thumbnail

રાજકોટ: સુરતમાં ગણેશ પંડાલની ઘટના બાદ રાજકોટ પોલીસ વિભાગ એલર્ટ મોડ પર - Rajkot Police Department Alert

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2024, 5:52 PM IST

રાજકોટ: સુરતની ઘટના બાદ આજે સવારે પોલીસ કમિશનરે રાજકોટ શહેરના ગણેશ પંડાલોના આયોજકો સાથે બેઠક યોજી હતી. શહેરના 323 પંડાલના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. દરેક પોલીસ સ્ટેશનમાં શાંતિ કમિટીની બેઠક યોજવાની પણ માહિતી આપવામાં આવી હતી, પોલીસ વિભાગ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ અને પીસીઆર પેટ્રોલિંગ માટે સૂચના આપવામાં આવી હતી, ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓને રાત્રે ફિલ્ડમાં મોકલવામાં આવ્યા હતા સાથે રહેવા સૂચના આપવામાં આવી હતી, સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આયોજકોને સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને તેમના લોકોને 24 કલાક પંડાલમાં રાખવા માટે પણ જાણ કરવામાં આવી હતી.

શું છે ઘટના: સુરતના સૈયદપુરામાં 'વરિયાવી ચા રાજા' તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. રાત્રે 9 વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.