thumbnail

Live: પીએમ મોદીએ ખુલ્લી જીપમાં ઝીલ્યું જનતાનું અભિવાંદન - PM MODI GUJARAT VISIT

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2024, 10:32 AM IST

Updated : Sep 16, 2024, 4:32 PM IST

અમદાવાદ: નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના ત્રીજીવાર શપથ લીધા બાદ તેઓ પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 દિવસીય ગુજરાત પ્રવાસમાં અનેક કાર્યક્રમો છે. મળતી માહિતી અનુસાર મોદીના આજે 15 સપ્ટેમ્બરના રોજ સાંજે તેઓનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. 16 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીના ગાંધીનગર અને અમદાવાદમાં ઘણા કાર્યક્રમો છે. 16 સપ્ટેમ્બરના રોજ સવારે મહાત્મા મંદિર ખાસે આયોજિત ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમીટનો શુભારંભ કરાવશે. વડાપ્રધાન મોદી બપોરે 12 વાગે ફરીથી રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1.30 ક્લાકે ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટ્રેશનથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. મોદી ગીફ્ટ સિટી સુધી મેટ્રોમાં પ્રવાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 3.30 ક્લાકે GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યકર્તા સમ્મેલનમાં હાજરી આપશે. થલતેજ દુરદર્શન કેન્દ્રથી રોડ-શો મારફતે GMDC ગ્રાઉન્ડ જાય તેવી સંભાવના છે. જોકે રોડ-શો અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 
Last Updated : Sep 16, 2024, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.