સુરતમાં પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા મૃતક - Surat policeman suicide

By ETV Bharat Gujarati Team

Published : Aug 14, 2024, 7:29 AM IST

thumbnail
પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું (ETV Bharat Reporter)

સુરત : દિન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલુડી ગામ ખાતે આવેલ સુરત જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા સુધીર પાટીલ નામના હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી છે. આ પોલીસકર્મી ઘરે એકલા હતા તે દરમિયાન ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન છે. બહાર ગયેલો પરિવાર ઘરે આવતા રૂમનો દરવાજો બંધ હતો. ઘરનો દરવાજો ખખડાવતા સુધીરભાઈએ દરવાજો ન ખોલ્યો, જેને લઇને પરિવારે ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરતા સુધીર પાટીલે ગળેફાંસો ખાઈ લીધેલી હાલતમાં દેખાતા પરિવાર હેબતાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.