારે ઉપલા ગૃહના સભ્ય તરીકે શપથ લીધા.

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને નવા સભ્યોને પદના શપથ લેવડાવ્યા.

ખડગેએ રાધાકૃષ્ણનના ચેમ્બરમાં અલગથી શપથ લીધા હતા, જ્યારે અન્ય સાત સભ્યોએ રાજ્યસભા ચેમ્બરમાં શપથ લીધા હતા.

નવા રાજ્યસભા સભ્યોમાં, છ ભાજપના છે, એક કોંગ્રેસ અને એક NCPના છે.

ખડગે અને ચુઘ ઉપરાંત, છ નવા સભ્યોમાં ભાજપના નેતાઓ, જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝરિયા અને માનસિંહ મેરામણ પરમાર (ગુજરાત), એમ. નાગરાજા (કર્ણાટક), અધિકારીમાયુમ શારદા દેવી (મણિપુર) અને અલ્કા સિંહ (રાજસ્થાન) અને NCP નેતા રાજેન્દ્ર હીરાલાલ જૈન (મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.

રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, ગૃહના નેતા જે.પી નડ્ડા, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ શપથ ગ્રહણ સમારોહમાં અધ્યક્ષના ચેમ્બરની અંદર અને ગૃહમાં હાજર રહ્યા હતા.

ખડગેએ બંધારણની નકલ હાથમાં પકડીને હિન્દીમાં શપથ લીધા. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.

રાધાકૃષ્ણને નવા સભ્યોને અભિનંદન આપ્યા અને ગૃહમાં તેમનું સ્વાગત કર્યું.

આ પણ વાંચો:

  1. ચીની સેનાએ અરુણાચલમાં ભારતીય ક્ષેત્ર પર કબ્જો કર્યો, સિવિલ સોસાયટી ગ્રુપનો દાવો, કાર્યવાહીની માંગ
  2. જસપાલ રાણાના નિધનના 16 દિવસ બાદ તેમની માતા શ્યામા રાણાનું પણ નિધન, પરિવારમાં શોકનો માહોલ