"લોકોના રક્ષણની જવાબદારી સરકારની છે, આમાં બેદરકારી ના ચાલે" : શક્તિસિંહ ગોહિલ - Lakhpat Epidemic
Published : Sep 9, 2024, 11:30 AM IST
અમદાવાદ : લખપત તાલુકામાં ફેલાયેલા રોગચાળા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ફાટી નીકળેલા રોગચાળાનો ભોગ વિસ્તારના લોકો બની રહ્યા છે. અહીં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં આવ્યા નથી. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી. વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલ્યું, એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપતના ગામોની મુલાકાત નથી લીધી. નિષ્ણાત ડોકટરોની ટીમો મોકલવી જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ. લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી સરકારની છે. આમાં બેદરકારી ના ચાલે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વિનંતી કરું છું કે, તાત્કાલિક સિનિયર અધિકારીઓને રોગચાળાથી પ્રભાવિત વિસ્તારમાં મોકલે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા યોગ્ય કાર્યવાહી કરે.