ETV Bharat / bharat

35 વર્ષ બાદ કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ્ટની હત્યાનો ભેદ ઉકેલાયો, યાસીન મલિક સહિત પાંચ આરોપીઓ પર ચાર્જશીટ દાખલ

18 એપ્રિલ 1990માં શેર-એ-કાશ્મીર મેડિકલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના હોસ્ટેલ પરિસરમાંથી સરલા ભટ્ટનું JKLF આતંકવાદીઓ અપહરણ કરી આવ્યું, બીજા દિવસે ગોળીઓથી વિંધાયેલી લાશ 'મુખબીર'ના લેબલ સાથે મળી.

A file photo of SIA raid last year
A file photo of SIA raid last year (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 29, 2026 at 12:59 PM IST

2 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: જમ્મુ-કાશ્મીર પોલીસની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) એ 35 વર્ષ જૂના કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ્ટના અપહરણ અને હત્યાના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ કેસમાં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસીન મલિક સહિત 5 આરોપીઓનું નામ સામે આવ્યું છે. SIA શ્રીનગરની વિશેષ અદાલતમાં 737 પાનાની ચાર્જશીટ દાખલ કરવા જઈ રહી છે, જેમાં આ ભયાનક ઘટનાની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવશે.

તપાસમાં જાણવા મળ્યું છે કે યાસીન મલિક ઉપરાંત JKLFના ભૂતપૂર્વ વડા અબ્દુલ હમીદ શેખ, ગુલામ મોહમ્મદ તપલૂ અને મોહમ્મદ યુસુફ ઉર્ફે ઇદ્રીસ પણ આ હત્યા અને અપહરણના આયોજનમાં સામેલ હતા. જોકે, શેખ અને ઇદ્રીસનું 1990ના દાયકામાં મોત થયું હતું, જ્યારે તપલૂનું 2018માં કુદરતી કારણોસર મૃત્યુ થયું હતું. પાંચમા આરોપી ખુરશીદ અહમદ ચાલકૂ પાકિસ્તાન ભાગી ગયો હોવાનું માનવામાં આવે છે. તેની સામે અને યાસીન મલિક સામે જાહેરનામું (પ્રોક્લેમેશન)ની કાર્યવાહી થવાની સંભાવના છે.

કેસની વિગતો અનુસાર, સરલા ભટ્ટનું 18 એપ્રિલ 1990ના રોજ શ્રીનગરના સૌરા સ્થિત શેર-એ-કાશ્મીર મેડિકલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ (SKIMS)ના હોસ્ટેલ પરિસરમાંથી JKLFના આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે હોસ્પિટલથી થોડા કિલોમીટર દૂર તેમનો ગોળીઓથી ઘેરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. લાશ સાથે 'મુખબીર' (ખબર આપનાર) લખેલી ટિપ્પણી પણ મળી આવી હતી.

1990માં જ આ મામલે નિગીન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે આરોપીઓને શોધી શકાયા ન હતા. પોલીસે 2023માં આ કેસ ફરીથી ખોલ્યો અને તેને SIAને સોંપ્યો. ૨૦૨૫માં SIAએ યાસીન મલિકના શ્રીનગરના મૈસુમા સ્થિત ઘર સહિત આઠ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને તપાસ માટે આરોપી પુરાવા એકઠા કર્યા હતા. છેલ્લા એક વર્ષ દરમિયાન, તપાસકર્તાઓએ ઘટનાસ્થળનું પુનઃનિર્માણ કર્યું અને કેસ માટે સાક્ષીઓની જુબાનીઓ લીધી છે.

જણાવી દઈએ કે, યાસીન મલિકને દિલ્હીની ટ્રાયલ કોર્ટે આતંકવાદી ભંડોળના કેસમાં દોષિત ઠરાવ્યો હતો અને તેને ઉમરકેદની સજા ફટકારવામાં આવી છે. તે ૨૦૧૯થી દિલ્હીની અતિ-સુરક્ષિત તિહાડ જેલમાં બંધ છે. SIAએ હવે ૩૫ વર્ષ બાદ આ ગંભીર કેસમાં સંપૂર્ણ પુરાવાઓ સાથે ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી લીધી છે, જે આતંકવાદ સામેના કાયદાકીય સંગ્રામમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાશે.
આ પણ વાંચો...

  1. જમ્મુ કાશ્મીર: શોપિયામાં દારુલ ઉલૂમ જમાતના પૂર્વ વડાના ઘરે NIAના દરોડા, તપાસ અભિયાન શરૂ
  2. જમ્મુ-કાશ્મીર: ગુફામાં છુપાઈને બેઠેલા બે આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા