સોમનાથ મહાદેવને કેસરી પુષ્પોનો શણગાર, ઘર બેઠા કરો દર્શન - Shravan 2024
Published : Aug 7, 2024, 7:18 AM IST
ગીર સોમનાથ : પવિત્ર શ્રાવણ માસના બીજા દિવસે સોમનાથ મહાદેવને કેસરી પુષ્પોનો શણગાર કરાયો હતો. મંદિરના પંડિતોએ ત્રણ કલાકની ભારે જહેમત બાદ 165 કિલો જેટલા પુષ્પોનો ઉપયોગ કરીને મહાદેવને પુષ્પોના શણગારથી શોભાયમાન કર્યા હતા. આધ્યાત્મિક અને ઔષધીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના ગણાતા કેસરી રંગના પુષ્પોને પરમ પવિત્ર અને પૂર્ણદાઈ માનવામાં આવે છે. વધુમાં બિલીપત્રની જેમ કેસરી રંગના પુષ્પ પણ સોમનાથ મહાદેવને અતિપ્રિય હોય છે. મહાદેવના કેસરી પુષ્પોના શણગારના દર્શન કરીને શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી.
કેસરી રંગના પુષ્પને આધ્યાત્મની સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ મહત્વના માનવામાં આવે છે. કેસરી પુષ્પો મહાદેવને અર્પણ કરવાથી તે સુખ, સમૃદ્ધિ અને ધનમાં વૃદ્ધિ કરે છે. વળી કેસરી રંગના પુષ્પો ભગવાન મહાદેવના તપને પણ પ્રદર્શિત કરે છે, જેને કારણે વિશેષ પ્રસંગોમાં મહાદેવને કેસરી રંગના પુષ્પનો શણગાર કરવામાં આવતો હોય છે. કેસરી રંગ સમૃદ્ધિ અને નિર્મળતાનું પ્રતિનિધિત્વ પણ કરે છે.