ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ અંગે સરકારનું નરો...વા...કુંજરો...વા - Gandhinagar News

By ETV Bharat Gujarati Team

Published : Jul 12, 2024, 10:41 PM IST

thumbnail
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ ગુજરાતની રાજકીય ગલીઓમાં છેલ્લા અનેક દિવસોથી મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે. પેટા ચૂંટણીમાં જીતીને આવેલા કોંગ્રેસીઓને મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના અનેક ધારાસભ્યોએ ગાંધીનગરના આટાફેરા વધારી દીધા છે તેઓ દિલ્હીમાં પણ પોતાના રાજકીય ગોડફાધરને મળી આવ્યા છે એક બાજુ ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણની ચોમેર ચર્ચા છે જ્યારે બીજી બાજુ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુદ્દે ગોળ ગોળ જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખૂબ સારી રીતે સરકાર કામ કરી રહી છે. સરકાર અને સંગઠન ખૂબ સારી રીતે એક સાથે કામ કરી રહ્યું છે. ભુપેન્દ્ર પટેલ સામાન્ય લોકો સાથે સતત સંપર્ક રાખી રહ્યા છે. ગ્રામ્ય જીવન અને શહેરી જીવન માટે મુખ્યમંત્રી ખૂબ જ સંવેદનશીલ રહ્યા છે. લોકસભા, વિધાનસભા, તાલુકા પંચાયત અને સહકારી માળખાની ચૂંટણીઓમાં સંગઠન અને સરકારે સાથે મળીને સફળતા અને સિદ્ધિઓ હાંસલ કરી છે. પ્રવક્તા મંત્રીએ ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચાલી રહેલી અટકણોનો સીધો જવાબ આપવાને બદલે સરકારી સિદ્ધિઓ વર્ણવી હતી. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.