હવે ભારતીય વેચાણકારો માટે AI અને ટેકનોલોજીની પહોંચ Shiprocket દ્વારા સરળ અને શક્ય
ગુરુગ્રામ સ્થિત લોજિસ્ટિક્સ કંપની Shiprocket ચેકઆઉટ, ફુલફિલમેન્ટ, રિસ્ક અને ઇન્સાઇટ્સમાં


Published : February 18, 2026 at 12:27 PM IST
ગુરુગ્રામ સ્થિત લોજિસ્ટિક્સ કંપની Shiprocket ચેકઆઉટ, ફુલફિલમેન્ટ, રિસ્ક અને ઇન્સાઇટ્સમાં AIના ઈન્ટીગ્રેશન દ્વારા દેશભરના વેચાણકારો માટે અદ્યતન ટેકનોલોજી સરળતાથી પ્રાપ્ત બનાવવા માટેના પ્રયાસો દ્વારા પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.
નવસર્જન અને નવીનતમ નિરાકરણો સાથે ભારતની કોમર્સ ગાથાનો એક નવો અધ્યાય સર્જાઈ રહ્યો છે, જે અંતર્ગત આપણી આસપાસના ઉદ્યોગસાહસિકોથી લઈને ડિજિટલ-ફર્સ્ટ બ્રાન્ડ્સ સુધી, ભારતભરના લાખો વેચાણકારો તેમના સપનાઓ પૂરા કરવા તરફ પગરવ માંડવા સાથે મહાત્ત્વાકાંક્ષા, ઝડપ અને દ્રશ્યમાન વિકાસ સાથે ઑનલાઇન અર્થતંત્રને અપનાવી રહ્યા છે. પરંતુ સાથે સાથે એ પણ સ્વીકારવુ જ રહ્યું કે હાલ પણ ઘણા લોકો માટે અદ્યતન ટેકનોલોજી અને AI આધારિત ટૂલ્સ સુધીની પહોંચ અસમાન, મુશ્કેલ અથવા ખૂબ ખર્ચાળ છે.
ગુરુગ્રામ ખાતે સ્થિત ઈ-કોમર્સ એનેબલમેન્ટ પ્લેટફોર્મ Shiprocket આ અંતરને ખતમ કરવા તરફ પ્રયત્નશીલ છે. FY 2025ના અંત સુધીમાં Shiprocketનું મર્ચન્ટ બેઝ સતત વૃદ્ધિ પામ્યું છે, જે અંતર્ગત 4 લાખ વેપારીઓને સેવા પૂરી પાડવામાં આવી છે અને તેમાંથી 1.8 લાખ જેટલા વેપારીઓ સક્રિયપણે તેના AI પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે.
IPO માટે સજ્જ Shiprocket ભારતના વધુ દસ લાખ જેટલા વેચાણકારોને સશક્ત કરવા માટે એન્ટરપ્રાઇઝ-ગ્રેડ AIને સીધા જ સેલર જર્નીમાં સમાવિષ્ઠ કરી રહી છે. ટેક-હેવી અને એસેટ-લાઇટના આધાર પર સ્થાપિત Shiprocketની મહેચ્છા છે કે AI માત્ર એડ ઓન રહેવાથી આગળ વધવા સાથે શરૂઆતથી જ પાયાના અને મુખ્ય ટેકનિકલ સહાયક તરીકે ઉપલબ્ધ હોય.
“AIને સહુ માટે સરળ અને શક્ય બનાવવાનો પ્રયાસ એટલે પછી તે તેનો વ્યાપર હોય, તેની પાછળ લગાવવામાં આવતી મૂડી હોય કે પછી ટેકનિકલ પાસા હોય, તે તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે” એમ જણાવતા Shiprocketના MD અને CEO સાહિલ ગોયલ વધુમાં કહે છે કે “મોટાભાગના ભારતીય વેચાણકારો પ્રોડક્ટ નિર્માણ, ગ્રાહક સેવા અને રોજીંદી કામગીરીઓમાં જ વ્યસ્ત રહેતા હોવાથી તેમને AI સિસ્ટમના પોતાના વ્યવસાયમાં ઈન્ટીગ્રેશન કે જટિલ ડેટા સમજવાનો સમય અને સંસાધનો પ્રાપ્ત થતા નથી.”
Shiprocketએ FY25માં તેના મુખ્ય વ્યવસાય એવા શિપિંગ બિઝનેસ અને નવા ક્ષેત્રોમાં ઝડપથી વિસ્તરણ કરીને 1,632 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. કંપનીએ SEBI સમક્ષ પોતાનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (UDRHP) ફાઈલ કરીને IPOના માધ્યમથી રૂ.2,342.3 કરોડ મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે.
કોમર્સ લાઈફસાઈકલમાં AIની ભૂમિકા
Shiprocket ખરીદી વખતે પ્રોડક્ટની પસંદગી (ચેકઆઉટ)થી લઈને તેની ઉપલબ્ધતા, ઓર્ડર આપવા, શિપિંગ, પોસ્ટ-પર્ચેઝ એમ દરેક તબક્કે ઇન્ટેલિજન્સને સાંકળી લે છે. AIને મુખ્ય વિશેષતા તરીકે નહીં, પરંતુ સમગ્ર વ્યાવસાયિક પ્રક્રિયામાં પડદા પાછળ કામગીરીને અંતિમ, આવશ્યક અને યોગ્ય ઓપ આપતા આધારભૂત તકનીકી પાસા તરીકે સ્વીકારવામાં અને અપનાવવામાં આવ્યું છે.
“AIની વાત કરીએ તો Shiprocketમાં તે સીધું પ્લેટફોર્મ પર જ સમાવિષ્ઠ હોવાથી વેચાણકારોને ટેકનોલોજી સાથે પ્રત્યક્ષ સંવાદ વિના પણ વધુ સારા નિર્ણયો મળી રહે છે,” એમ કહેતા સાહિલ ગોયલ કહે છે કે “કુરિયરની પસંદગી, ડિલિવરી ઓપ્ટિમાઇઝેશન, રિસ્ક મેનેજમેન્ટ કે પરફોર્મન્સ ઇન્સાઇટ્સ – આ સમગ્ર કામગીરી બેકગ્રાઉન્ડમાં આપમેળે થતી રહે છે.”
સેલર જર્ની અને AI CORE
કંપનીનું AI CORE (Commerce Operations & Recommendation Engine) દરેક સેલરનો મુખ્ય આધાર છે. તે પિનકોડ, કુરિયર પરફોર્મન્સ, ડિલિવરી વર્તણૂક અને ખરીદનારના ઈરાદા જેવા મોટા ડેટા પર પ્રક્રિયા કરે છે.
તેના પરિણામે વેચાણકારોને પોતાની રીતે પસંદગી કે આગાહી કરવાની જરૂર રહેતી નથી – અને બધું જ સ્વયંસંચાલિતપણે થાય છે.
નુકસાન પહેલાં જોખમની આગાહી
વ્યવસાયમાં વિકાસ સાથે જોખમો પણ વધે છે. તેને ધ્યાનમાં રાખીને Shiprocket Radar AI આધારિત ઇન્સાઇટ્સ આપે છે, જે સપ્લાય સ્ટ્રેસ, ડિલિવરી રિસ્ક અને સ્થાનિક સમસ્યાઓની ઓળખ અને તેનું પૃથક્કરણ કરે છે.
Shiprocket Sense ઓપરેશનલ ડેટાને મહત્વના ઉપયોગી બિઝનેસ ઇન્ટેલિજન્સમાં રૂપાંતરીત કરે છે.
ટ્રાન્ઝેક્શનથી વાતચીત સુધી
Shiprocket Engage વેચાણકારોને WhatsAppના માધ્યમથી રિયલ-ટાઈમ ગ્રાહક સંવાદની સુવિધા આપે છે, જે ઓર્ડર વેરિફિકેશનથી લઈને સપોર્ટ સુધી ઉપયોગી છે.
પહેલી ક્લિક સાથે કન્વર્ઝનનું લક્ષ્ય
Shiprocket Checkout મોબાઇલ-ફર્સ્ટ એક્સપિરીયન્સની વિભાવના સાથે ડિઝાઈન કરાયેલ હોવાથી, તે સરળ ફોર્મ્સ અને ઝડપી પ્રોસેસ સાથે ડ્રોપ-ઓફ ઘટાડે છે.
એકીકૃત AI સ્ટેક
AI CORE, Radar, Checkout, Engage, Sense, Co-pilot અને Trends AIના સંકલન દ્વારા Shiprocket એકસાથે અનેકવિધ અને સંયુક્ત ઇન્ટેલિજન્સ લેયર આપે છે.
સહુના વિકાસનો અવકાશ
AI ભારતીય વેચાણકારોની ભૂમિકા બદલી નાખશે એવું માનતા સાહિલ ગોયલ વધુમાં જણાવે છે કે, “આ પરિવર્તન સહુના માટે લાભદાયક બને એ જ અમારી મુખ્ય જવાબદારી છે. ટેકનોલોજીનો હેતુ સરળતા લાવવા સાથે ટકાઉ વૃદ્ધિ શક્ય બનાવવાનો અને તેને જાળવી રાખવાનો છે.”
AIને સેલર જર્નીમાં ઉમેરીને, Shiprocket ભારતના દસ લાખ વેચાણકારોને ડિજિટલ અર્થતંત્રમાં આગળ વધવામાં સહાયરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યું છે.

