ગુજરાત ગેસની લાઈન લીકેજ થતાં આગ, સુરતના ગોડાદરા નહેર પાસે ખોદકામ દરમિયાન બની ઘટના - leakage of Gujarat gas line
🎬 Watch Now: Feature Video
સુરતઃ ગોડાદરા વિસ્તારમાં આવેલ જલારામ નગર પાસે ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઈન લીકેજ થતાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં આગ લગતા જ સ્થાનિક લોકોમાં અફરાતફરીનો મહોલ સર્જાયો હતો, જોકે બનાવની જાણ થતા જ ડિંડોલી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચાલવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી.સુરતના ગોડાદરા નહેર પાસે ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઈન લીકેજ થતાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ બાબતે ડીંડોલી ફાયર વિભાગના ફાયર ઓફિસર સુનિલ ચૌહાણે જણાવ્યું હતું કે,બપોરના સમય દરમિયાન ફાયર કંટ્રોલ દ્વારા બે વાગ્યાની આસપાસ આ કોલ આપવામાં આવ્યો હતો. જેમાં ગોડાદરા વિસ્તારમાં આવેલ ખાડી નેહર પાસે જલારામ નગર પાસે ખોદકામની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન ગુજરાત ગેસની લાઈન લીકેજ થતાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેને લઈને અમે ત્યાં પહોંચ્યા હતા ત્યાં DGVCLનું ટ્રાન્સફોર્મર હતું. જેને કારણે આ ઝડપથી ઉંચે સુધી પસરી હતી.જ્યાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. તે સાથે જ ગુજરાત ગેસ અને GEB ની ટીમને પણ જાણ કરી દેવામાં આવી હતી.